AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat : જન્માષ્ટમીના પાવન પર્વે મેઘરાજાની પધરામણી, વિસનગરમાં વીજળી પડતા બેના મોત

Gujarat : જન્માષ્ટમીના પાવન પર્વે મેઘરાજાની પધરામણી, વિસનગરમાં વીજળી પડતા બેના મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 7:33 AM
Share

લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી છે. જન્માષ્ટીના શુભ દિવસથી વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.

Gujarat : લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી છે. જન્માષ્ટીના શુભ દિવસથી વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા- પ્રાંતિજથી લ ઈને ડાકોર અને મોડાસાથી લઈને શામળાજી અને અંબાજી સુધી વરસાદ પડ્યો. ભારે ઉકળાટ અને બફારા બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ છે. બીજી તરફ સુકા ખેતરો પર વરસાદ વરસતા પાકને નવ જીવન મળ્યું છે. સુકાતો પાક હવે બચી જશે. વરસાદના આગમનથી ખેડૂતોની ચિંતા પણ હળવી થઈ ગઈ છે.

પાટણ જિલ્લામાં મેઘરાજાની મહેર, જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો. પાટણ જિલ્લામાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. 2 મહિનાના વિરામ બાદ એકાએક ધોધમાર વરસાદ વરસતા જગતના તાતની ચિંતા હળવી થઈ છે. આ વરસાદથી ઉભા પાકને જીવનદાન મળ્યું છે.

લાંબા સમય બાદ સિદ્ધપુર અને ચાણસ્મામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને કારણે ગામમાં વીજપુરવઠો ખોરવાયો. તો દિવસભરના ઉકળાટ બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ આવતા લોકોને રાહત મળી. તેમજ ભારે વરસાદના પગલે ખેડૂતોના સૂકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળશે.

વિસનગરમાં વીજળી પડતા બે મોત

મહેસાણા જિલ્લા વિસનગરના ગણપતપુરા ગામમાં વીજળી પડતા બે લોકોના મોત નિપજ્યાં છે. ખેતરમાં ઘર બનાવીને રહેતી મહિલા અને યુવાન પર વીજળી પડી હતી. અને ઘટનાસ્થળે જ બંન્નેના મોત નિપજ્યાં હતા. હાલ બંને મૃતદેહને મહેસાણા સિવિલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદમાં પણ મેઘમહેર

તો અમદાવાદ શહેરમાં પણ જન્માષ્ટમીમાં બપોર બાદ વરસાદ ખાબક્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં અડધોથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી હતી. અને, ભારે ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.

હવામાન વિભાગની સામાન્ય વરસાદીની આગાહી

રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ ભારે તો નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, તાપી, ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. અને 2 સપ્ટેમ્બરે આણંદ, ભરૂચ તથા સુરતમાં અતિ ભારે વરસાદ પડશે. તેમજ ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, બોટાદ, પાટણ, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

Published on: Aug 31, 2021 07:30 AM
g clip-path="url(#clip0_868_265)">