કોરોનાએ સામાન્ય લોકોના જીવન પર ભરડો લીધો છે. મહામારીમાં બીમારીએ હંફાવ્યા છે તો આર્થિક તંગીએ કમર તોડી છે. ઘણા લોકોના ધંધા ઠપ પડ્યા છે તો ઘણા નોકરીથી હાથ ધોઈ બેઠા છે. આવામાં EMI અને ક્રેડીટ કાર્ડના બીલ માથે રાક્ષસ બનીને નાચતા હોય છે. આર્થિક મુશ્કેલીના કારણે ઘણીવાર તમને ક્રેડીટ કાર્ડના બીલ ચુકવવામાં અસમર્થ રહો છો. આવામાં ઘણા લોકો પોતાની વ્યથા સોશિયલ મીડિયામાં પણ શેર કરે છે. જેમાં દાવો કરવામાં આવે છે કે ક્રેડીટ કાર્ડના બીલ વસુલવાના નામે ગ્રાહકો સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે.
આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે ક્રેડિટ કાર્ડનું બિલ નહીં ભરવાની સ્થિતિમાં એજન્ટો રિકવરીના નામે શું કોઈપણ પદ્ધતિનો આશરો લઈ શકે છે? કે ક્રેડિટ કાર્ડનું બિલ મર્યાદામાં ચૂકવવાનું કહી શકાય કે નહીં? ઉપરાંત આવી સ્થિતિમાં તમારા અધિકારો શું છે અને જો તમે બિલ ચૂકવવા સક્ષમ ન હોવ તો તમે શું કરી શકો છો.
ક્રેડીટ કાર્ડનું બીલ ના ચૂકવ્યું તો?
જો ગ્રાહક સમયસર બિલ ચૂકવવા સક્ષમ ન હોય તો બેંક તેની સામે ઘણી રીતે કાર્યવાહી કરી શકે છે. વળી બેંક ગ્રાહક સામે કાનૂની રીતે ફરિયાદ પણ નોંધાવી શકે છે અને તમારે કોર્ટમાં પણ જવું પડી શકે છે. આવી સ્થિતિમાં તમને પહેલા ડિફોલ્ટર જાહેર કરવામાં આવે છે અને ક્રેડિટ કાર્ડને પણ બ્લોક કરી દેવામાં આવે છે.
આ પછી પણ જો બિલ ચૂકવવામાં નથી આવતું તો બેંક રિકવરી એજન્ટને તમારા ઘરે પણ મોકલી શકે છે. અને કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે. આ ઉપરાંત આ સમગ્ર પ્રક્રિયામાં તમારા CIBIL સ્કોર પર પણ ઘણી અસર પડી શકે છે.
તમારા પાસે છે કયા અધિકાર?
સૌથી પહેલા તમે બિલ બાકી હોવાની સ્થિતિમાં તમે ન્યૂનતમ ચૂકવણી કરી શકો છો. જો તમે આ પણ કરવામાં અસમર્થ છો તો તમારે કસ્ટમર કેરમાં વાત કરવી જોઈએ. આ પછી તમને કોઈ વિકલ્પ અથવા સમય આપવામાં આવી શકે છે અને તમને સરળતાથી ચૂકવણી કરવાનો સમય મળે છે.
આ વાત જાણી લો કે જો બીલ ના ચૂકવી શકો તો કોઈ કર્મચારી તમને ધમકાવી શકે નહીં. અને ના તમને શારીરિક નુકસાન પહોંચાડી શકે છે. તમારી સાથે ખોટો વ્યવહાર પણ તેઓ કરી શકે નહીં.
બની શકે કે ઉઘરાણી માટે તે થર્ડ પાર્ટીને તમારી પાસે મોકલે. પરંતુ તેઓ માત્ર તમને ચૂકવણી કરવાનું જ કહી શકે છે. કોઈ નુકશાન પહોંચાડી શકે નહીં.
ઉઘરાણી માટે આ લોકો માત્ર દિવસમાં જ આવી શકે છે. તેઓ રાત્રે તમારા ઘરે કે તમારી પાસે આવી શકે નહીં. તેમની પણ કામ કરવાની કેટલીક હદ હોય છે.
જો તમે હપ્તો નથી ચૂકવી શકતા તો પહેલા બેંક કેટલીક નોટીસ મોકલશે. અને નોટીસમાં લોન ચૂકવવા ટાઈમ આપવામાં આવે છે. રીકવરી એજન્ટ પણ નાણા ચૂકવવા માટે કેટલાક દિવસનો સમય આપે છે. ત્યાર બાદ કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. જો કે લોન માટે સંપતિ ગીરવે રાખવામાં આવે છે તેની હરાજી કરીને બેંક પોતાના પૈસા તેમાંથી વસુલી શકે છે. એટલું જ નહીં ટે ઉપરના પૈસા તમને પાછા પણ આપે છે.
આ પણ વાંચો: જો પરિવારમાં સભ્યોને વેક્સિન લેવાની બાકી હોય, ત્યારે કેવી રીતે રાખશો તેમનું ધ્યાન?
આ પણ વાંચો: ભારતીય કુર્તીને 2.5 લાખમાં વેચી રહી છે આ કંપની, લોકોએ મજેદાર કોમેન્ટ કરીને ઉડાવી મજાક, વાંચો