Gujarat Assembly Session Highlight: રાજ્ય સરકારે કોરોનાથી 10942 મૃત્યુ જાહેર કર્યાં જ્યારે કોરોનાનાથી અનાથ થયેલાં બાળકોની 20970 અરજીઓ મંજૂર કરી દીધી!

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:28 PM

Gujarat Assembly 2022 Session Live Highlight: આજે વિધાનસભા ગૃહની શરૂઆત થતાં જ ૨૩ મા માર્ચે શહીદ દીન નિમિત્તે કોંગ્રેસના ધારાસભ્યોએ ઈનકલાબ ઝીંદાબાદ અને ભારત માતાની જય ના લગાવ્યા નારા હતા. જોકે ત્યાર બાદ ગૃહની કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી.

Gujarat Assembly Session Highlight: રાજ્ય સરકારે કોરોનાથી 10942 મૃત્યુ જાહેર કર્યાં જ્યારે કોરોનાનાથી અનાથ થયેલાં બાળકોની 20970 અરજીઓ મંજૂર કરી દીધી!
Gujarat Assembly Session

Gujarat Assembly Session Highlight: આજે વિધાનસભા ગૃહની શરૂઆત થતાં જ ૨૩ મા માર્ચે શહીદ દીન નિમિત્તે કોંગ્રેસના ધારાસભ્યોએ ઈનકલાબ ઝીંદાબાદ અને ભારત માતાની જય ના લગાવ્યા નારા હતા. જોકે ત્યાર બાદ ગૃહની કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Mar 2022 07:00 PM (IST)

    Gujarat Assembly Session Live: 639 કરોડના ખર્ચે 151.12 કિમી.ના 16 નવા 4 માર્ગીય અને 6 માર્ગીય રસ્તાઓ બનશે

    Gujarat Assembly Session Live: રાજ્યમાં 639 કરોડના ખર્ચે 151.12 કિમી.ના 16 નવા 4 માર્ગીય અને 6 માર્ગીય રસ્તાઓ બનશે. જેમાં તમામ સાંસદોને મત વિસ્તારમાં અગ્રતા મુજબ 10 કરોડની મર્યાદામાં રસ્તાઓની મંજૂરી આપવામાં આવશે. 415 કરોડના ખર્ચે 287.77 કિમિના 23 રોડ 10 મીટર પહોળા થશે.

  • 23 Mar 2022 06:27 PM (IST)

    Gujarat Assembly Session Live: અમદાવાદના સનાથલ પાસે નવુ સર્કિટ હાઉસ બનશે

    Gujarat Assembly Session Live: વિધાનસભા ગૃહમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ જાહેરાત કરી છે કે અમદાવાદના સનાથલ પાસે નવુ સર્કિટ હાઉસ બનાવાશે. વિધાનસભા ગૃહમાં પ્રવાસન, માર્ગ અને મકાન વિભાગની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી જેને સર્વ સંમતિથી મંજૂરી આપવામાં આવી છે. વિપક્ષે પણ કામો બાબતે આપ્યો ટેકો આપ્યો હતો.

  • 23 Mar 2022 05:40 PM (IST)

    Gujarat Assembly Session Live: પાટણ જિલ્લામાં જે ખેડૂતોએ ટેકાના ભાવે ચણાનુ વાવેતર કર્યુ જ નથી એવા ખેડૂતોના નામે ચણા વેચાયા

    Gujarat Assembly Session Live: પાટણ જીલ્લામાં ચણાની ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિનો મામલો વિધાનસભામાં ગાજ્યો હતો. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ગેરરિતી થયાના આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે પાટણ જિલ્લામાં જે ખેડૂતોએ ચણાનુ વાવેતર કર્યુ જ નથી એવા ખેડૂતોના નામે ચણા વેચાયા છે. તેમણે કહ્યું કે હારીજ ના સાકરા અને અડીયા ગામના ખેડૂતો ફોન આવ્યા હતા. ત્યા ખેડૂતો ચણાનું વાવેતર કરતા જ નથી. આ મુદ્દે તપાસ કરવા કૃષિ મંત્રીને રજુઆત કરી ગતી.

