Ahmedabad : કુજાડ ગામમાં યુવકની હત્યાનો કેસ, ક્રુર માતાએ જ આપી હતી હત્યાની સોપારી
અમદાવાદ શહેરના કણભા પાસે આવેલા કુજાડ ગામે સાવકી માતાએ કરેલી દિકરાની હત્યાના ગુનામાં વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની પુછપરછમાં હત્યા માટે 20 લાખની સોપારી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેરના કણભા પાસે આવેલા કુજાડ ગામે સાવકી માતાએ કરેલી દિકરાની હત્યાના ગુનામાં વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની પુછપરછમાં હત્યા માટે 20 લાખની સોપારી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત હાર્દીકના પ્રેમિકાની હત્યા નિપજાવી બન્ને ફરાર થઈ ગયા હોવાની અફવા ફેલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
13 ઓગસ્ટે હાર્દીક પટેલની થઇ હતી હત્યા
અમદાવાદ ગ્રામ્યના કણભા પાસે આવેલા કુજાંડ ગામમા 13 ઓગસ્ટના રોજ હાર્દીક પટેલ નામના યુવકની હત્યા નિપજાવી હતી. જે ગુનામાં હાર્દીકની સાવકી માતા ગૌરીબેનની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તપાસ દરમિયાન નાસિકના 3 આરોપીના નામ સામે આવ્યા હતા. જેમાંથી પોલીસે અગાઉ સંજય નામના આરોપીને ઝડપ્યો હતો. પરંતુ ફરાર અન્ય બે આરોપી દિનેશ અને અનિલની સોમવારે કણભા પોલીસે ઝડપી પાડ્યા છે. જોકે આરોપીની પુછપરછમાં હત્યા માટે 20 લાખની સોપારી આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.
માતા સહિત 4 આરોપીની ધરપકડ
પુત્રની હત્યાના ગુનામાં કણભા પોલીસે માતા સહિત 4 આરોપીની ધરપકડ કરી. ત્યારે ખુલાસો થયો કે આરોપીએ હાર્દીકની સાથે તેની પ્રેમીકાની પણ હત્યા નિપજાવવાનું પ્લાનિંગ કર્યુ હતું. જેથી ગામમાં તેવી વાત ફેલાવી શકાય કે તેઓ પ્રેમસંબંધમાં ભાગી ગયા છે. જોકે હાર્દીકની હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરી આરોપી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસને મૃતદેહ મળી આવતા હત્યાની શંકાથી તપાસ હાથ ધરી અને 4 આરોપીને ઝડપી લીધા છે.
માતાએ આપી પુત્રની હત્યા માટે સોપારી
માતાએ પોતાના સાવકા દિકરાની હત્યા માટે 20 લાખની સોપારી આપાવાની લાલચ આપી હતી. કારણ કે ગૌરીબેન અગાઉ આ ગુનાના આરોપીને લોકડાઉન સમયે આશરે 30 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. અને તે રૂપિયા પરત મળતા ન હતા. માટે ધમકાવી આ ગુનાના અન્ય 3 આરોપી પાસે આ હત્યા કરાવી હતી. સાથે જ હાર્દીકનુ ઘર, ડેરી અને જમીન ગૌરી બેનને મળવાના હતા માટે તેમણે હત્યા કરી લાશને ઠેકાણે પાડી હતી.
હાલ તો પોલીસ આ કેસમાં હજું નાના-મોટા તમામ પાસાઓની તપાસ કરી રહી છે. ત્યારે આ હત્યા કેસમાં નવા શું ખુલાસા સામે આવે છે તેની રાહ જોવી રહી.
આ પણ વાંચો : Gujarat : જન્માષ્ટમીના પાવન પર્વે મેઘરાજાની પધરામણી, વિસનગરમાં વીજળી પડતા બેના મોત