AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChatGPT અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આપશે કરોડોના પેકેજ, આ જોબની માંગમાં થશે વધારો

ChatGPT News : ChatGPT ના કારણે લોકો તેમની નોકરી ગુમાવવાનો ડર અનુભવે છે પરંતુ તેના કારણે નોકરીનું નવું ફિલ્ડ પણ તૈયાર થઈ રહ્યું છે, જ્યાં મોટો પગાર મળી રહ્યો છે.

ChatGPT અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આપશે કરોડોના પેકેજ, આ જોબની માંગમાં થશે વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 12:51 PM
Share

ChatGPT : વિશ્વભરમાં ChatGPT જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સના ઉદભવને કારણે લોકોમાં નોકરીઓ ગુમાવવાનો ભય છે. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે ChatGPT જેવા AI ટૂલ્સ પણ ઉચ્ચ પગારવાળી નોકરીઓ મેળવવામાં મદદ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દિવસોમાં AIના વધતા પ્રભાવ વચ્ચે Prompt Engineersની માંગ વધી છે. એન્જિનિયરિંગના આ ફિલ્ડમાં કામ કરતા લોકોને વાર્ષિક 2 કરોડ રૂપિયા સુધીનું પેકેજ મળી રહ્યું છે.

આ પણ વાંચો : Har kam Desh Ke Nam: સંરક્ષણ મંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપનની એપ્લિકેશનનો પ્રારંભ કર્યો

અહીં સૌથી સારી બાબત એ છે કે પ્રોમ્પ્ટ એન્જિનિયર તરીકે કામ કરવા માટે તમારે ટેકનોલોજી બેકગ્રાઉન્ડમાંથી હોવું જરૂરી નથી. ટેક ઈન્ડસ્ટ્રીઝ હંમેશા એવી ઈન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખાય છે જે ઉચ્ચ પગારવાળી નોકરીઓ પેદા કરે છે. પરંતુ સામાન્ય રીતે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના બેકગ્રાઉન્ડમાંથી આવતા લોકોને જ આ ફિલ્ડમાં નોકરી મળે છે. જો કે, ChatGPT અને તેના વિવિધ મોડ્સ, જેમ કે GPT4ના ઉદય સાથે એન્જિનિયરોનું નવું ફિલ્ડ ઉભરી આવ્યું છે.

તમને કેટલો પગાર મળશે?

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ પ્રોમ્પ્ટ એન્જિનિયર એ એઆઈ ટૂલ્સના ઉદભવમાંથી જન્મેલી નોકરીની નવી ભૂમિકા છે. આ જોબની સૌથી મોટી વાત એ છે કે આ પોસ્ટ પર કામ કરતા લોકોને 3,35,000 ડોલર એટલે કે લગભગ 2.75 કરોડ રૂપિયા વાર્ષિક પગાર મળી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોનો ઝુકાવ પણ આ તરફ જોવા મળી રહ્યો છે. આ ક્ષેત્રમાં કામ કરવા માટે વધુને વધુ લોકો કોમ્પ્યુટર સાયન્સ અથવા સંબંધિત ક્ષેત્રોનો અભ્યાસ કરી રહ્યા છે.

પ્રોમ્પ્ટ એન્જિનિયર્સ શું કરે છે?

પ્રોમ્પ્ટ એન્જિનિયરનું કામ એઆઈ ટૂલ્સ અને ચેટબોટ્સ માટે પ્રશ્નો લખવાનું છે. સામાન્ય રીતે તે પ્રશ્નો લખવામાં આવે છે, જેનો જવાબ AI એ આપવાનો હોય છે. તેનો હેતુ એઆઈનું પરીક્ષણ અને સુધારો કરવાનો છે. સારી કોડિંગ ભાષા અને એનાલિસ્ટ સ્કિલ ધરાવતા લોકો પ્રોમ્પ્ટ એન્જિનિયર તરીકે કામ કરી શકે છે. આ માટે તેઓ સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી હોય તે જરૂરી નથી.

હાલમાં પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ ટેક ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ લોકપ્રિય છે પરંતુ નિષ્ણાંતો કહે છે કે તેઓ આ કામ લાંબો સમય ચાલશે તેવી આશા રાખતા નથી. ઘણા લોકોને લાગે છે કે આ જોબ જેટલી ઝડપથી લોકપ્રિય થઈ રહી છે, તેટલી ઝડપથી તે બજારમાંથી અદૃશ્ય થઈ જશે.

એજ્યુકેશન, કરિયર, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો.

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">