    સમગ્ર મામલામાં કૃષિ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. તાત્કાલિક કલેકટર અને નિચે તંત્રને તપાસ કરવા સુચના અપાઈ છે અને કૃષિ મંત્રીએ જવાબદારો સામે પગલા લેવા માટે કહ્યુ છે. વિભાગના અધિકારીઓ પ્રાથમિક રીપોર્ટ આપશે.

    કિરીટ પટેલે તાકીદ કરી હતી કે ભુતકાળમાં મગફળીના કૌભાંડ થયા અને મુદ્દો દબાઈ જાય એવુ ન થાય.

  • 23 Mar 2022 03:20 PM (IST)

    Gujarat Assembly Session Live: ભાજપ સરકારની ગુનાહિત વૃત્તિના કારણે કોરોનામાં 3 લાખ લોકોનાં મૃત્યુ થયાં હોવાનો વિપક્ષનો આક્ષેપ

    Gujarat Assembly Session Live: કોરોના અંગે ગૃહમાં થયેલ ચર્ચા પર અમિત ચાવડાએ પોતાના નિવેદનમાં સરકારની કામગીરી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ સરકારની ગુનાહિત વૃત્તિના કારણે 3 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જો સરકાર માનવતા દર્શાવી સહાય આપશે તો 3 લાખ લોકોને સહાય ચૂકવવી પડશે.

    સરકારે કોરોના રેકોર્ડ પ્રમાણે કોરોનાથી રાજ્યમાં 10942 મોથ થયાં છે. અને સરકારે જ વિધાનસભામાં કબુલ્યું છે કે બાળ સેવા યોજના હેઠળ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની 27634 અરજીઓ મળી છે અને સરકારે માતા કે પિતા ગુમાવનાર બાળકોની 20970 અરજીઓ મંજુર કરી છે. આમ સરકાર જ સ્વીકારી રહી છે કે તેમણે મૃત્યુ આંકડાઓ છુપાવ્યા છે.

    ચાવડાએ કહ્યું કે WHO એ ચેતવણી આપી હોવા છતાં સરકારે કોરોનામાં પૂર્વ તૈયારી ના કરી. તૈયારી કરવાના સમયમાં સરકાર નમસ્તે ટ્રમ્પ કરતી હતી. ફેબ્રુઆરી મહિનામાં કોરોના સામે લડવા તૈયારીઓ કરવાની હતી, પણ સરકારે કોરોના ટેસ્ટિંગનો પ્રથમ ઓર્ડર 1 એપ્રિલે આપ્યો. કોરોના ટેસ્ટિંગ કીટનો ઓર્ડર આપવામાં સરકાર ત્રણ મહિના મોડી હતી.

  • 23 Mar 2022 02:26 PM (IST)

    Gujarat Assembly Session Live: દેશની આઝાદી માટે શહીદ થયેલાઓને યાદ કરતા વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય રડી પડ્યાં

    Gujarat Assembly Session Live: આજે શહીદ દિવસ છે. વિધાનસભામાં પણ આઝાદીની લડતમાં શહીદ થયેલા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય રડી પડ્યાં હતાં.

  • 23 Mar 2022 01:45 PM (IST)

    Gujarat Assembly Session Live: વીજળીના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને સામને, કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થઈને મોદી અદાણી હાય હાયની નારેબાજી કરી

    Gujarat Assembly Session Live: વીજળીના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થઈને મોદી અદાણી હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. સામે દંડક પંકજ દેસાઇએ કહ્યું કે પ્રધાનમંત્રી માટે જે શબ્દો ઉઠ્વ્યા એની વિપક્ષ માફિ માગે તેવું કહ્યું હતું.

