જામનગરમાં સૈનિક સ્કૂલ બાલાચડીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબનું ઉદ્ઘઘાટન કરાયું
આ તકે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા બ્રિગેડર પી.કે. શર્માએવિદ્યાર્થીઓના જીવનમાં શિસ્તના મહત્વ પર પ્રકાશ પાડ્યો જે સૈનિક સ્કૂલનું અભિન્ન અંગ છે. તેમણે કહ્યું કે સંરક્ષણ ગણવેશને જે આદર મળે છેતે અન્ય જગ્યાએ નથી મળતો.
21 ઓક્ટોબર 2021ના રોજ સતીશ સિંહ, સંયુક્ત સચિવ (બી.આર.ઓ.&સેરિમોનીયલ) અને માનદ સચિવ, સૈનિક સ્કૂલ સોસાયટી, સંરક્ષણ મંત્રાલય, નવી દિલ્હી તથા બ્રિગેડીયર (ડૉ) પી.કે.શર્મા, નિરીક્ષક અધિકારી, સૈનિક સ્કૂલ સોસાયટીએ સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરની મુલાકાત લીધી.
સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દર સિંહ દ્વારા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમન પર, મુખ્ય અતિથિ સતીશ સિંહે, શૌર્ય સ્તંભ – શહીદોના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને બાદમાં તેમને સ્કૂલ અને તેની આસપાસના વિસ્તારથી સેન્ડ મોડેલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ સતીશ સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આ પ્રસંગે સૈનિક સ્કૂલ્સ સોસાયટીના નિરીક્ષક અધિકારી, બ્રિગેડિયર (ડૉ) પી.કે. શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દર સિંહે સ્વાગત પ્રવચન રજૂ કર્યું હતું. તેમણે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ કિરીટ પ્રહલાદભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે સ્કૂલની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લેબ માટે 32 કોમ્પ્યુટરનું દાન કર્યું હતું. તેમણે સૈનિક સ્કૂલ બાલાચડીના પૂર્વ વિદ્યાર્થીઅને તેમના મોટા ભાઈ કર્નલ હરેશ પ્રહલાદભાઈ પટેલ, (એસ.એમ)ની યાદમાં આ કમ્પ્યૂટર આપ્યા હતા.
આ ખાસ દિવસે મુખ્ય અતિથિએ સ્કૂલ મેગેઝિન “સંદેશક” 2020-21ની પ્રથમ ડિજિટલ આવૃત્તિનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિએ પોતાના વ્યાખ્યાનમાં સૈનિક સ્કૂલના વિદ્યાર્થી હોવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કારણ કે સૈનિક સ્કૂલમાં આપવામાં આવતી તાલીમ અને શિક્ષણ વિદ્યાર્થીઓને જીવનમાં તથા કારકિર્દીમાં આગળ વધવા મદદ કરે છે. તેમણે કહ્યું કે આજે પણ હું એ શિક્ષકોને યાદ કરું છે જેમણે મને સૈનિક સ્કૂલ રીવામાં ભણાવ્યો હતો અને તે મૂલ્યો અને તાલીમ જીવનમાં સફળ થવા મદદરૂપ થઈ હતી. તેમણે એન.ડી.એ.માં સ્કૂલના મહત્તમ વિદ્યાર્થીઓએ પ્રવેશ મળેવ્યો તે માટે અધિકારીઓ સહિત તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.
આ તકે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા બ્રિગેડર પી.કે. શર્માએવિદ્યાર્થીઓના જીવનમાં શિસ્તના મહત્વ પર પ્રકાશ પાડ્યો જે સૈનિક સ્કૂલનું અભિન્ન અંગ છે. તેમણે કહ્યું કે સંરક્ષણ ગણવેશને જે આદર મળે છેતે અન્ય જગ્યાએ નથી મળતો. તેમણે કેડેટ્સને સંરક્ષણ દળોમાં જોડાવવા અને રાષ્ટ્રની સેવા કરવા માટે પણ પ્રેરિત કર્યા.
સૈનિક સ્કૂલ બાલાચડીના ઉપાચાર્ય લેફ્ટીનન્ટ કમાન્ડર મનુ અરોરાએ ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો.અંતમાં તેઓ કેમ્પસ રાઉન્ડ પર ગયા હતા. જેમાં તેમણે સરદાર પટેલ સદન, લિડર્સ ગેલરી વગેરે સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.