AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

200 રૂપિયા મજુરી અને 6000ની કમાણી…VIP વિસ્તારમાં ભીખ મંગાવનાર માફિયાનો પર્દાફાશ

આ સંદર્ભે હૈદરાબાદ કમિશનરની ટાસ્ક ફોર્સ વેસ્ટ ઝોન ટીમે પણ 8 બાળકો સહિત 23 ભિખારીઓની પૂછપરછ માટે અટકાયત કરી હતી. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે અનિલ પવાર વિરુદ્ધ ભિક્ષાવૃત્તિ નિવારણ કાયદા હેઠળ કેસ નોંધ્યો હતો.

200 રૂપિયા મજુરી અને 6000ની કમાણી...VIP વિસ્તારમાં ભીખ મંગાવનાર માફિયાનો પર્દાફાશ
Begging racket busted
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 11:53 AM
Share

હૈદરાબાદ પોલીસે અનિલ પવાર નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ એક માફિયા છે જે લોકોને ભીખ મંગાવે છે. વૃદ્ધ અને નાનાં બાળકો ભીખ માંગે છે અને બદલામાં તેમને દૈનિક મજૂરી તરીકે માત્ર 200 રૂપિયા આપે છે. આ સંદર્ભે હૈદરાબાદ કમિશનરની ટાસ્ક ફોર્સ વેસ્ટ ઝોન ટીમે પણ 8 બાળકો સહિત 23 ભિખારીઓની પૂછપરછ માટે અટકાયત કરી હતી. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે અનિલ પવાર વિરુદ્ધ ભિક્ષાવૃત્તિ નિવારણ કાયદા હેઠળ કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો: Shocking Viral Video: આટલી ઉંચાઈ પર ચઢીને વ્યક્તિ રમ્યો ફૂટબોલ, લોકો ચીસો પાડવા લાગ્યા

અનિલ પવાર મૂળ કર્ણાટકનો છે. તેણે હૈદરાબાદના પોશ બંજારા હિલ્સ અને જ્યુબિલી હિલ્સ વિસ્તારો પર કબજો જમાવ્યો હતો. અહીં તે ટ્રાફિક લાઇટ પર ભિખારીઓને રાખતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તે દરરોજ તેમની પાસેથી રૂ. 4,500 થી રૂ. 6,000 વસૂલતો હતો, પરંતુ તેઓને માત્ર રૂ. 200 જ વેતન તરીકે આપતા હતા. શહેરના લોકો ભિખારીઓથી પરેશાન થવા લાગ્યા, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

હૈદરાબાદમાં હજારો ભિખારીઓ છે. આ બધું ક્યાંથી આવ્યું, કોણ તેમને આશરો આપે છે, તેમની પાછળ કોણ છે? આ તમામ પ્રશ્નોના જવાબો શોધવા માટે ટાસ્ક ફોર્સ કાર્યરત હતી. આખરે તેને સફળતા મળી. અનિલ ભિખારીઓનો માફિયા છે. પોલીસે તપાસ કરતાં આ અનિલ પવાર કોણ છે, તે ક્યાંથી આવ્યો, કેવી રીતે આ ભીખ માફિયાઓને ગોઠવી રહ્યો છે, ત્યારે સનસનીખેજ બાબતો સામે આવી.

અનિલની અન્ડર હોઈ શકે છે 200 ભિખારી

તે થોડા વર્ષો પહેલા જ કર્ણાટકથી આવ્યો હતો. ઝડપથી પૈસા કમાવવા માટે, તેણે ભીખ માંગવાના વ્યવસાય તરીકે માફિયાગીરી પસંદ કરી. આ માટે તેણે વિવિધ રાજ્યોમાંથી વૃદ્ધો, અનાથ અને એકલ મહિલાઓને ટાર્ગેટ કરીને એજન્ટો મારફતે શહેરમાં લાવ્યો હતો. અનિલે તે બધાને આશ્રય આપ્યો અને ભીખ માંગવા માટે જગ્યા ફાળવી.

કેબીઆર પાર્ક, જ્યુબિલી હિલ્સ ચેકપોસ્ટ, હાઈ-ટેક સિટી ચોરાસ્તા, ખૈરતાબાદ સિગ્નલ મુખ્ય વિસ્તારો હતા. આ રીતે તેણે તેઓને શહેરના ભીડભાડવાળી જગ્યાએ ભીખ માંગવા માટે તૈયાર કર્યા. આ ભિખારીઓ સવારે 8 થી 11 વાગ્યા સુધી ભીખ માગતા હતા. પોલીસનો અંદાજ છે કે અનિલ પાવરની ગેંગમાં આખા શહેરમાં 200 જેટલા ભિખારીઓ હોઈ શકે છે.

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">