    વિધાનસભા અધ્યક્ષ પોતાના સ્થાને ઉભા થતા તમામ ધારાસભ્યો શાંત થયા ગતા. અધ્યક્ષે કહ્યુ રેકોર્ડ તપાસીને મારો નિર્ણય જાહેર કરીશ. અધ્યક્ષના નિર્ણય બાદ પણ દંડકે માફિ માગવા રજુઆત કરી અને ભાજપના મંત્રી સહિતના ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા. અધ્યક્ષે દંડકને કહ્યું કે મારો નિર્ણય કાલે જાહેર કરીશ, અત્યારે કશુ નહોય બેસી જાઓ. ત્યાર બાદ ગૃહની કાર્યવાહી આગળ વધી હતી.

  • 23 Mar 2022 01:41 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્ય સરકાર પાસે ક્ષમતા હોવા છતાં ૬ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાતી ન હોવાતો કોંગ્રેસનો આક્ષેપ

    Gujarat Assembly Session Live: વીજળી ખરીદી મુદ્દે વિધાનસભામાં હોબાળો થયો હતો. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકાર પાસે ક્ષમતા હોવા છતાં ૬ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાતી નથી. સરકાર પાસે હાલ જે વિજ મથક છે તેમા પુરતુ ઉત્પાદન થતુ નથી. હાલ સરકાર માત્ર ૩ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. સરકાર બાકીની વિજળી અન્ય કંપનીઓ પાસેથી ખરીદે છે.

  • 23 Mar 2022 01:35 PM (IST)

    Gujarat Assembly Session Live: સરકારે 125.13 કરોડના ખર્ચે 2305 નંગ વેન્ટીલેટર અને 154.59 કરોડ રૂપિયાનો એક્સિજન ખરીદ્યો

    Gujarat Assembly Session Live: સને ૨૦૨૦ અને ૨૦૨૧ માં મે. એચ.એલ.એલ. લાઈફકેર લી. સપ્લાયર મારફત ધમણ -૧ , ધમણ -૩ , આગવા , અલાઈડ, બેલ, સ્વાસીત, લાઈફવેન્ટ અને અન્ય મળીને કુલ ૭,૪૧૨ વેન્ટીલેટર દાનમાં મળેલ છે . જ્યારે ૨૩૦૫ નંગ વેન્ટીલેટર રૂ .૧૨૫,૧૩,૪૮,૫૩૪ ખર્ચે ખરીદવામાં આવેલ છે. સૌથી વધુ ભાવ સીલ્લર હેલ્થકેર ઈન્ડીયા પ્રા . લી. પાસેથી પ્રતિ નંગ ૧૧,૨૪,૨૮૩ લેખે ખરીદી કરવામાં આવેલ છે.

    સને ૨૦૨૦ અને ૨૦૨૧ માં ૪,૭૬,૭૪,૦૪૭ કયુબિક મીટર , ૫૦,૫૩,૩૪૭ લિટર , ૫૩,૭૮,૧૫૮ કિલો અને ૯૩ મેટ્રીક ટન લીકવીડ ઓકસિજનની ખરીદી કરવામાં આવી . તે પેટે રૂપિયા ૧૫૪,૫૯,૬૨,૭૮૮ ચૂકવવાના થાય છે . તેમાં રૂપિયા ૧૫૦,૪૯,૦૫,૬૯૮ ચૂકવવામાં આવેલ છે અને રૂપિયા ૪,૧૦,૫૭,૦૯૦ ચૂકવવાના બાકી છે.

