મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર યથાવત, અત્યાર સુધીમાં 481 રેસિડેન્ટ ડોક્ટર થયા કોરોના સંક્રમિત

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસની દહેશત જોવા મળી રહી છે.ત્રીજી લહેરની આંશકા વચ્ચે સૌથી વધુ કોરોના કેસ માહારાષ્ટ્ર અને દિલ્હીમાંથી સામે આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર યથાવત, અત્યાર સુધીમાં 481 રેસિડેન્ટ ડોક્ટર થયા કોરોના સંક્રમિત
481 resident doctors infected from covid 19 in maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 1:03 PM

Maharashtra Corona Update : કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે.સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્ર (Maharashtra) અને દિલ્હીમાંથી (Delhi) સામે આવી રહ્યા છે. મળતા અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 481 રેસિડેન્ટ ડોક્ટર કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સના પ્રમુખ ડૉ. અવિનાશ દહીફળે (Dr Avinash Dahiphale)જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 481 રેસિડેન્ટ ડૉક્ટર્સ કોરોના સંક્રમિત થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર

મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના (Corona Virus) ચેપના 34,424 નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના અધિકારીએ(Health Department)  જણાવ્યું કે આ નવા કેસ નોંધાયા બાદ રાજ્યમાં કુલ કેસ વધીને 69,87,938 થઈ ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે, જેથી મૃત્યુઆંક વધીને 1,41,669 પર પહોંચ્યો છે. ઉપરાંત રાજ્યમાં ઓમિક્રોનનો(Omicron)  આંતક પણ જોવા મળી રહ્યો છે.મંગળવારે ઓમિક્રોનના 34 કેસ સામે આવતા કુલ કેસ વધીને 1281 થયા છે.

વેક્સિનેશન ન કરાવનાર માટે કાળ બન્યો કોરોના

બીજી લહેર દરમિયાન મુંબઈમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી હતી. BMC (Bombay Municipal Corporation) ના ડેટા અનુસાર, છેલ્લા 11 મહિનામાં કોરોનાથી 4,575 લોકોના મોત થયા છે. તેમાંથી 94 ટકા મૃતકો એવા છે જેમણે રસીકરણ કરાવ્યું ન હતું.જેથી વેક્સિનેશન ન કરાવનાર લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હોવાનુ સામે આવ્યુ છે.

મુંબઈની આર્થર રોડ જેલના 30 કેદીઓ કોરોના પોઝિટિવ

મંગળવારે મુંબઈની આર્થર રોડ જેલમાં 30 કેદીઓ પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં કરાયેલા કોરોના ટેસ્ટિંગમાં આ કેદીઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.જેને હાલમાં જેલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.ત્યારે હાલ રાજ્યમાં કોરોના વધતા કેસે તંત્રની ચિંતા વધારી છે.

નાગપુરના 25 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ કર્મીઓ પર કોરોનાનુ ગ્રહણ લાગ્યુ છે. ત્યારે નાગપુરમાં પણ 25 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાના સમચાર મળી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં મળી આવેલા આ પોલીસકર્મીઓમાંથી 5 વરિષ્ઠ અધિકારીઓ છે.

આ પણ વાંચો : Coronavirus In Maharashtra: મહારાષ્ટ્ર માટે બીજા દિવસે પણ રાહતના સમાચાર, નવા કેસ 35 હજારથી ઓછા અને 22 લોકોના મોત

g clip-path="url(#clip0_868_265)">