લુપ્ત થતી કળા : સુરતમાં હાથેથી બનાવવામાં આવતી સવાસો વર્ષ જૂની ગોપચેનના કારીગરો થઇ રહ્યા છે લુપ્ત
જો કે સમય ની સાથે ટેકનોલોજી આવી અને આવી ચેન મશીન પર બનતી થઈ ગઈ.તો ધીરે ધીરે માર્કેટ પણ વિખરાયા. તેથી આ કારીગરો અહીં થી ઓછા થવા લાગ્યા અને હવે તો આ પ્રકાર નું કામ કોઈ કરતું નથી.એક ચેન બનાવવામાં મને 2 થી 3 કલાક લાગે છે.
સોનામાંથી(Gold ) બનતી ચેન પહેલા હાથ થી બનાવવામાં આવતી હતી.જેને ગોપચેન પણ કહેવામાં આવે છે.જો કે સવાસો વર્ષ જૂની ગોપચેન ના કારીગરો હવે સુરત જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયા છે.સુરત માં હવે માંડ એક જ કારીગર એવા છે જે આ પ્રકાર ની સોનામાંથી હાથ વણાટ થી ચેન બનાવે છે.વિખરાયેલા માર્કેટ અને મશીનરી ના કારણે કારીગરી લુપ્ત થઇ રહી છે. સમય ની સાથે ઘણી બધી વસ્તુઓ માં બદલાવ આવે છે.જેમાં હવે ઘણી જગ્યાઓ પર માણસ નું કામ મશીનરી દ્વારા કરવામાં આવતા હસ્તકલાની અમુક કારીગરી લુપ્ત થઈ રહી છે.જેમાંની એક સવાસો વર્ષ જૂની કારીગરી ગોપચેન ની પણ છે. ગોપચેન એટલે કે સોનામાંથી તેના તાર બનાવીને આ તારને હાથ વણાટ થકી ચેન બનાવવાંમાં આવે છે.અને આ ચેન બનાવનાર કારીગરી અલગ જ હોય છે.
આ પ્રકાર ની ચેન સૌપ્રથમ રાજસ્થાન ના પાવા ગામ ના દોલરામજી એ બનાવી હતી. ત્યારબાદ મુંબઈમાં કિકા રામજી વૈષ્ણવ એ આ કારીગરી આગળ વધારી હતી.સુરત માં હાલ આ પ્રકાર નું કામ એકમાત્ર વ્યક્તિ કરે છે.અને તે છે દિનેશભાઇ બાલી. દિનેશભાઇ મુલચંદજી બાલી એ કહ્યું કે”મેં અમદાવાદ માં મારા જ ગામ ના લાલિતભાઈ અને સુંદરભાઈ પાસે આ કામ શીખ્યો. ત્યારબાદ હું મારા ભાઈ ઉત્તમ જોડે સુરત આવ્યો અને અહીં કામ શરૂ કર્યું.
જો કે સમય ની સાથે ટેકનોલોજી આવી અને આવી ચેન મશીન પર બનતી થઈ ગઈ.તો ધીરે ધીરે માર્કેટ પણ વિખરાયા. તેથી આ કારીગરો અહીં થી ઓછા થવા લાગ્યા અને હવે તો આ પ્રકાર નું કામ કોઈ કરતું નથી.એક ચેન બનાવવામાં મને 2 થી 3 કલાક લાગે છે.એક ચેન નું મને 1000 થી 1500 રૂપિયાનું વળતર મળે છે.દિવસ માં હું આવી બે ત્રણ ચેન બનાવી લઉ છું. હાથ થી બનાવેલ ચેન અને મશીન પર બનેલ ચેન માં ઘણું અંતર હોય છે.આ કારીગરી દરેક વ્યક્તિ નથી કરી શકતો.
આજે મહાનગરોમાં નાના મોટા જવેલર્સની સંખ્યા ખુબ વધારે છે. પરંતુ જવેલરી ક્ષેત્રમાં આવા હાથ બનાવટના કારીગરો ખુબ ઓછા બચ્યા છે. સુરતની ગોપચેનના કારીગરો પણ હવે ધીરે ધીરે ઓછા થઇ રહ્યા છે. જેઓ હાથ બનાવટની ચેન બનાવે છે.
આ પણ વાંચો :