  • 23 Mar 2022 01:29 PM (IST)

    Gujarat Assembly Session Live: અદાણી પાવર લી. પાસેથી વીજળી ખરીદીના કરાર થયેલ હોવા છતાં ઉંચા દર ચુકવવામાં આવતો હોવાનું સરકારે સ્વીકાર્યું

    Gujarat Assembly Session Live:

    અદાણી પાવર લિ સાથે સને ૨૦૦૬ અને ૨૦૦૭ માં ૨૫ વર્ષ માટે રૂ .૨.૮૯ યુનિટ અને રૂ .૨.૩૫ / યુનિટના લેવલાઈઝ દરે વીજ ખરીદીના કરાર કરવામાં આવેલ છે. ૨૫ વર્ષ માટેના કરાર હોવા છતાં તા.૧૫-૧૦-૨૦૧૮ થી તા.૩૧-૧૨-૨૦૨૦ સુધીના સમયગાળામાં માસિક સરેરાશ ૩,૫૨ રૂપિયા પ્રતિ યુનિટ સુધીના ઉંચા દરે વીજળી ખરીદવામાં આવી છે. આમ સરકારે સ્વીકાર્યું કે અદાણી પાવર લિ . પાસેથી વિજળી ખરીદીના કરાર થયેલ હોવા છતાં ઉંચા દર ચુકવવામાં આવે છે.

    રાજ્યમાં ગુજરાત સ્ટેટ ઈલેકિટ્રસિટી કોર્પોરેશન લિ . હસ્તકના ૧૦ વીજ મથકોની ઉત્પાદન ક્ષમતાની સામે સને ૨૦૨૦ માં માત્ર ૧૪.૪૧ % થી ૬૫.૨૪ % સુધી અને ૨૦૨૧ માં ૧૦.૬૧ % થી ૫૮.૯૧ % જ ચલાવવામાં આવે છે . જ્યારે રાજ્ય સરકાર હસ્તકના સ્વતંત્ર ૫ – વીજ મથકોની ઉત્પાદન ક્ષમતાની સામે સને ૨૦૨૦ માં માત્ર ૧૯.૧૪ % થી ૭૪.૦૩ % સુધી અને ૨૦૨૧ માં ૩.૦૧ % થી ૭૦.૭૦ % જ ચલાવવામાં આવે છે . સરકાર હસ્તકના વીજ મથકો પુરી ક્ષમતા સાથે ન ચલાવીને ટાટા , અદાણી અને એસ્સાર પાસેથી ઉંચા ભાવે વીજળી ખરીદવામાં આવે છે.

  • 23 Mar 2022 01:18 PM (IST)

    Gujarat Assembly Session Live: અમદાવાદ શહેરમાં 1792 મ્યુકરમાયકોસીસના કેસ નોંધાયા છે. જે પૈકી 220 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 1572 દર્દીઓ સાજા થયા

    Gujarat Assembly Session Live: કોરોના વોરીયર્સના આશ્રિત કુટુંબને સહાય અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી સરકારે વિધાનસભામાં રજૂ કરી હતી. જે પ્રમાણે રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન આરોગ્ય વિભાગના સંક્રમિત થયેલ ૯૪ કોરોના વોરીયર્સને સહાય ચૂકવવામાં આવેલ છે. જ્યારે ૧૪ કોરોના વોરીયર્સના આશ્રિત કુટુંબને રૂ .૭ કરોડ કરોડની રકમ ચૂકવવાની બાકી છે

    કોરોના ટેસ્ટ માટે સને ૨૦૨૦ અને ૨૦૨૧ માં આરટીપીચર ટેસ્ટ માટેની ૭૨,૦૩,૦૦૦ કીટ અને રેપીડ ટેસ્ટ માટેની ૧,૫૯,૭૦,૦૦૦ કીટ ખરીદવામાં આવી તે માટે અનુક્રમે ૨૬,૪૧,૭૮,૭૫૮ અને ૨૯૧,૪૫,૮૨,૦૦૦ રૂપિયામા ખરીદવામાં આવી છે.

    વિરમગામ ના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ના સવાલ પર રાજ્ય સરકારે જવાબ આપ્યો કે કોરોનાના પાછલા બે વર્ષમાં માત્ર અમદાવાદ શહેરમાં જ 1792 મ્યુકરમાયકોસીસના કેસ નોંધાયા છે. જે પૈકી 220 દર્દીઓના મ્યુકરમાયકોસીસ બાદ મૃત્યુ થયા છે. જ્યારે કુલ 1572 દર્દીઓ સાજા થયા છે.

