Raj kundra Case: રાજ કુન્દ્રાની મુશ્કેલીઓમાં થયો વધારો, ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે SITની કરી રચના

અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરાયેલા રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાજ કુન્દ્રા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને હજુ સુધી તેને જામીન મળી શક્યા નથી.

Raj kundra Case: રાજ કુન્દ્રાની મુશ્કેલીઓમાં થયો વધારો, ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે SITની કરી રચના
raj kundra case update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 5:48 PM

અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરાયેલા રાજ કુન્દ્રાની (Raj kundra) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાજ કુન્દ્રા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને હજુ સુધી તેને જામીન મળી શક્યા નથી. હવે ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે એક તપાસ ટીમની રચના કરી છે.

એક અહેવાલ મુજબ, પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે SITની રચના કરી છે. ACP સ્તરના અધિકારી આ ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમ ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીને રિપોર્ટ કરશે.

20 ઓગસ્ટે સુનાવણી

રાજ કુન્દ્રાને 27 જુલાઈના રોજ 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ ન્યાયિક કસ્ટડીને પડકારતા રાજના વકીલે બોમ્બે હાઇકોર્ટ દ્વારા જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી હવે 20 ઓગસ્ટના રોજ થવાની છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

નથી મળી રહ્યા જામીન

રાજ કુન્દ્રાએ જામીન માટે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ તેમને જામીન મળ્યા નથી. રાજની ધરપકડ થયાને લગભગ એક મહિનો થવા જઈ રહ્યો છે. જેમાં તે થોડો સમય પોલીસ કસ્ટડીમાં હતો. જે બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

શિલ્પા શેટ્ટી ચિંતામાં

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી સંપૂર્ણપણે ભાંગી પડી છે. તે હાલમાં મુશ્કેલીઓથી ઘેરાયેલી છે અને રાજ કુન્દ્રાને જલદીથી જામીન આપવાનો પ્રયાસ કરી રહી છે. શિલ્પાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોને આ બાબતે તેને એકલા છોડી દેવા પણ કહ્યું હતું. તેણે પોસ્ટમાં કહ્યું હતું કે તેની ગોપનીયતાનું ધ્યાન, જેના માટે તેણે કોર્ટનો પણ સંપર્ક કર્યો હતો.

શર્લિન ચોપરાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે

મોડલ શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા પર ઘણા આરોપો લગાવ્યા છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા શર્લિનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેણે કહ્યું છે કે, રાજે તેને ગેરમાર્ગે દોરી હતી. તેને કહેવામાં આવ્યું કે, આ ગ્લેમરસ વીડિયો છે. પરંતુ પાછળથી મને કહ્યું કે નગ્ન અને અર્ધ નગ્ન વીડિયો કેઝ્યુઅલ છે. દરેક વ્યક્તિ કરે છે અને તેઓએ પણ કરવું જોઈએ. એટલું જ નહીં, તેણે મને કહ્યું કે, શિલ્પા શેટ્ટી મારા વીડિયોને પસંદ કરી રહી છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાને એક સેલ્ફી શેર કરીને પોતાને કહ્યો ‘ગુંડા’, તો રણવીર સિંહે આપી આવી પ્રતિક્રિયા

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">