AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Wage Code : કર્મચારીઓ માટે અગત્યના સમાચાર , 1 ઓક્ટોબરથી નોકરીના સમયથી લઈ પગાર સુધી આ થશે ફેરફાર, જાણો તમને શું થશે અસર

સરકાર 1 એપ્રિલ, 2021 થી નવા લેબર કોડમાં નિયમો લાગુ કરવા માંગતી હતી પરંતુ રાજ્યોની તૈયારીના અભાવે અને કંપનીઓને એચઆર પોલિસી (HR Policy)બદલવા માટે વધુ સમય આપવાને કારણે તે મુલતવી રાખવામાં આવ્યા હતા.

New Wage Code : કર્મચારીઓ માટે અગત્યના સમાચાર , 1 ઓક્ટોબરથી નોકરીના સમયથી લઈ પગાર સુધી આ થશે ફેરફાર, જાણો તમને શું થશે અસર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 9:15 AM
Share

આગામી મહિને ઓક્ટોબર 2021થી નોકરી કરતા લોકો માટે મોટો ફેરફાર થવાનો છે. મોદી સરકાર 1 ઓક્ટોબરથી શ્રમ કાયદા (New Wage Code) ના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. જો આ નિયમ લાગુ કરવામાં આવે તો 1 ઓક્ટોબરથી તમારા કાર્યાલયનો સમય વધશે. નવા શ્રમ કાયદામાં કહેવામાં આવ્યું છે કે 12 કલાક કામ કરો. આ સિવાય તમારા હાથમાં પગાર પણ આ કાયદાથી પ્રભાવિત થશે. જાણો નવા લેબર કોડ તમારા પર શું અસર કરી શકે છે.

પગાર સંબંધિત મહત્વના નિયમો 1 ઓક્ટોબરથી બદલાશે સરકાર 1 એપ્રિલ, 2021 થી નવા લેબર કોડમાં નિયમો લાગુ કરવા માંગતી હતી પરંતુ રાજ્યોની તૈયારીના અભાવે અને કંપનીઓને એચઆર પોલિસી (HR Policy)બદલવા માટે વધુ સમય આપવાને કારણે તે મુલતવી રાખવામાં આવ્યા હતા. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર 1 જુલાઈથી શ્રમ સંહિતાના નિયમોને સૂચિત કરવા માંગતી હતી પરંતુ રાજ્યોએ આ નિયમોના અમલ માટે વધુ સમય માંગ્યો હતો જેના કારણે તેમને 1 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા.

હવે શ્રમ મંત્રાલય અને મોદી સરકાર 1 ઓક્ટોબર સુધીમાં શ્રમ સંહિતાના નિયમોને સૂચિત કરવા માંગે છે. ઓગસ્ટ 2019 ના રોજ સંસદે ત્રણ શ્રમ સંહિતા, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, કામની સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ અને સામાજિક સુરક્ષા સંબંધિત નિયમો બદલ્યા છે. આ નિયમો સપ્ટેમ્બર 2020 ના રોજ પસાર કરવામાં આવ્યા હતા.

12 કલાકની નોકરી નવા ડ્રાફ્ટ કાયદામાં કામના મહત્તમ કલાકો વધારીને 12 કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, મજૂર સંગઠનો 12 કલાકની નોકરીનો વિરોધ કરી રહ્યા છે. કોડના ડ્રાફ્ટ નિયમોમાં 15 થી 30 મિનિટ સુધી વધારાના સમયની ગણતરી કરીને ઓવરટાઇમમાં 30 મિનિટ સુધીના વધારાના કામનો સમાવેશ કરવાની જોગવાઇ છે. વર્તમાન નિયમ હેઠળ, 30 મિનિટથી ઓછો સમય ઓવરટાઇમને પાત્ર ગણવામાં આવતો નથી. ડ્રાફ્ટ નિયમો કોઈપણ કર્મચારીને 5 કલાકથી વધુ સમય સુધી સતત કામ કરવાની મનાઈ ફરમાવે છે. કર્મચારીઓએ દર પાંચ કલાક બાદ અડધો કલાકનો આરામ આપવો પડશે.

પગાર ઘટશે અને પીએફ વધશે નવા ડ્રાફ્ટ નિયમ મુજબ, બેઝિક કુલ પગારના 50% અથવા વધુ હોવો જોઈએ. આનાથી મોટાભાગના કર્મચારીઓના પગારનું માળખું બદલાશે. મૂળભૂત પગારમાં વધારા સાથે, પીએફ અને ગ્રેચ્યુઇટી માટે કાપવામાં આવેલી રકમમાં વધારો થશે કારણ કે આમાં નાણાં મૂળ પગારના પ્રમાણમાં છે. જો આવું થાય તો તમારા ઘરે આવતો પગાર ઘટશે નિવૃત્તિ પર મળતા પીએફ અને ગ્રેચ્યુટી નાણાં વધશે.

આ પણ વાંચો :  નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર, SBI અનુસાર નાણાકીય વર્ષ 2022 માં 50 લાખ લોકોને નોકરી મળવાની અપેક્ષા

આ પણ વાંચો :  PNB લાવી ખુશખબર : હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે , જાણો કઈ રીતે

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">