AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: જીમમાં થયેલી મુલાકાત લગ્ન સુધી પહોચી, જ્યારે યુવકને આ વાત ખબર પડી તો યુવતીના ઊડી ગયા હોશ

લગ્નના બહાને આરોપીઓએ શારીરિક સંબંધો પણ બનાવ્યા હતા. પરંતુ લગ્ન મુલતવી રાખ્યા ત્યારે પીડિતાને શંકા ગઈ અને આખો મામલો સામે આવ્યો

Crime: જીમમાં થયેલી મુલાકાત લગ્ન સુધી પહોચી, જ્યારે યુવકને આ વાત ખબર પડી તો યુવતીના ઊડી ગયા હોશ
બ્લેકમેલ કરતી વખતે તેણે છોકરી પાસેથી 12 તોલા સોનું અને પૈસા પડાવી લીધા
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 9:51 AM
Share

Mumbai Crime: માહિમમાં એક ભયંકર અને વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. એક બેવફા પ્રેમીએ 26 વર્ષની યુવતીને પ્રેમની જાળમાં ફસાવી દીધી. આ પછી, લગ્નનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલેથી જ પરિણીત હતો. જ્યારે યુવતીને આ વિશે ખબર પડી ત્યારે તે ચોંકી ગઈ. જ્યારે તેણે આ સામે વાંધો ઉઠાવ્યો ત્યારે નરાધમે તે છોકરીનો અશ્લીલ વીડિયો બનાવ્યો. આ પછી તેણે તે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું. આ રીતે બ્લેકમેલ કરતી વખતે તેણે છોકરી પાસેથી 12 તોલા સોનું અને પૈસા પડાવી લીધા. વારંવાર પૈસાની માંગણીથી પરેશાન થઈને આખરે યુવતીએ તેની સામે માહિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

IPC 376 અને 384 અંતર્ગત કાર્યવાહી આરોપીનું નામ અબ્દુલ સુફિયાં હિફઝૂર છે. આરોપીની ઉંમર 30 વર્ષ છે. પીડિતાએ આરોપી વિરુદ્ધ છેતરપિંડી, ધમકી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે તત્પરતા દર્શાવી હતી. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 (2) (N) અને 384 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને પોલીસે આરોપીને મુંબઈના ધારાવી વિસ્તારમાંથી પકડ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આરોપીને 5 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

જીમમાં થઈ હતી મુલાકાત, વાત આગળ વધતાં આપી લગ્નની લાલચ પોલીસે આપેલી માહિતી મુજબ આરોપી અને પીડિતા થોડા મહિના પહેલા એક જીમમાં મળ્યા હતા. આ પછી તેઓ મિત્રો બની ગયા અને આરોપીઓએ પીડિતાને તેના પ્રેમની જાળમાં ફસાવી દીધી. લગ્નના બહાને આરોપીઓએ શારીરિક સંબંધો પણ બનાવ્યા હતા. પરંતુ લગ્ન મુલતવી રાખ્યા. જ્યારે પીડિતાને શંકા ગઈ, તેણે આરોપીઓ વિશે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. આ સંબંધમાં, તેને ખબર પડી કે આરોપી પહેલાથી જ પરિણીત છે.

જ્યારે પીડિતાએ વિરોધ કર્યો ત્યારે આરોપીએ તેનો વાંધાજનક અને અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. આ પછી તેણે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું. આ રીતે બ્લેકમેલ કરતી વખતે તેણે પીડિતા પાસેથી 12 તોલા સોનું અને પૈસાની ચોરી કરી હતી. જ્યારે આરોપીઓની માંગ વધતી રહી, અંતે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ધારાવી જઈને પોલીસે આરોપીને પકડ્યો. પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આ આરોપીએ અન્ય કોઈ યુવતી સાથે આવું કર્યું છે કે કેમ? પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Uttar Pradesh: ભાજપના સાંસદ રામચંદ્ર જાંગડાનું વિવાદાસ્પદ નિવેદન, મુસ્લિમ શિલ્પકારોને બતાવ્યા વિશ્વકર્માના વંશજો

આ પણ વાંચો: Rudrakhs: કયા ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કયો રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી ? વાંચો અને ધારણ કરો રૂદ્રાક્ષ

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">