સુરતમાં વીમો પકવવા માટે પરણીતાની કરાઈ હત્યા, કાવતરાખોર સસરા અને નણંદની ધરપકડ
સસરા અને નણંદ મળીને હત્યાનું (Murder) સમગ્ર કાવતરૂં ઘડયું હતુ. આ કેસમાં પુણા પોલીસે પતિ અનુજ અને તેના સાથી નઇમની ધરપકડ કરી, લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા.
સુરતમાં (SURAT) આજથી એક 16 મહિના પહેલા એક પરણીતાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં રૂ. 65 લાખનો વીમો પકવવા કુંભારિયાની પરિણીતાને ટ્રક નીચે મારી સમગ્ર (Murder)હત્યાકાંડને અકસ્માતમાં ખપાવવાના ચકચારી કેસમાં પુણા પોલીસે (POLICE) યુપીના અલીગઢથી મુખ્ય કાવતરાખોર સસરા અને નણંદને પકડી પાડયા હતા.
મળતી વિગતો પ્રમાણે પુણા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ કુંભારિયા ગામ સારથી રેસિડન્સીમાં રહેતા અનુજકુમાર સોહન યાદવે પત્ની શાલિનીની ઘાતકી હત્યા કરી દીધી હતી. પતિ અનુજે પત્ની શાલિનીના નામે 60-65 લાખની વીમા પોલિસી લીધી હતી. આ વીમા પોલિસી પકવવા શાલિનીની હત્યા કરી રોડ એક્સિડન્ટમાં ખપાવવાનું કાવતરૂં ઘડી કઢાયું હતુ. હત્યા માટે અનુજે નઇમ ઉર્ફે પપ્પુ ઉસ્માન ઇસ્લામની મદદ લીધી હતી. બંનેએ મળી શાલિનીનું ગળું દબાવી અર્ધબેભાન કરી દીધી હતી. તેઓ અર્ધબેહોશ શાલિનીને ટ્રક નીચે કચડી મારી હતી.
સસરા અને નણંદ મળીને હત્યાનું સમગ્ર કાવતરૂં ઘડયું હતુ. આ કેસમાં પુણા પોલીસે પતિ અનુજ અને તેના સાથી નઇમની ધરપકડ કરી, લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. દરમિયાન પોલીસ તપાસમાં મૃતકના સસરા સોહનસિંઘ અને નણંદ નીરૂ ઉર્ફે પૂજા યાદવની ભૂમિકા પણ સ્પષ્ટ થઇ હતી. તેઓ દહેજ માટે ત્રાસ ગુજારતા હતા. હત્યાનું સમગ્ર કાવતરૂં તેઓએ જ ઘડયું હતુ. ગુનો નોંધાયા બાદ 16 મહિનાથી સોહનસિંઘ અને નીરૂ યાદવ મૃતકની 4 વર્ષની દીકરી દિયાને લઇ નાસતા-ફરતા હતા.
મૃતકની 4 વર્ષની દીકરીનો કબજો નાના-નાનીને સોંપાયો હતો. દરમિયાન પુણા પોલીસને બાતમી મળી હતી કે, બંને જણા યુપીના મથુરા ખાતે હોટલમાં રોકાયા છે. રસ્તામાં બંને આરોપી અલીગઢ પાસે હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી બંનેને દબોચી લીધા હતા. પોલીસે સોહનસીંગ અને નીરૂ ઉર્ફે પુજા યાદવની ધરપકડ કરી તેઓ પાસેથી માસૂમ દિયાનો કબ્જો લઇ નાના-નાનીને બાળકી સોંપી દીધી હતી.
આ પણ વાંચો :Surat : પેઢીમાં કામ કરતા કર્મચારીનું કારસ્તાન, પુણામાં આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા 44 લાખ લઇ રફુચક્કર
આ પણ વાંચો :Surat : રખડતા પશુઓના મુદ્દે હાઈકોર્ટના આદેશનું પાલન કરાશે તેવું કહી સી.આર.પાટીલે મનપાના ભરપેટ વખાણ કર્યા