ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંક સિલેક્શન (IBPS) એ ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી માટે લેવાયેલી પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષાનું પરિણામ તેની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા (Exam) આપી હતી તેઓ પરિણામ ચકાસી શકે છે. પરિણામ ચકાસવા માટે, નોંધણી નંબર અને જન્મ તારીખની જરૂર પડશે.
IBPS RB ક્લાર્કની પ્રારંભિક પરીક્ષા ઓગસ્ટમાં લેવામાં આવી હતી. હવે પ્રિલિમ પાસ કરનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસશે. મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં જ લેવામાં આવશે. મેન્સ પરીક્ષાનું સમયપત્રક વેબસાઈટ પર જોઈ શકાશે. તમે નીચે આપેલા પગલાંને અનુસરીને પ્રિલિમ્સનું પરિણામ ચકાસી શકો છો.
1. ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાઓ.
2. ઉમેદવારો RRBs (CRP RRBBs XII) પર ગ્રુપ ‘B’- ઓફિસ સહાયકોની ભરતી માટે તેના હોમ પેજ પરની રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
3. ઉમેદવાર નોંધણી નંબર, રોલ નંબર અથવા પાસવર્ડ દાખલ કરો.
4. ત્યારબાદ તમારી સ્ક્રીન પર IBPS RRB ક્લાર્ક 2023 નું પરિણામ દેખાશે.
5. ઉમેદવારો રોલ નંબરના આધારે તેમનું પરિણામ ચેક કરી પ્રિન્ટ આઉટ લઈ શકે છે.
તમને જણાવી દઈએ કે IBPS ક્લાર્ક મુખ્ય પરીક્ષામાં 190 પ્રશ્નો હશે અને મહત્તમ 200 ગુણ હશે. પરીક્ષાની સમય મર્યાદા 2 કલાકની રહેશે. સામાન્ય/નાણાકીય જાગૃતિ. આ વિષયમાં કુલ 50 પ્રશ્નો હશે. આ માટે 50 માર્કસ ફાળવવામાં આવ્યા છે. પરીક્ષાની સમય મર્યાદા 35 મિનિટ રાખવામાં આવી છે.
સામાન્ય અંગ્રેજી વિષય માટેની પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી ભાષા હશે. આ વિષય માટે કુલ 40 પ્રશ્નો હશે અને વધુમાં વધુ 40 માર્કસ છે. તેમજ આ પરીક્ષા માટે 35 મિનિટ રાખવામાં આવી છે. આ પછી, રિઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ વિષયની પરીક્ષામાં કુલ 50 પ્રશ્નો હશે, જે ઉમેદવારોએ 45 મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે. વિષય માટે 60 માર્કસ નક્કી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Metro Rail Jobs: આ રાજ્યની મેટ્રો રેલમાં બમ્પર વેકેન્સી, ગ્રેજ્યુએટને મળશે 1 લાખ રૂપિયાથી વધુ પગાર
ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ વિષયની પરીક્ષામાં કુલ 50 પ્રશ્નો હશે અને મહત્તમ ગુણ 50 નક્કી કરવામાં આવ્યા છે. આ પરીક્ષા પૂર્ણ કરવા માટે નિર્ધારિત સમય મર્યાદા 45 મિનિટ છે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના જુઓ.