  • 23 Mar 2022 01:01 PM (IST)

    Gujarat Assembly Session Live: કોરોના બાળકો અનાથ થયા હોય તેવી 27674 અરજીઓ સરકારને મળી, જેમાંથી કુલ 20970 અરજીઓ મંજુર કરાઇ

    Gujarat Assembly Session Live: કોરોનામાં અનાથ નિરાધાર થયેલ માતા કે પિતાને ગુમાવાનાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં મળેલ અરજીઓ અંગે પૂછેલ પ્રશ્નોનો વિધાનસભામાં સરકારે લેખિત જવાબ રજૂ કર્યો હતો કે કોરોનાના કારણે બાળકો અનાથ થયા હોય તેવી 27674 અરજીઓ સરકારને મળી છે, જેમાંથી કુલ 20970 અરજીઓ મંજુર કરાઇ છે. હજુ પણ 3009 અરજીઓ પડતર છે, જ્યારે 3665 અરજીઓ હજુ નામંજુર પડી છે.

    કોરોનાથી અનાનિરાધાર થયેલ માતા કે પિતાને ગુમાવનાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ માતા પિતા બંનેનું અવસાન થયેલ હોત તો બાળકને માસિક રૂ , ૪૦૦૦ / – અને માતાપિતા પૈકી કોઈ પણ એક વાલીનું અવસાન થયેલ હોય તેવા બાળકને માસિક ૩,૨૦૦૦ / -ની સહાય ચૂકવવામાં આવે છે.

    • તા.૩૧-૧૨-૨૦૨૧ સુધીમાં આ યોજના હેઠળ ૨૭,૬૩૪ અરજીઓ મળેલ છે.
    • તે પૈકી ૨૦,૯૭૦ અરજીઓ મંજૂર થયેલ છે..
    • ૩,૬૬૫ – અરજી નામંજુર થયેલ છે
    • જ્યારે ૩,૦૦૯ – અરજીઓ પડતર છે
    • સરકારે કોરોનાથી કુલ મૃત્યુ ૧૦૯૪૨ જાહેર કર્યાં છે

    પરંતુ તેની સામે માતાપિતા બંને અથવા માતા કે પિતા પૈકી એકનું અવસાન થયેલ હોય તેવા બાળકોની અરજીઓ ૨૦,૯૭૦ મંજુર કરી દીધી છે..

  • 23 Mar 2022 12:55 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજમાં 1454 જગ્યાઓ ખાલી, 2353 જગ્યાઓ સરકારી ચોપડે ભરાયેલ

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં સરકારે લેખિત જવાબ રજી કર્યો હતો કે રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજમાં 1454 જગ્યાઓ ખાલી, 2353 જગ્યાઓ સરકારી ચોપડે ભરાયેલ છે. ભરાયેલ જગ્યાઓ પૈકી ૨૧૭ કરાર આધારે જ્યારે ૧૮૦ ફિક્સ પગારથી ભરાયેલ છે. છ સરકારી મેડિકલ કોલેજમાં કુલ ૩૮૦૭ મહેકમ મંજુર થયેલ છે.

    અમદાવાદ બી જે મેડિકલ કોલેજનું 238 જગ્યાઓનું મહેકમ ખાલી છે. બી જે મેડિકલ કોલેજનું કુલ 884 મંજુર મહેકમ સામે 646 જગ્યાઓ ભરાયેલ જ્યારે 238 જગ્યાઓ ખાલી છે. ભરાયેલ 238 જગ્યાઓમાં પણ 44 કરાર આધારિત જ્યારે 54 ફિક્સ પગારની નિયુક્તિ કરાયેલ છે.

Published On - Mar 23,2022 12:52 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">