Ahmedabad : અમરાઇવાડીમાં પાડોશીએ આધેડનું ખુન કર્યું, પૂર્વ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનામાં 10 હત્યાના બનાવો

Mihir Soni

|

Updated on: Aug 16, 2021 | 6:57 AM

નોંધનીય છેકે કોરોના મહામારીની બીજી લહેર મંદ પડતાની સાથે જ અમદાવાદમાં ક્રાઇમનો રેશિયો ઝડપથી વધી રહ્યો છે. અને, ગુનેગારોને જાણે કે ખુલ્લો દૌર મળ્યો હોય તેવું લાગી રહ્યું છે.

Ahmedabad : અમરાઇવાડીમાં પાડોશીએ આધેડનું ખુન કર્યું, પૂર્વ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનામાં 10 હત્યાના બનાવો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Ahmedabad : શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાયવત છે. અમરાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામના વિવાદને લઈને ચાલી રહેલ ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પાડોશીએ પાડોશમાં રહેતા આધેડની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી છે.

દોઢ મહિનામાં 10 હત્યાના બનાવો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી રક્તરંજીત થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પૂર્વ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનામાં 10 જેટલા હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ ગત મોડી રાત્રે અમરાઈવાડીમાં બન્યો છે.

કેવી રીતે થઇ હત્યા ?

અમરાઈવાડી વિસ્તારમાં આવેલ હાટકેશ્વરમાં વધુ એક 65 વર્ષીય આધેડની હત્યાનો બનાવ બન્યો છે. ગેરકાયદેસર બાંધકામ બાબતે 4 શખ્સો રાજારામ મદ્રાસીને હાટેશ્વરમાં આવેલ તેના ઘર પાસેથી બાઇક પર મોદીનગર લઈ જઈ તિક્ષ્ણ હથિયાર વડે માર મારીને મોદીનગર પાસે હત્યા કરી હતી. પોલીસે 2 આરોપી હરીશ નાયકર અને માધવ નાયકરને CCTV આધારે હસ્તગત કર્યા છે. જ્યારે અન્ય 2 આરોપીને શોધવા તપાસ ચાલી રહી છે.

શું છે સમગ્ર બનાવ ?

અમરાઈવાડીમાં રહેતા રાજારામ મદ્રાસી હાટકેશ્વર રહે છે. અને વર્ષોથી નિવૃત જીવન ગુજારે છે. પણ શનિવારની સાંજ તેની આખરી સાંજ બની.ફરિયાદી રાજારામ મદ્રાસીએ 15 વર્ષ અગાઉ ચીનેયા નાયકર,માધવન નાયગર ,હરીશ નાયકર ,ચંદુ નાયકર સામે અમરાઈવાડીના મોદીનાગરમાં આવેલ તેમના 4 મકાનની બાજુ આવેલ જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોર્ટમાં કેસ કર્યો છે.

જેના મુદ્દે અવાર નવાર બોલાચાલી થતી હતી. અને આજ જમીન વિવાદની અદાવત રાખીને શનિવાર સાંજે જ્યારે રાજા મદ્રાસી એક્ટિવા લઈને ગેસનો બાટલો લેવા જતા હતા. ત્યારે તેમના એક્ટિવા સાથે બાઇક અથડાવીને 4 આરોપીઓ બાઇક પર લઈ ગયા હતા. અને મોદીનાગર પાસે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને પલાયન થઈ ગયા હતા.

કયારે હત્યાનો સિલસિલો અટકશે ?

હાલ માં પોલીસ એ બે આરોપી ઓની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છેકે કોરોના મહામારીની બીજી લહેર મંદ પડતાની સાથે જ અમદાવાદમાં ક્રાઇમનો રેશિયો ઝડપથી વધી રહ્યો છે. અને, ગુનેગારોને જાણે કે ખુલ્લો દૌર મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ બાબતે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરવી જ રહી. નહીંતર છાશવારે શહેરમાં હત્યાના બનાવો બનતા જ રહેશે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati