ARAVALLI : સ્ટેટ મોનીટરીંગ સેલે ફિલ્મી ઢબે પીછો કરી પકડ્યો લાખોનો વિદેશી દારૂ

ARAVALLI : આ દારૂ માફિયાઓએ સ્ટેટ મોનીટરીંગ સેલની કારને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 10, 2021 | 9:38 AM

ARAVALLI : જિલ્લાના મેઘરજ તાલુકામાં સ્ટેટ મોનીટરીંગ સેલે ફિલ્મી ઢબે પીછો કરી લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી બે કાર જતી હોવાની બાતમીના આધારે આ બંને કારમાં સવાર દારૂ માફિયાઓને પકડવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલે પીછો કર્યો હતો. આ દારૂ માફિયાઓએ સ્ટેટ મોનીટરીંગ સેલની કારને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જો કે સ્ટેટ મોનીટરીંગ સેલે ફિલ્મી ઢબે પીછો કરી આ બંને કારને આંતરી લીધી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલે આ બંને કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય લોકો પલાયન થઈ ગયા હતા. પોલીસે રૂ.2.29 લાખના વિદેશી દારૂ સાથે કુલ રૂ.9.93 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, તેમજ અન્ય 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">