Ahmedabad: દરિયાપુરમાં વિજચોરીને લઈને સર્ચ ઓપરેશન, ટોરેન્ટના અધિકારીઓ અને પોલીસ પર થયો પથ્થરમારો, 150 લોકો વિરૂધ્ધ નોંધાયો ગુનો

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વિજચોરીને લઈને મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ટોરેન્ટ પાવરના અધિકારીઓ તેમજ પોલીસ ઉપર સ્થાનિકોએ પથ્થરમારાના કેસમાં 150 લોકો વિરૂધ્ધ નોંધાયો હતો.

Ahmedabad: દરિયાપુરમાં વિજચોરીને લઈને સર્ચ ઓપરેશન, ટોરેન્ટના અધિકારીઓ અને પોલીસ પર થયો પથ્થરમારો, 150 લોકો વિરૂધ્ધ નોંધાયો ગુનો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 26, 2021 | 9:04 PM

Ahmedabad: શહેરના દરિયાપુર વિસ્તારમાં વિજચોરીને લઈને મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ટોરેન્ટ પાવરના અધિકારીઓ તેમજ પોલીસ ઉપર સ્થાનિકોએ પથ્થરમારો કેસમાં પોલીસે 150 લોકો વિરૂધ્ધ અલગ અલગ બે ગુનો નોંધી 3 આરોપીની અટકાયત કરી હતી.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વિજચોરીને લઈને મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ટોરેન્ટ પાવરના અધિકારીઓ તેમજ પોલીસ ઉપર સ્થાનિકોએ પથ્થરમારાના કેસમાં પોલીસે 150 જેટલા ટોળા વિરુદ્ધ રાયોટિંગ, કાવતરું ઘડી હુમલો કરવા અને ફરજમાં રુકાવટને લઈને આરોપી રફીક નૂર શેખ, હમીદુલ્લા શેખ, કાસમ મોહમ્મદ, સલીમ અને નઝીર મોહમદ શેખ સહિત ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આ પથ્થરમારામા 150 જેટલા ટોળામાં 50 જેટલી મહિલાઓએ ટોરેન્ટ કર્મી અને પોલીસ પર પથ્થરમારો કરીને સૂત્રોચ્ચાર કર્યા અને રસ્તો રોકીને લોકો અડચણ ઉભું કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે. દરિયાપુર પોલીસે બે જુદી જુદી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

દરિયાપુર પોલીસે ટોળા વિરૂધ્ધ સરકાર તરફથી એક ફરિયાદ અને બીજી ટોરેન્ટ પાવરના અધિકારીની ફરિયાદ લીધી છે. વીજ ચોરીના મેગા સર્ચ ઓપરેશનેમા પથ્થરમારાના કારણે તંગદીલીનો મહોલ સર્જાયો હતો. ગેરકાયદે વિજ જોડાણ કાપવા માટે પોલીસ બંદોબસ્ત સાથે ટીમ દરિયાપુરના તંબુચોકી પાસે ગઇ હતી જ્યા એકાએક નગીના પોળમાં પથ્થરમારો કરી દેતા મામલો બીચક્યો હતો.

આ પથ્થરમારામાં 14 જેટલા ટોરેન્ટ પાવર કર્મી સહિત પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે પોલીસ હરકતમાં આવી 50 મહિલાઓ સહિત કુલ 150 લોકો સામે ગુનો નોંધી સઘન કાર્યવાહી હાથ ધરી છે.

દરિયાપુર પોલીસે 3 વ્યકતિની અટકાયત કરી છે. આ ઉપરાંત વીજ ચોરીને લઈને પણ ગુનો નોંધવામા આવ્યો છે. આ હુમલાના ષડયંત્રમા સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડની પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: UGC NET Admit Card 2021: 29 નવેમ્બરથી યોજાનારી UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: BPNL Recruitment 2021: ભારતના પશુપાલન નિગમ લિમિટેડમાં બમ્પર વેકેન્સી, 30 નવેમ્બર સુધીમાં કરો અરજી

Latest News Updates

કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
g clip-path="url(#clip0_868_265)">