ગુજરાતે ઉકેલ્યો ‘દૃશ્યમ’ સ્ટાઇલમાં થયેલી હત્યાનો કેસ, 65 વર્ષના ભાજપ નેતાના હતા 22 વર્ષની કૉંગ્રેસ નેતા સાથે આડા સંબંધ
ઇંદોરમાં 2 વર્ષ અગાઉ એક મહિલા કૉંગ્રેસ નેતાની હત્યા થઈ હતી. આ કેસ ગુજરાતની મદદથી ઉકેલાઈ ગયો છે. મૃતક કૉંગ્રેસ નેતા સાથે ભાજપના 65 વર્ષીય નેતાના આડા સંબંધ હતાં અને એટલે જ 22 વર્ષની આ મહિલા નેતાની અજય દેવગનની ફિલ્મ દૃશ્યમની સ્ટાઇલથી હત્યા કરી દેવાઈ હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-01-2025 […]
ઇંદોરમાં 2 વર્ષ અગાઉ એક મહિલા કૉંગ્રેસ નેતાની હત્યા થઈ હતી. આ કેસ ગુજરાતની મદદથી ઉકેલાઈ ગયો છે.
મૃતક કૉંગ્રેસ નેતા સાથે ભાજપના 65 વર્ષીય નેતાના આડા સંબંધ હતાં અને એટલે જ 22 વર્ષની આ મહિલા નેતાની અજય દેવગનની ફિલ્મ દૃશ્યમની સ્ટાઇલથી હત્યા કરી દેવાઈ હતી.
ઇંદોર પોલીસે મુખ્ય આરોપી ભાજપના નેતા જગદીશ કરોતિયા ઉર્ફે કલ્લૂ પહેલવાન, તેના ત્રણેય દિકરાઓ અજય, વિજય તથા વિનય અને તેના સાથી નીલેશ કશ્યપની ધરપકડ કરી લીધી છે. 65 વર્ષીય જગદીશ કરોતિયાના કૉંગ્રેસની યુવા નેતા 22 વર્ષીય ટ્વિંકલ ડાગરે સાથે આડા સંબંધ હતાં.
ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રાએ જણાવ્યું કે જગદીશ કરોતિયાના બાણગંગા વિસ્તાર નિવાસી ટ્વિંકલ નામની મહિલા સાથે કહેવાતા આડા સંબંધ હતાં. ટ્વિંકલ ભાજપ નેતા સાથે તેના ઘરે રહેવા માંગતી હતી અને આ મદ્દે કરોતિયાના પરિવારમાં ઝગડા-કંકાશ થતા હતાં.
દૃશ્યમ સ્ટાઇલમાં કરાઈ હત્યા
રોજ-રોજની લડાઈથી ત્રાસેલા ભાજપ નેતા જગદીશ કરોતિયા અને તેના પુત્રોએ ટ્વિંકલની હત્યાનુ કાવતરું ઘડી કાઢ્યું. 16 ઑક્ટોબર, 2016ના રોજ દોરડા વડે ટ્વિંકલને ગળે ફાંસો આપ્યો. પછી ટ્વિંકલની લાશ બાળી નાખી. જે જગ્યાએ ટ્વિંકલની લાશ બાળવામાં આવી, ત્યાંથી પોલીસને ટ્વિંકલની વિછિયા અને બ્રેસલેટ મળી આવ્યાં.
ડીઆઈજીએ જણાવ્યું, ‘અમને જાણ થઈ છે કે આરોપીઓએ હત્યાકાંડનું કાવતરું રચવા દરમિયાન દશ્યમ ફિલ્મ જોઈ હતી. આરોપીઓએ આ ફિલ્મના એક સીનની નકલ કરી કૂતરાના શબને એક સ્થળે દાટી દીધું. પછી આ વાત જાણી-જોઈને ફેલાવી દિધી કે તેમણે ખાડામાં કોઈનું શબ દાટ્યું છે. જ્યારે પોલીસે આ સ્થળનું ખોદાણ કરાવ્યું, તો ત્યાંથી કૂતરાના શબના અવશેષ મળી આવ્યાં. તેનાથી પોલીસની તપાસ થોડાક સમય માટે ગેરમાર્ગે દોરાઈ.’
આવી રીતે થયો હત્યાકાંડનો ખુલાસો
ડીઆઈજીના જણાવ્યા મુજબ આ હત્યાકાંડની ગૂંચ વૈજ્ઞાનિક રીતે ઉકેલવા માટે ગુજરાતની પ્રયોગશાળામાં જગદીશ કરોતિયા અને તેના દિકરાઓનું બ્રેન ઇલેક્ટ્રિકલ આસલેશન સિગ્નેચર (બીઈઓએસ) ટેસ્ટ કરાવવામાં આવ્યું. ઇંદોરના ઇતિહાસમાં કોઇક આપરાધિક વારદાત ઉકેલવા માટે પહેલી વાર બીઈઈઓએસ ટેસ્ટ કરાવાયું.
ટ્વિંકલના પરિજનો અગાઉની શિવરાજ સિંહ સરકારમાં ભાજપના તે વખતના ધારાસભ્ય સુદર્શન ગુપ્તા સામે કતોરિયા અને તેના દિકરાઓને પોલીસ સંરક્ષણ આપવાનો આરોપ લગાવતા રહ્યાં.
જોકે આ અંગે ડીઆઈજીએ કહ્યું કે આ કેસમાં ગુપ્તાની કોઈ ભૂમિકાને લઈને પોલીસને હજી સુધી કોઈ પણ પુરાવા મળ્યા નથી, પણ તપાસ ચાલુ છે.
[yop_poll id=590]
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]