Uttar Pradesh: ભાજપના સાંસદ રામચંદ્ર જાંગડાનું વિવાદાસ્પદ નિવેદન, મુસ્લિમ શિલ્પકારોને બતાવ્યા વિશ્વકર્માના વંશજો
ભાજપના સાંસદ રામચંદ્ર જાંગરાએ રવિવારે રામપુરીના વિશ્વકર્મા મંદિરમાં સન્માન સમારોહ દરમિયાન જણાવ્યું હતું કે, દરેક કારીગર ભગવાન વિશ્વકર્માના વંશજ છે. અને વધુમાં કહ્યું કે, બાબર શિલ્પકારો સાથે ભારત આવ્યો ન હતો. તેથી તમામ મુસ્લિમ શિલ્પકારો ભગવાન વિશ્વકર્માના વંશજ છે.
Uttar Pradesh:ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગડાએ (ramchandra jangda)વિવિદાસ્પદ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું હતું કે, દરેક કારીગર ભગવાન વિશ્વકર્માના (Lord Vishwakarma)વંશજ છે,કારણ કે બાબર શિલ્પકારો સાથે ભારત આવ્યો ન હતો. ઇરાક, ઈરાન (Iran)અને યુએઈમાં માત્ર રેતીના ટેકરાઓ છે, તેથી ત્યાં હસ્તકલા અસ્તિત્વમાં નથી તેથી તમામ મુસ્લિમ શિલ્પકારો ભગવાન વિશ્વકર્માના વંશજ છે.
મુઝફ્ફરનગરના (Muzaffarnagar) એક કાર્યક્રમમાં ભાજપના રાજ્યસભા સાંસદે જણાવ્યું કે, વિશ્વકર્મા સમાજે એક થવું જોઈએ અને તેની રાજકીય શક્તિ વધારવી જોઈએ. આપને જણાવવું રહ્યું કે, સાંસદ રામચંદ્ર જાંગડા હરિયાણાના (Hariyana) પછાત વર્ગ આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ભારત માત્ર શ્રમિકો અને શ્રમના આદર સાથે આત્મનિર્ભર બનશે. ઉલ્લેખનીય છે કે, રામપુરીના વિશ્વકર્મા મંદિરમાં સન્માન સમારોહ દરમિયાન તેમણે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.
#WATCH Every craftsman is descendant of Lord Vishwakarma. Babur didn’t come to India with sculptors. There’re only sand dunes in Iraq, Iran & UAE so this craft can’t exist there. Hence, all Muslim sculptors are descendants of Lord Vishwakarma: BJP RS MP Ram Chander Jangra (01.08) pic.twitter.com/CjjUHHYgJY
— ANI UP (@ANINewsUP) August 1, 2021
રાષ્ટ્ર નિર્માણમાં વિશ્વકર્મા સમાજની મહત્વની ભૂમિકા
રામપુરીના વિશ્વકર્મા મંદિરમાં સન્માન સમારોહ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે હાજરી આપનાર સાંસદ રામચંદ્ર જાંગડાએ કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ર્વિશ્વકર્મા સમાજે રાષ્ટ્રના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમને કારીગરી અને તકનીકી કુશળતા ભગવાન વિશ્વકર્મા પાસેથી પ્રાપ્ત થઈ છે. સાંસદે વધુમાં કહ્યું કે, પીએમ મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે કામદારો અને શ્રમિકોને સર્વોપરી રાખ્યા છે.
સનાતન સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું
આ સાથે જ ભાજપ બેકવર્ડ સેલના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.પ્રમેન્દ્ર જાંગરાએ (Prmendra Jangda) કહ્યું કે, ભાજપે વિશ્વમાં ભારતની સનાતન સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. ઉપરાંત જણાવ્યું કે, કારીગરો માટીની કલા સાથે સંકળાયેલી જાતિઓના ઉત્થાન માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આપને જણાવવું રહ્યું કે, પછાત વર્ગ આયોગના સભ્ય જગદીશ પંચાલે (Jagdish Panchal) રાજ્યસભાના સાંસદ રામચંદ્ર જાંગડા અને ડો.પ્રમેન્દ્ર જાંગડાને પાઘડી પહેરાવીને સન્માનિત કર્યા હતા.
આ પણ વાંચો: મિશન યુપી: શાહે કહ્યું યોગી સૌથી સફળ મુખ્યમંત્રી, યુપી હુલ્લડગ્રસ્ત રાજ્યથી બન્યુ ‘રામ રાજ્ય’
આ પણ વાંચો: સંજય રાઉતે જણાવ્યો શિવ સૈનિક હોવાનો મતલબ, જાણો શું કહ્યું