Dahod ના ખજુરી ગામે મહિલા પર અત્યાચારનો વિડીયો વાયરલ કરવા બદલ પોલીસે 19 લોકોની ધરપકડ કરી

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાની સાથે જ જિલ્લા સહિત ગુજરાત રાજયમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે આ બનાવ સંદર્ભે પોલીસે પતિ સહિત 19 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો તેમની અટકાયત કરી છે. 

Dahod ના ખજુરી ગામે મહિલા પર અત્યાચારનો વિડીયો વાયરલ કરવા બદલ પોલીસે 19 લોકોની ધરપકડ કરી
Police arrests 19 over viral video of abuse on Dahod woman
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 5:34 PM

દાહોદ(Dahod)જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરણીત મહિલા(Woman)ને જાહેરમાં માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ પોલીસે 19 લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાની સાથે જ જિલ્લા સહિત ગુજરાત રાજયમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

દાહોદ(Dahod)  જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરણીત મહિલા(Woman)  પર થયેલ અત્યાચારના બનાવના પડઘા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાત(Gujarat) માં પડી રહ્યા છે. ત્યારે આ બનાવમાં એક નવો વળાંક સામે આવ્યો છે. જેમાં અત્યાચારનો ભોગ બનેલી પરિણીતા દ્વારા પોતાના પતિ વિરુદ્ધ લગ્ન જીવનના સમયગાળા દરમિયાન શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ પરિણીતાએ પોલીસ મથકે નોંધાવતા પોલીસે પરિણીતાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અત્યાચારનો ભોગ બનેલ 23 વર્ષીય પરિણીતા સાજનબેન દિનેશભાઈ કાનીયાભાઈ મછાર (રહે. ખજુરી, મછાર નીચવાસ ફળિયું, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ) દ્વારા ગત તારીખ 8મી જુલાઇના રોજ પોતાના પતિ દિનેશભાઈ કાનીયાભાઈ મછાર વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પરિણીતાએ જણાવ્યું હતું કે, દિનેશભાઈ સાથે તેઓના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા સમાજના રીતરિવાજ મુજબ થયા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

લગ્નના એકાદ વર્ષ સુધી સારું રાખ્યા બાદ પરિણીતા સાજનબેનને કોઈને કોઈ પ્રકારે પતિ દિનેશભાઈ દ્વારા મેણા-ટોણા મારી અને ઘરનું કામ આવડતું નથી, તું મને ગમતી નથી, તારી ચાલ ચલગત સારી નથી, તેમ કહી વારંવાર સાજનબેનને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. આ સંદર્ભે ધાનપુર પોલીસ મથકે પરિણીતા સાજનબેનની ફરિયાદના આધારે આ ગુનાની કલમનો પણ ઉમેરો કરી પતિ દિનેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે આ પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી અને ત્યારબાદ પરિણીતાના પ્રથમ પતિ તથા તેના સાસરિયા તેમજ ગ્રામજનો દ્વારા પરિણીતા તથા તેના પ્રેમીને પકડી લાવી ખજૂરી ગામે લઇ આવ્યા હતા અને ત્યાં પરિણીતા અને તેના પ્રેમીને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ પરિણીતા સાજનબેનના ખભા પર પતિ દિનેશભાઈ બેસી જઈ ગામમાં ફેરવી હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાની સાથે જ જિલ્લા સહિત ગુજરાત રાજયમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે આ બનાવ સંદર્ભે પોલીસે પતિ સહિત 19 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો તેમની અટકાયત કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આવી ઘટના ગુજરાતમાં ચલાવી લેવામાં નહીં આવે તેમજ સ્ત્રીઓનું માન સન્માન જળવાઈ તેમજ તેઓને ન્યાય મળે તે માટે આ ઘટના અંગે મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા અને આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવશે એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.

આ સંદર્ભે દાહોદ જિલ્લાના કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ આવી ઘટનાઓને તેમજ સ્ત્રીઓ પર થતાં અત્યાચારના બનાવોને સાંખી લેવામાં નહીં આવે તેવા કડક આદેશો સાથે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે, ખોટી માન્યતા અને અંધશ્રદ્ધાના નામે મહિલાઓ સાથે તેમના આત્મગૌરવને હાનિ પહોંચે એવું કોઈપણ કૃત્ય ચલાવી લેવામાં નહીં આવે.

સમાજને જાગૃત કરવા માટે એક જનજાગૃતિ અભિયાન આગામી દિવસમાં દાહોદ જિલ્લામાં ચલાવવામાં આવશે. આ માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સુરક્ષા સમિતીની રચના કરવાનો પણ કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ ગુન્હામાં ધાનપુર પોલીસ દ્વારા 19 લોકો વિરુદ્ધ ગુનો નોધવામાં આવેલ છે જેમાં (1) મહિલાને જાહેરમાં મારવા અંગે (2) મહિલાને પતિ અને સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે (3) 19 લોકો દ્વારા લૂંટ કરવા અંગે હાલ પોલીસ દ્વારા ગુનાની કલમ ઉમેરવામાં આવી છે.

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">