RRB NTPC Result 2021: ટૂંક સમયમાં આવી શકે છે NTPC CBT 1 નું પરિણામ, તમે આ રીતે ચેક કરી શકશો
RRB NTPC CBT 1 Result 2021: રેલવે ભરતી બોર્ડે RRB NTPC ની પરીક્ષા અનેક તબક્કામાં હાથ ધરી હતી. હવે ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા છે.
રેલવે ભરતી બોર્ડની (RRB) NTPC પરીક્ષાના ઉમેદવારો હવે પરિણામની રાહ જોઈ રહ્યા છે. RRB NTPC પરીક્ષાનું પરિણામ જલ્દી આવી શકે છે. NTPC પરીક્ષાનું પરિણામ રેલવે ભરતી બોર્ડ દ્વારા RRB ની પ્રાદેશિક વેબસાઇટ્સ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારો તેમના પ્રદેશની RRB વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ જાણી શકશે.
પરિણામ ચેક કરવા માટે ઉમેદવારોએ અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગીન કરવું પડશે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષામાં બેસવાની તક મળશે.
બીજા તબક્કાની કમ્પ્યુટર આધારિત પરીક્ષા તમામ પોસ્ટ માટે સામાન્ય છે. જે ઉમેદવારો બીજા તબક્કાની કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં ક્વોલિફાય થાય છે તે આગળના તબક્કા માટે પાત્ર રહેશે જે દરેક પોસ્ટ માટે અલગ અલગ હોઈ શકે છે.
RRB NTPC તબક્કા 7 ની (છેલ્લો તબક્કો) પરીક્ષાઓ 23, 24, 26 અને 31 જુલાઈ 2021 ના રોજ યોજાઈ હતી. NTPC ની ભરતી દ્વારા રેલવે ભરતી બોર્ડ 35 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરશે. RRB NTPC પરીક્ષા દ્વારા 35,000 થી વધુ પોસ્ટ્સની ભરતી થવાની છે.
RRB NTPC Result 2021 આ રીતે ચેક કરી શકો છો
1. સૌ પ્રથમ ઉમેદવારોએ તેમના પ્રદેશની RRB વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
2. વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
3. હવે અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો.
4. તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
5. હવે પરિણામને ચેક કરો.
6. ભવિષ્યના સંદર્ભ માટે પરિણામની પ્રિન્ટ આઉટ લો.
RRB NTPC Salary: NTPC પગારની વિગતો
જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ – 19,900 રૂપિયા
એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ – 19,900 રૂપિયા
જુનિયર ટાઇમ કીપર – 19,900 રૂપિયા
ટ્રેન ક્લાર્ક – 19,900 રૂપિયા
કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક – 21,700 રૂપિયા
ટ્રાફિક સહાયક – 25,500 રૂપિયા
સિનિયર ટાઇમ કીપર – 29,200 રૂપિયા
સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક – 29,200 રૂપિયા
સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ – રૂ. 29,200
જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ – રૂ. 29,200
ગુડ્સ ગાર્ડ – 29,200 રૂપિયા
સ્ટેશન માસ્ટર – 35,400 રૂપિયા
કોમર્શિયલ એપ્રેન્ટિસ – 35,400 રૂપિયા
આ પણ વાંચો : SBI Admit Card: SBI એપ્રેન્ટિસ ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાયરેક્ટ લિંક પરથી આ રીતે ડાઉનલોડ કરો