માસૂમ બાળકના ઘરની બહાર લઘુશંકા કરવા બાબતે થઈ બબાલ, બાદમાં બાળકની માતાની કરાઈ હત્યા, જાણો સમગ્ર મામલો

જ્યારે 4 વર્ષના માસૂમ બાળક તેના પાડોશીના ઘરની બહાર રમતી વખતે લઘુશંકા કરી દીધી ત્યારે પડોશમાં રહેતો એક સગીર છોકરોને એટલો ગુસ્સે થયો કે, તેણે બાળકની માતાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

માસૂમ બાળકના ઘરની બહાર લઘુશંકા કરવા બાબતે થઈ બબાલ, બાદમાં બાળકની માતાની કરાઈ હત્યા, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

સામાન્ય બાબતોને લઈ મોટી બબાલ થયાના સમાચાર વારંવાર સામે આવતા હોય છે. જેમાં કોઈ સાવ સામાન્ય બાબતે થયેલો ઝગડો એટલું ગંભીર રુપ ધારણ કરી લેતો હોય છે કે, તેના અંતે કોઈને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ એખ બનાવ સામે આવ્યો છે દિલ્હીમાં. દિલ્હીમાં જ્યારે 4 વર્ષના માસૂમ બાળક તેના પાડોશીના ઘરની બહાર રમતી વખતે લઘુશંકા કરી દીધી ત્યારે પડોશમાં રહેતો એક સગીર છોકરોને એટલો ગુસ્સે થયો કે, તેણે બાળકની માતાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના શહેરના રોહિણીના અમન વિહાર વિસ્તારની છે.

પોલીસનું કહેવું છે કે, 11 ઓગસ્ટની રાત્રે 11:30 વાગ્યાની આસપાસ કોઈએ તેમને ફોન કરીને કહ્યું કે, અમન વિહારના બ્લોક વિસ્તારમાં એક મહિલાની રેઝર મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અમન વિહાર પોલીસ સ્ટેશનમાં હત્યાની એફઆઈઆર નોંધીને આગળની તપાસ શરૂ કરી હતી. મૃતક મહિલાની ઓળખ સવિતા રાણા ઉર્ફે પ્રિયા તરીકે થઈ હતી. 30 વર્ષની પ્રિયા તેના પતિ રોહિત અને 4 વર્ષના બાળક સાથે નજીકમાં રહેતી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે, થોડા સમય પહેલા સવિતાના 4 વર્ષના પુત્રએ પડોશમાં રહેતા સગીરના ઘરની બહાર લઘુશંકા કરી હતી.

11 ઓગસ્ટની રાત્રે સગીર ફરી એકવાર સવિતા સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા દુકાન પર આવ્યો હતો. પરંતુ સમાધાનના બદલે તે દિવસે લડાઈ શરું થઈ ગઈ. આ દરમિયાન આરોપ સગીરે રેઝર કાઢી અને સવિતાના ગળા પર હુમલો કર્યો હતો. સગીર હુમલો કર્યા બાદ સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન નોંધ્યા બાદ આરોપીને નજીકના વિસ્તારમાંથી પકડી લીધો છે.

 

આ પણ વાંચો: New Delhi: દેશમાં આંતરિક મુસાફરી થઈ મોંધી, આજથી રાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટોના દરમાં 12.5% વધારો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati