હિંમતનગરના મહેતાપુરામાં નકલી RC બુક બનાવવાનું રેકેટ LCBએ ઝડપ્યુ, 3 આરોપી પકડાયા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યુ છે, આવી જ રીતે હવે ગુન્હેગારોને પણ જાણે કે કોઈ ડર ના રહ્યો હોય એમ ખોટા કામ કરવા જાણે કે જિલ્લામાં હવે સામાન્ય બની ગયા છે. હિંમતનગર શહેરમાં આવી જ રીતે નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ કરવામાં આવતુ હતુ, પરંતુ લોકલ ક્રાઇમ બ્રાંચને ગંધ આવી જતા […]

હિંમતનગરના મહેતાપુરામાં નકલી RC બુક બનાવવાનું રેકેટ LCBએ ઝડપ્યુ, 3 આરોપી પકડાયા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 01, 2020 | 6:29 PM

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યુ છે, આવી જ રીતે હવે ગુન્હેગારોને પણ જાણે કે કોઈ ડર ના રહ્યો હોય એમ ખોટા કામ કરવા જાણે કે જિલ્લામાં હવે સામાન્ય બની ગયા છે. હિંમતનગર શહેરમાં આવી જ રીતે નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ કરવામાં આવતુ હતુ, પરંતુ લોકલ ક્રાઇમ બ્રાંચને ગંધ આવી જતા આખરે ત્રણ આરોપીઓ જેલના હવાલે પહોંચ્યા છે. જો તમે સેકન્ડ હેન્ડ વાહન ખરીદતા હોય તો એક બે વાર નહીં પરંતુ સો વાર તેની ચકાસણી કરજો, માત્ર સેકન્ડ વાહન જ નહીં પરંતુ તમે જેની પાસેથી ખરીદી રહ્યા છો તે વાહન દલાલ કે એજન્ટને પણ જાણી લેજો. નહીંતર તમારે પસ્તાવાનો વખત આવી શકે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવી જ રીતે એક એજન્ટ ટોળકી ઝડપાઈ છે અને તેમનુ કારસ્તાન વાહનના માલિકને પણ મુશ્કેલી સર્જી દે તેવુ હતુ. સ્થાનિક એલસીબીના પીઆઈ એમડી ચંપાવતને આ કારસ્તનની ગંધ આવી જતા પીએસઆઇ જે.પી. રાવની આગેવાનીમાં એક પ્લાન ઘડ્યો હતો. જેમાં એક ડમી ગ્રાહક મોકલ્યો હતો અને નકલી આરસી બુક બનવડાવતા આખુય કૌભાંડ સામે આવી ગયુ હતુ.

 Himatnagar na mehtapura ma nakli RC Book banavanu racket LCB e jadpyu 3 aaropi pakdaya

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ત્રણ શખ્શો એક મકાનમાં ચલાવતા હતા નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ

આરોપીઓ વાહનની નકલી જ આરસી બુક બનાવી દેતા હતા અને માટે માત્ર બેથી ત્રણ હજાર રુપિયાની રકમ લેતા હતા. વાહનની લે વેચ કરનારા કેટલાંક લે ભાગુ એજન્ટોના સંપર્કમાં રહીને તેઓ વાહનની ખોટી આરસી બુક બનાવતા હતા. આવા લેભાગુ એજન્ટોને પણ વિવાદાસ્પદ વાહનને સરળતાથી વેચવા ઉપરાંત બે પૈસા વધુ મળી રહેતા હતા. પોલીસે ત્રણેય શખ્શોને ઝડપીને હાલ તો તપાસનો દોર શરુ કર્યો છે. હિંમતનગર હેડ ક્વાર્ટર ડીવાયએસપી, મિનાક્ષી પટેલે કહ્યુ હતુ કે, આ અંગે એલસીબીને એક બાતમી મળી હતી. તે પ્રમાણે તેમણે એક ગ્રાહકના સ્વાંગમાં માણસ મોકલીને આવા એક વાહનનો નંબર આપી તેની આરસી બુક બનાવડાવતા નકલી બુક બનાવી આપેલ. જેથી તેમની સામે ગુન્હો દાખલ કરીને ધરપકડ કરી છે, ત્રણેય શખ્શોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે કે કોણ આમા હજુ સંડોવાયેલુ છે. હિંમતનગર શહેરના મહેતાપુર વિસ્તારમાં એક કોમ્લેક્ષના મકાનને ભાડે લઈને આ કૌભાંડ આચરવામાં આવતુ હતુ. ત્રણેય શખ્શોએ સુરતથી એક ખાસ સોફટેવર પોતાના કોમ્પ્યુટરમાં ફીટ કરાવ્યુ હતુ. જેના વડે તે વાહનની વિગતો તે સોફટવેરમાં ભરી દઈને ખોટી આરસી બુક મીનીટોમાં જ પ્રિન્ટ કરી લેતા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Himatnagar na mehtapura ma nakli RC Book banavanu racket LCB e jadpyu 3 aaropi pakdaya

ઝડપાયેલા આરોપી

1. નીરવ કનુભાઈ બારોટ, રહે.જંત્રાલ , તા.પાટણ

2. પીયુષભાઈ પોપટલાલ કથરોટીયા, રહે . સુરત

3. મોહમદસલીમ ઐયુબખાન મેમણ રહે.પાણપુર, હિંમતનગર

બિલકુલ અસલ આરસી બુક જેવી જ લાગતી નકલી આરસી બુક બની જતી હતી. જેના બદલામાં માત્ર બેથી ત્રણ હજાર રુપિયા વસુલવામાં આવતા હતા. એલસીબી પોલીસે કોમ્પ્યુટર અને પ્રિન્ટરને પણ જપ્ત કરી લઈને હવે સોફટવેર આપનારની શોધ ચલાવી રહી છે. પોલીસને શંકા છે કે ચોરી અને લોનના વિવાદોમાં સપડાયેલા વાહનોને સિઝ કરી લીધા બાદ, બારોબાર જ વેચી દેવાનું રેકેટ પણ આવી જ આરસી બુક દ્વારા ચલાવાતુ હોઈ શકે છે. જેને લઈને હવે પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરવા માટે કોમ્પ્યુટરના ડેટાને પણ તપાસવામાં આવી રહ્યો છે, કે કયા નંબરના વાહનોની નકલી આરસી બુક પ્રિન્ટ કરી હતી. પોલીસને જો કે હવે આ બાબતે આરટીઓ કચેરીની આસપાસના વિસ્તારો અને પાણપુર વિસ્તારના શખ્સો પર પણ આશંકા છે કે તેઓ વાહનોની નકલી આરસી બુક બનાવડાવતા હતા અને તેમની પર પણ હવે એલસીબી દ્વારા ગાળીયો કસવામાં આવી શકે છે. એલસીબીએ ત્રણેય શખ્શોની ધરપકડ કરીને 4 દિવસના રીમાન્ડ પણ મેળવ્યા છે. આ ત્રણેય શખ્શો પોતે પણ ઓટો કન્સલટન્ટ તરીકે પણ કામ કરતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">