જાગૃતિ ફેલાવવા અનોખી પહેલ : આ શહેરમાં કોવિડના નિયમો સમજાવવા રસ્તા પર ઉતર્યા ખુદ ‘યમરાજ’​​

જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં, 'યમરાજ' ​​પોતે લોકોમાં કોવિડ માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ઉપરાંત અહીં શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે.

જાગૃતિ ફેલાવવા અનોખી પહેલ : આ શહેરમાં  કોવિડના નિયમો સમજાવવા રસ્તા પર ઉતર્યા ખુદ 'યમરાજ'​​
yamraj spreads awareness on covid-19 in jaipur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 6:00 PM

Rajasthan : સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોનાની (Corona Case) દહેશત જોવા મળી રહી છે.ત્યારે રાજસ્થાનમાં (Corona Case in Rajasthan) પણ કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે સરકાર દ્વારા પણ શક્ય તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.ત્રીજી લહેરના જોખમ વચ્ચે રાજસ્થાનના જયપુર શહેરમાં(Jaipur City)  અનોખી રીતે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ‘યમરાજ’ ​​પોતે જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. જી હા, તમને જાણીને આશ્વર્ય થશે,પરંતુ આ શહેરમાં લોકોને જાગૃત કરવા આ પહેલ કરવામાં આવી છે.

શેરી નાટક દ્નારા ગ્રામીણ વિસ્તારના લોકોને જાગૃત કરવાનો પ્રયાસ

આ સિવાય શેરી નાટક દ્નારા રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારના લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. નાટક દ્વારા લોકોને કોવિડની માર્ગદર્શિકાનું (Covid Guidelines) પાલન કરવા અને માસ્ક, સામાજિક અંતર જાળવવા માટે સમજાવવામાં આવે છે.રાજધાની જયપુરના મ્યુનિસિપલ હેરિટેજ કોમ્પ્લેક્સના ચોટી ચોપર, હવા મહેલ, ઘાટ ગેટ વિસ્તારોમાં કલાકારોએ જનતાની સામે પ્રદર્શન કરીને કહ્યુ હતુ કે, કોરોના લોકોને ગંભીર રીતે બીમાર કરે છે જેના કારણે લોકોને ડોક્ટર પાસે જવું પડે છે અને જો તે સમયસર ડૉક્ટર પાસે ન પહોંચે તો પછી યમરાજ તેને લેવા આવે છે. આ સાથે કલાકારોએ સંદેશ આપ્યો કે લોકોએ સામાજિક અંતરની સાથે માસ્ક પહેરીને બહાર નીકળવુ જોઈએ અને વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ.

રાજસ્થાનમાં કોરોનાનો કહેર યથાવત

બીજી તરફ રાજસ્થાનમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના (Corona) 6366 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે જયપુરમાં 2166 નવા કેસ મળી આવ્યા છે. આ સાથે મંગળવારે રાજ્યમા 4 લોકોના કોરોનાને કારણે મૃત્યુ પણ થયા હતા. જેમાં જયપુર, નાગૌર, અજમેર અને અલવરમાં એક-એક કોરોના સંક્રમિત દર્દીનો સમાવેશ થાય છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

રાજ્ય સરકારના ડેટાની વાત કરીએ તો મંગળવારે રાજ્યમાં રેકોર્ડ 73,417 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 6366 સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે હાલ રાજ્યમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 30,597 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : coronavirus in Delhi: દિલ્હીમાં કોરોનાના કેસમાં ફરી વધારો, 24 કલાકમાં 21,259 નવા કેસ આવ્યા, 23 દર્દીઓના મોત

g clip-path="url(#clip0_868_265)">