Quota in Medical PG Admission: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! મેડિકલ પીજી એડમિશનમાં મળશે 25% રિઝર્વેશન, માત્ર એક શરત પૂરી કરવી પડશે

|

Apr 29, 2022 | 1:00 PM

PG Admission Quota: મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે કે, જે ડોકટરો ગ્રામીણ અથવા આદિવાસી વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે તેમને પીજી કોર્સમાં પ્રવેશ માટે 25 ટકા ક્વોટાનો લાભ મળશે.

Quota in Medical PG Admission: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! મેડિકલ પીજી એડમિશનમાં મળશે 25% રિઝર્વેશન, માત્ર એક શરત પૂરી કરવી પડશે
પ્રતિકાત્મક તસવીર
Image Credit source: Image Credit Source: Pexels

Follow us on

PG Medical Seats Admission: મહારાષ્ટ્ર સરકારે હાલમાં સેવા આપતા ડોકટરો માટે પીજી મેડિકલ સીટ એડમિશનમાં 25 ટકા ક્વોટાને મંજૂરી આપી છે. આ ક્વોટા હેઠળ પીજી કોર્સમાં પ્રવેશ લેવા માંગતા ઉમેદવારોએ તેમના ડિગ્રી કોર્સ પછી ત્રણ વર્ષ સુધી ગ્રામીણ અને આદિજાતિ જાહેર આરોગ્ય સુવિધા કેન્દ્રમાં સેવા આપવાની શરત પૂરી કરવી ફરજિયાત છે. આ નવા નિર્ણયથી પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટને આશા છે કે, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં રહેતા દર્દીઓ નિષ્ણાતો પાસેથી તબીબી સુવિધાઓ મેળવી શકશે. મહારાષ્ટ્રના (Maharashtra) જાહેર આરોગ્ય વિભાગ અને તબીબી શિક્ષણ વિભાગે બુધવારે એક સંયુક્ત બેઠકમાં આ નિર્ણય લીધો છે.

આ બેઠકની અધ્યક્ષતા નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કરી હતી. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ટ્વીટ કરીને માહિતી આપી, ‘આ નિર્ણયને કારણે દર્દીઓ આગામી 10 વર્ષમાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં નિષ્ણાત સેવાઓ મેળવી શકશે.’ મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું, ‘એમબીબીએસ ડિગ્રી પૂર્ણ કર્યા પછી, ઉમેદવારો ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ત્રણ વર્ષ સેવા આપી હોય તેઓ આ શ્રેણી હેઠળ નોંધણી કરાવી શકે છે.

30 ટકા પ્રોત્સાહન પણ મળશે

અધિકારીએ કહ્યું કે, પ્રોત્સાહનો સિવાય સેવા સંબંધિત લાભો પહેલાથી જ ડોકટરોને મળી રહ્યા છે. સરકારી સુવિધા કેન્દ્રોમાં કામ કરતા ડોકટરોને તેમના NEET PG સ્કોરમાં મહત્તમ 30 ટકા માર્કસ મળશે. પરંતુ આ પ્રોત્સાહન ઇન-સર્વિસ ક્વોટાના ભાગ રૂપે અનામત બેઠકોના 25 ટકા માટે જ માન્ય રહેશે. મેડિકલ એજ્યુકેશન કાઉન્સેલરે કહ્યું, ઇન-સર્વિસ ક્વોટા 2018 પહેલા પણ હતો. જો કે, પીજી ડિપ્લોમા કોર્સને એમડીએમએસ ડિગ્રી કોર્સમાં રૂપાંતર કર્યા પછી આ આરક્ષણ નાબૂદ કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

ઓપન કેટેગરી માટે નુકસાન?

આ સાથે, પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે માત્ર માર્કસના પ્રોત્સાહનોને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી સરકારી કેન્દ્રોમાં કામ કરતા ડોક્ટરોને રાહત મળશે. પરંતુ સીધા 25 ટકા ક્વોટા આપવાથી વધુ છે. જોકે કેટલાક લોકો આ નિર્ણયનો વિરોધ પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આનાથી ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સીટોની ઉપલબ્ધતામાં ઘટાડો થશે. તેથી આવી સ્થિતિમાં, તેમની સેવા પ્રદાન કરવા માટે પ્રોત્સાહનને મંજૂર કરવું વધુ સારું છે.

આ પણ વાંચો: Career in Museology: શું છે મ્યુઝિયોલોજી? ધોરણ 12 પછી કેવી રીતે બનાવવી કારકિર્દી? ક્યાં મળશે નોકરી, કેટલો પગાર, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ISRO Recruitment 2022: ISROમાં જુનિયર રિસર્ચ ફેલો, રિસર્ચ એસોસિયેટ સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article