CORONA : “ધરતી પરના ભગવાન”ની સંખ્યા ઘટી રહી છે, 420 તબીબોના મોતનો IMAએ કર્યો ખુલાસો

CORONA : ભારતમાં કોરોનાની બીજી લહેર કેટલી ખતરનાક છે, તેનો તમે અંદાજ લગાવી શકો છો કે દેશમાં અત્યાર સુધીમાં 400 થી વધુ ડોકટરોના કોરોનાના કારણે મોત થયા છે.

CORONA : ધરતી પરના ભગવાનની સંખ્યા ઘટી રહી છે, 420 તબીબોના મોતનો IMAએ કર્યો ખુલાસો
ફાઇલ
Follow Us:
| Updated on: May 22, 2021 | 12:25 PM

CORONA : ભારતમાં કોરોનાની બીજી લહેર કેટલી ખતરનાક છે, તેનો તમે અંદાજ લગાવી શકો છો કે દેશમાં અત્યાર સુધીમાં 400 થી વધુ ડોકટરોના કોરોનાના કારણે મોત થયા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ડોકટરોના મોત થયા છે.

પ્રસિદ્ધ ન્યૂઝ એજન્સી એએનઆઈએ આઈએમએને ટાંકીને એક ડેટા જાહેર કર્યો છે. કોરોના રોગચાળા દ્વારા અત્યાર સુધીમાં 420 ડોકટરોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધારે દિલ્હીમાં 100 ડોકટરો કોરોનાના ચેપથી મરી ગયા છે.

દેશમાં સતત ચાલુ રહેલી આરોગ્ય વ્યવસ્થા અને ડોકટરોની અછત વચ્ચે આ આંકડા સરકારને ચોક્કસપણે અસ્વસ્થ કરી શકે છે. ભૂતકાળમાં બહાર પાડવામાં આવેલા આંકડામાં, બિહાર રાજયમાં સૌથી વધારે ડોકટરોના મોત થયા હતા. તમને જણાવી દઇએ કે બિહાર રાજય પહેલેથી જ નબળા આરોગ્ય માળખા અને ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓની અછત જેવા સંકટનો સામનો કરી રહ્યું છે.

તાજેતરમાં જ બિહારના ખરાબ સ્વાસ્થ્ય સામે અવાજ ઉઠાવવા માટે ટ્વિટર પર એક અભિયાન શરૂ કરાયું હતું. આ સમય દરમિયાન, દરભંગા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડીએમસીએચ દ્વારા શેર કરેલી તસવીર રાજ્યની આરોગ્ય પ્રણાલીની પોલ ખોલવા માટે પૂરતી હતી.

હાલ દેશમાં કોરોનાની સામેની લડાઇમાં તબીબોની ભૂમિકા સૌથી મોટી છે. એવામાં તબીબોના મોત થવા દેશ માટે સૌથી મોટું સંકટ ઉભું કરી શકે છે. ત્યારે “ધરતી પરના ભગવાન” કહેવાતા તબીબોના મોત ચિંતાનું કારણ બન્યું છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">