Ahmedabad : બોપલમાં પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડામાં એક દંપતિ સહિત 3ની ધરપકડ

સોસાયટી રહીશો ઝઘડા સમયે પાન પાર્લર રહેલા યુવકો ટોળાઓ સોસાયટી માં પથ્થરમારો કર્યો. અને સાસોયટી કેબીન તોડફોડ કરી હતી. પથ્થરમારોમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.

Ahmedabad : બોપલમાં પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડામાં એક દંપતિ સહિત 3ની ધરપકડ
Ahmedabad: 3 arrested, including a couple, in a scuffle over parking issue in Bopal
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Mar 23, 2022 | 4:22 PM

Ahmedabad : પાર્કિગના મુદ્દે એપાર્ટમેન્ટમાં ઝઘડો થતાં બહારના ટોળાં પથ્થરમારો કરવાના કેસમાં એક દંપતી સહિત 3 લોકોની બોપલ (Bopal) પોલીસે (police) ધરપકડ કરી. સ્થાનિક એપાર્ટમેન્ટના ઝઘડામાં પાનના ગલ્લે બેસતાં બહારના પચ્ચીસેક યુવકોના ટોળાંએ પથ્થરમારો કરતાં મહિલા સહિત ચાર વ્યક્તિ ઇજા પહોંચી હતી. ત્યારે બોપલ પોલીસે ફરાર આરોપી પકડવાની તજવીજ હાથ ધરી.

શું છે સમગ્ર કેસ ? કેમ થયો હતો ઝઘડો ?

વૈષ્ણદેવી સર્કલ પાસે આવેલ સનસેતુ એપાર્ટમેન્ટમાં ટુ વ્હીલર પાર્ક કરવાના મુદ્દે સ્થાનિક રહીશો ઝઘડો થતાં બહારના શખ્સોના ટોળાંએ પથ્થરો ફેંકી તોડફોડ કરી આંતક મચાવ્યો હતો. જેમાં બોપલ પોલીસે રાયોટિંગ ગુનો નોંધી દંપતી સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો 21મી તારીખ રોજ સોસાયટી મેમ્બરો બધા ઉભા હતા. અને કમિટી મેમ્બર ચર્ચા કરતા હતા કે અંકિત પટેલ નામના ફ્લેટ ધારકે એ બ્લોકના 503ના પાર્કિગ માં પાર્કિગ કરવું તેવું સ્ટીકર લગાવેલું છે. કમિટી મેમ્બરો જઈને જોયું અંકિત પટેલના પત્નીએ ખરેખર સ્ટીકર લગાવ્યું હતું તે મુજબ પાર્કિગ કર્યું હતું. આ ટુ વ્હીલર ખસેડતા દીપ્તિબહેન અચાનક આવ્યા હતા અને કમિટી મેમ્બરો સાથે ઝઘડો કર્યો હતો. દીપ્તિબેન સાથે પતિ અંકિત આવ્યા અને અંકિત પટેલ સોસાયટી કમિટી મેમ્બર રિતેશ શાહ અને પરેશ પટેલને લાફા ઝીકી દીધા હતા. સોસાયટી ઝઘડામાં બહારથી પથ્થરમારો કરવામાં આવ્યો.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

સોસાયટી રહીશો ઝઘડા સમયે પાન પાર્લર રહેલા યુવકો ટોળાઓ સોસાયટી માં પથ્થરમારો કર્યો. અને સાસોયટી કેબીન તોડફોડ કરી હતી. પથ્થરમારોમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી. બોપલ પોલીસે ઝઘડો કરનાર દંપતી અંકિત અને દીપ્તિની ધરપકડ કરી જુડિશયલ કસ્ટડીમાં મોકલી છે. ત્યારે 25 લોકોના ટોળામાં પથ્થમારો કરનાર એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. હાલ અન્ય આરોપી પકડવા પોલીસ શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : Bhavnagar: રશિયા યુક્રેન યુદ્ધની માઠી અસર ભારતીય યુવાઓ પર પડી, મેડિકલનો અભ્યાસ હવે કયાં પૂરો કરશે?

આ પણ વાંચો : Gujarat Assembly Session Live: રાજ્ય સરકારે કોરોનાથી 10942 મૃત્યુ જાહેર કર્યાં જ્યારે કોરોનાનાથી અનાથ થયેલાં બાળકોની 20970 અરજીઓ મંજૂર કરી દીધી!

g clip-path="url(#clip0_868_265)">