શું છે ઓમિક્રોનનું સબવેરિયન્ટ BF.7, જાણો આ ખતરનાક વેરિયન્ટના લક્ષણો

|

Dec 21, 2022 | 7:33 PM

કોરોનાનું (Corona Virus) ઓમિક્રોન સબ-વેરિયન્ટ ચીનમાં તબાહી મચાવી રહ્યું છે. દુનિયાભરમાં કોવિડના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે પણ તમામ રાજ્યોની એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે જ અમેરિકાએ પણ આ વિશે ચિંતા વ્યક્ત કરી છે. જાણો શું છે ઓમિક્રોનનું સબવેરિયન્ટ BF.7, જેના કારણે દુનિયાભરના દેશો એલર્ટ મોડ પર છે.

શું છે ઓમિક્રોનનું સબવેરિયન્ટ BF.7, જાણો આ ખતરનાક વેરિયન્ટના લક્ષણો
Corona Virus

Follow us on

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલી કોરોના વાયરસની મહામારીએ નવા વર્ષ પહેલા ચીનમાં ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે અને ત્યાંની સ્થિતિ બેકાબૂ જોવા મળી રહી છે. દુનિયાભરમાં કોવિડ-19નો પ્રકોપ વધવાના સંકેતો મળતા જ ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે. ભારત સરકારે મંગળવારે તમામ રાજ્યોને કોરોના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન આપવા માટે નિર્દેશ આપ્યો છે.

રિપોર્ટ્સ મુજબ કોવિડ ઝીરો પોલિસી હટાવ્યા બાદ ચીનમાં કોરોનાની હાલત બેકાબૂ છે. ઘણા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનમાં હોસ્પિટલોની બહાર લાંબી લાઈનો લાગી રહી છે. ચાલો જાણીએ કે શું છે ઓમિક્રોનનું સબવેરિયન્ટ BF.7 જે ચીનમાં હાહાકાર મચાવી રહ્યું છે. તે કેટલું ખતરનાક છે અને તેના લક્ષણો શું છે.

શું છે ઓમિક્રોનનું સબવેરિયન્ટ BF.7

કોવિડ -19ની ઉત્પત્તિ પછી વર્ષ 2021માં તેના ઘણા સબવેરિયન્ટ વિકસિત થયા. આવા સબવેરિયન્ટ્સમાંથી એક BF.7 છે જે ચેપને ખૂબ જ ઝડપથી ફેલાવવામાં સક્ષમ છે.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

રિપોર્ટ મુજબ ઓમિક્રોનનું સબવેરિયન્ટ BF.7 છે, જે ચીનમાં તબાહી મચાવી રહ્યું છે, જેના કારણે દેશની ઓફિસો અને જાહેર સ્થળો સુમસામ થઈ ગયા છે. આ સાથે જ હોસ્પિટલમાં ફરી એકવાર દર્દીઓની લાંબી લાઈનો લાગી ગઈ છે.

લાઈવ સાયન્સના રિપોર્ટ મુજબ BF.7 સબવેરિયન્ટ BA.5.2.1.7 નું શોર્ટ ફોર્મ છે. BA.5.2.1.7, BA.5. નું ઉપ વંશ છે. એવું માનવામાં આવે છે કે BF.7 સબવેરિયન્ટ, BA.1 અને BA.2 જેવા ઓમિક્રોનના અન્ય સબવેરિયન્ટ્સ કરતાં વધુ ઝડપથી ચેપ ફેલાવવામાં સક્ષમ છે.

ઝડપથી ફેલાય છે આ વેરિયન્ટ

બેઈજિંગની Xiaotangshan હોસ્પિટલના તબીબી નિષ્ણાત લી ટોંગઝેંગે ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું છે કે આ વેરિયન્ટમાં ઈમ્યૂન સિસ્ટમથી બચવાની ઉચ્ચ ક્ષમતા પણ છે. જ્યારે કોરોનાનો આ સબવેરિયન્ટ હુમલો કરે છે, ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ તેને શરીરમાં ફેલાતા રોકી શકતી નથી. મેડિકલ એક્સપર્ટે કહ્યું છે કે BF.7નો સંક્રમણ કાળ ખૂબ જ ટૂંકો હોય છે એટલે કે તે ખૂબ જ ઓછા સમયમાં કોઈપણ વ્યક્તિને ચેપ લગાડે છે અને તેનો ચેપ દર પણ ઝડપી હોય છે, તેથી ચીનમાં કોરોનાના કેસ અચાનક જ ઝડપથી વધી રહ્યા છે.

આર ફેક્ટર પણ વધુ

લી ટોંગઝેંગે કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટમાં જ્યાં આર ફેક્ટર (પ્રજનન સંખ્યા) લગભગ 5થી 6 છે, જ્યારે ઓમિક્રોન BF.7માં R ફેક્ટર 10થી વધુ છે. આર ફેક્ટરનો અર્થ છે કે એક વ્યક્તિ કેટલા વધુ લોકોને ચેપ લગાવી શકે છે. ડેલ્ટા વેરિયન્ટમાં આ સંખ્યા 5થી 6 છે. જ્યારે Omicron ના BF.7માં આ સંખ્યા 10થી 18 છે.

શું છે લક્ષણ

કોરોનાના ઓમિક્રોન BF.7 સબ-વેરિયન્ટથી સંક્રમિત થયા પછી લક્ષણો અન્ય વેરિયન્ટ જેવા જ છે. આમાં દર્દીઓમાં માત્ર ઉધરસ, ગળામાં દુખાવો, તાવ, થાક, નાકમાંથી પાણી વહેવું, ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. કેટલીકવાર આનાથી સંક્રમિત વ્યક્તિમાં કોઈ લક્ષણો હોતા નથી, એટલે કે તે અસિમ્પટમેટિક હોય છે. જેના કારણે વાયરસ ફેલાવાનો વધુ ભય છે.

કેટલાક આરોગ્ય નિષ્ણાતોનું અનુમાન છે કે આગામી મહિનાઓમાં ચીનના 60% અને દુનિયાની 10% વસ્તી સંક્રમિત થઈ શકે છે. મહામારીના નિષ્ણાત એરિક ફિગલ ડિંગે આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાની આ લહેરમાં 10 લાખથી વધુ લોકોને પોતાની ઝપેટમાં લઈ શકે છે.

ભારત સરકાર એલર્ટ મોડ પર

દુનિયાભરમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા આરોગ્ય સચિવ રાજીવ ભૂષણે મંગળવારે NCDC અને ICMRને પત્ર લખ્યો છે. સરકારે કહ્યું છે કે કોવિડના નવા વેરિયન્ટને ઓળખવા માટે જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે. સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોને સૂચના પણ આપી છે કે તમામ રાજ્યોએ કોરોના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન આપવું જોઈએ.

Published On - 6:01 pm, Wed, 21 December 22

Next Article