સુરતના ડીંડોલી વિસ્તારમાં હુમલાના કેસનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયા

સુરતના ડીંડોલી હુમલામાં ઝડપાયેલ આરોપી રાજેશ યાદવ ગેંગનો છે. જેમાં રાજેશ યાદવના નામે જ સુરતમાં 25 જેટલા ગુના નોંધાયા છે જેમાં મારામારી હત્યાના પ્રયાસો સહિત અનેક ગુના તેના નામે નોંધાયા છે

સુરતના ડીંડોલી વિસ્તારમાં હુમલાના કેસનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયા
Surat

સુરતના (Surat) ડીંડોલી વિસ્તારમાં (Dindoli) મંડપ ડેકોરેશન (Decoration)ના વેપારી પર થયેલા જીવલેણ હુમલા (Attack) મામલે પોલીસે બાળ ગુનેગાર સહિત એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જેમાં ખંડણીની પોલીસ ફરિયાદ કરતા તેની અદાવત રાખી ચાર હુમલાખોરોએ હુમલો કરતાં વેપારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

સુરત શહેરમાં થોડા દિવસ અગાવ ડીંડોલી વિસ્તારમાં ચિંતા ચોક પાસે થોડા દિવસ અગાવ રાજેશ યાદવ ગેંગ એ એક મંડપના વેપારી જાહેરમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો હતો જેના પગલે વેપારીને ગંભીર હાલત માં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવીયો હતો હુમલો એ માટે કરવામાટે આવીયો હતો કે આ રાજેશ યાદવ ગેંગ એ વેપારી પાસે ખંડણી માંગી હતી

જેના પગલે વેપારી એ ડીંડોલી પોલીસ મથકમાં આ ગેંગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે અદાવતને લઈ ફરિયાદ પાછી ખેંચવા વેપારી પર કરાયો હતો જીવલેણ હુમલો.ડીંડોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આ હુમલાવરોની શોધ શરૂ કરી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી.

જેમાં સીસીટીવી માં દેખાતા અને અગાઉની દાવત રાખી મંડપના વેપારી પર હુમલો કરી નાસી છૂટયા હતા તે ચાર પૈકી બે હુમલાવરો ડીંડોલી વિસ્તારમાં જ ફરી રહ્યા હોઈ તે બાતમીના આધારે ખરાઈ તેમાંથી એક કાયદા ના સંઘર્ષમાં આવેલ બાળ ગુનેગાર સહિત એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપી ની વાત કરીએ સુરતના ડીંડોલી હુમલામાં ઝડપાયેલ આરોપી રાજેશ યાદવ ગેંગનો છે. જેમાં રાજેશ યાદવના નામે જ સુરતમાં 25 જેટલા ગુના નોંધાયા છે જેમાં મારામારી હત્યાના પ્રયાસો સહિત અનેક ગુના તેના નામે નોંધાયા છે .રાજેશ યાદવ અને મનિયા ડુક્કરગેંગ એ સુરત અનેક ગુનાને અંજામ આપી ચૂકી છે.

ત્યારે આ ગેંગનો આંતક જોઈ લોકોની માગ ઉઠી છે કે આવા રીઢા ગુનેગાર પર ગુજસીટોક જેવી કલમ હેઠળ ગુનો દાખલ કરી એક દાખલો બેસાડી કડક માં કડક સજા આપે જેથી આવા ગુનેગારો કાયદાની નાજુક છટક બારીથી છૂટી ફરી ગુના ને અંજામ આપતા તેને કાયદાનો ડર રહે.

હાલ તો ડીંડોલી પોલીસે આ આરોપીને ઝડપી પાડી અન્ય ફરાર રાજેશ યાદવ સહિત તેની ગેંગના અન્ય સાથીની પણ શોધખોળ કરી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ આ અન્ય આરોપી ને ક્યારે અને કેટલા સમયમાં પકડી પાડે છે.

આ પણ  વાંચો : ગુજરાતની તમામ નગરપાલિકામાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે: ધનસુખ ભંડેરી

આ પણ  વાંચો : અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ટીમ પર પથ્થરમારો કરાયો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati