અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ટીમ પર પથ્થરમારો કરાયો

અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ટોરેન્ટ પાવરની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં વીજ ચોરીની ફરિયાદ બાદ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ટીમ પર પથ્થરમારો કરાયો
Dariyapur (File Photo)

અમદાવાદના(Ahmedabad)  દરિયાપુરમાં(Dariyapur)  ટોરેન્ટ પાવરનું(Torrent Power)  મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ટોરેન્ટ પાવરની ટીમ પર પથ્થરમારો(Stone Pelting)  કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં વીજ ચોરીની ફરિયાદ બાદ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

જેમાં વીજ ચોરીની તપાસ કામગીરી દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ગેરકાયદેસર વીજ જોડાણ કાપવાની કાર્યવાહી દરમ્યાન પથ્થરમારો થયો હતો. આ ઘટના તંબુ ચોકી નજીક નગીના પોળમાં થઈ હતી. જેમાં ટોરેન્ટ પાવરના 4 કર્મચારી અને 3 પોલીસકર્મીને ઈજા પહોંચી છે.

જો કે મામલો વધુ બિચકતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયા બાદ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે. કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.. તેમણે કહ્યું કે- વધારે પોલીસ આવી જતાં લોકોમાં ગેરસમજ ઉભી થઈ હતી.

લોકોને સમજાવીને ગેરસમજ દૂર કરવામાં આવી છે.. તેમણે કહ્યું કે- પથ્થરમારો થયો છે કે નહીં તે અંગે તેઓ કઈ જાણતા નથી.. પરંતુ હાલ આ વિસ્તારમાં શાંતિનો માહોલ છે. તો સમગ્ર મામલે પથ્થરમારો કરતા ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવુ પોલીસે નિવેદન આપ્યુ છે.તેમજ વધુમાં કહ્યુ હતું કે વિજચોરી સર્ચ લઈ દરોડાની કામગીરી ફરી ચાલુ કરાશે.

આ પણ વાંચો :  ગુજરાતની તમામ નગરપાલિકામાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે: ધનસુખ ભંડેરી

આ પણ વાંચો : પરમબીરસિંહની વાપસી : મુંબઈના ફરાર ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પહોંચ્યા મુંબઈ,ખંડણી કેસના છે મુખ્ય આરોપી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati