AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોન લીધા વગર ઘર-ગાડી ખરીદવી છે ? બચતનો આ રસ્તો તમને અપાવશે તમારી મનપસંદ વસ્તુ

લોન પર ઘર કે ગાડી ખરીદવી એ આર્થિક રીતે નુકસાનનો સોદો સાબિત થઈ શકે છે. જો તમે આગામી વર્ષોમાં મોટી ખરીદીનું આયોજન કરી રહ્યા છો, તો મ્યુચ્યુઅલ ફંડની આ ખાસ ગણતરી સમજી લો.

લોન લીધા વગર ઘર-ગાડી ખરીદવી છે ? બચતનો આ રસ્તો તમને અપાવશે તમારી મનપસંદ વસ્તુ
મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા રોકાણ કરવું એ આજે ​​રોકાણની સૌથી લોકપ્રિય પદ્ધતિ બની ગઈ છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે નાની રકમથી રોકાણ શરૂ કરી શકો છો અને સમય જતાં નોંધપાત્ર ભંડોળ બનાવી શકો છો. આ જ કારણ છે કે લાખો લોકો હાલમાં ₹500, ₹1,000 અથવા તેથી વધુની માસિક SIP ચલાવી રહ્યા છે. પરિણામે, ઘણા રોકાણકારોના મનમાં વારંવાર એક પ્રશ્ન ઉદ્ભવે છે: જો કોઈ દર મહિને માત્ર ₹1,000 નું રોકાણ કરે, તો ₹5 લાખનું ભંડોળ એકઠું કરવામાં કેટલો સમય લાગશે? આનો જવાબ તમારા રોકાણ દ્વારા ઉત્પન્ન થતા વળતર અને રોકાણ સમયગાળાના સમયગાળા પર આધાર રાખે છે.Image Credit source: AI
| Updated on: May 25, 2026 | 7:27 PM
Share

જ્યારે પણ નવું મકાન કે નવી કાર ખરીદવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકોના મનમાં સૌથી પહેલો વિચાર બેંક લોન અને ઈએમઆઈનો આવે છે. પરંતુ હોમ લોન કે કાર લોન લઈને વ્યાજ ચૂકવવું એ લાંબા ગાળે આર્થિક નુકસાનનું કારણ બને છે. ખાસ કરીને હોમ લોનના કિસ્સામાં તો ઘણી વખત ગ્રાહકોએ મૂળ રકમ કરતાં બમણી રકમ વ્યાજ સહિત બેંકને ચૂકવવી પડે છે.

જો તમે ઈએમઆઈના આ ચક્રવ્યૂહમાં ફસાયા વગર અને કોઈ પણ પ્રકારની લોન લીધા વિના જ પોતાનું ઘર કે ગાડી ખરીદવા માંગો છો, તો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી (SIP – સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) તમારા માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ સાબિત થઈ શકે છે. આ આયોજનબદ્ધ રોકાણ તમને વ્યાજના લાખો રૂપિયા બચાવવામાં મદદ કરશે.

આવો જાણીએ કે ભવિષ્યની મોટી ખરીદી માટે અત્યારથી કેવી રીતે ફંડ તૈયાર કરવું:

  • કાર ખરીદવા માટે દર મહિને કેટલું રોકાણ જરૂરી?

જો તમે આગામી 10 વર્ષ પછી એક આલીશાન અને મોટી કાર ખરીદવાનું લક્ષ્ય રાખ્યું હોય, તો તમે દર મહિને 20,000 રૂપિયાની એસઆઈપી શરૂ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં સરેરાશ 12 ટકાના વાર્ષિક રિટર્નના હિસાબે:

  • 10 વર્ષમાં તમારું કુલ રોકાણ 24 લાખ રૂપિયા થશે.
  • તેના પર મળતું અંદાજિત વ્યાજ 21 લાખ રૂપિયા જેટલું થશે.

આમ, 10 વર્ષ પૂરા થતાં તમારી પાસે આશરે 45 લાખ રૂપિયાનું મોટું ફંડ તૈયાર થઈ જશે, જેનાથી તમે લોન વગર સીધી જ કાર ખરીદી શકશો.

  • લોન વગર મકાન ખરીદવાનો સચોટ ફોર્મ્યુલા

જો તમારું સપનું પોતાનું ઘર ખરીદવાનું છે, તો મોટું ભંડોળ મેળવવા માટે તમારે રોકાણની રકમ થોડી વધારવી પડશે.

  • 10 વર્ષનો પ્લાન: જો તમે દર મહિને 30,000 રૂપિયાની એસઆઈપી કરો છો, તો 12 ટકા રિટર્ન મુજબ 10 વર્ષમાં તમારી પાસે આશરે 67 લાખ રૂપિયાનું ફંડ એકઠું થઈ જશે. જેમાં તમારું રોકાણ 36 લાખ અને વ્યાજની કમાણી 31 લાખ રૂપિયા હશે.
  • 15 વર્ષનો પ્લાન: સમય સાથે પ્રોપર્ટીના ભાવ વધતા હોય છે. આથી જો તમે આ જ 30,000 રૂપિયાની એસઆઈપીને 10 વર્ષના બદલે 15 વર્ષ માટે ચાલુ રાખો છો, તો ચક્રવૃદ્ધિ વ્યાજના પ્રતાપે તમારી પાસે અંદાજે 1.43 કરોડ રૂપિયાનું વિશાળ ભંડોળ તૈયાર થઈ જશે. આટલી રકમમાં તમે કોઈપણ લોન વગર સીધું જ મકાન ખરીદી શકશો.

રોકાણ ક્યાં કરવું? માર્કેટ એક્સપર્ટ્સની સલાહ

નાણાકીય નિષ્ણાતોના મતે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની વ્યૂહરચના હંમેશા તમારા લક્ષ્ય અને સમયગાળા પર આધારિત હોવી જોઈએ.

  • લાંબા ગાળા માટે (10 વર્ષ કે તેથી વધુ): સંપત્તિના સર્જન (Wealth Creation) માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ (Equity Funds) સૌથી ઉત્તમ વિકલ્પ છે.
  • ટૂંકા ગાળા માટે: જો તમારું લક્ષ્ય ઓછાં વર્ષોનું હોય તો ડેટ ફંડ્સ અથવા કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સનો વિકલ્પ પસંદ કરવો જોઈએ.

બજારના ઉતાર-ચઢાવથી ગભરાશો નહીં

મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ શેરબજાર સાથે જોડાયેલું હોવાથી તેમાં ટૂંકા ગાળામાં વધ-ઘટ થવી સ્વાભાવિક છે. પરંતુ લાંબા ગાળે ઇક્વિટી રોકાણ હંમેશા શાનદાર વળતર આપે છે. નવા અને સામાન્ય રોકાણકારો માટે સૌથી સુરક્ષિત રસ્તો એ છે કે તેઓ ડાયવર્સિફાઇડ મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા મલ્ટિ-એસેટ એલોકેશન ફંડ્સ સાથે બજારમાં ટકેલા રહે. પ્રોફેશનલ ફંડ મેનેજરો દ્વારા આ ફંડ્સ હેન્ડલ થતા હોવાથી જોખમનું સંચાલન સારી રીતે થાય છે.

ડિસ્ક્લેમર: આ વિશ્લેષણમાં આપવામાં આવેલા સૂચનો વ્યક્તિગત વિશ્લેષકો અથવા કંપનીઓના છે, ટીવી9 ગુજરાતીના નથી. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના સંજોગો ઝડપથી બદલાઈ શકે છે, તેથી કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નાણાકીય નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે.

ડૉક્ટર તમને ઇન્જેક્શન આપતા પહેલાં સોયમાંથી થોડી દવા બહાર કેમ નીકાળે છે ? જો આ નાનકડી ભૂલ રહી જાય તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે!

Follow Us
પિત્ઝામાંથી નીકળ્યું જીવડું: વડોદરામાં જાણીતા આઉટલેટ સામે પોલીસ ફરિયાદ
પિત્ઝામાંથી નીકળ્યું જીવડું: વડોદરામાં જાણીતા આઉટલેટ સામે પોલીસ ફરિયાદ
મહુવામાં ભારે વરસાદથી બિલડી ગામનો સંપર્ક કપાયો, બેટમાં ફેરવાયુ ગામ
મહુવામાં ભારે વરસાદથી બિલડી ગામનો સંપર્ક કપાયો, બેટમાં ફેરવાયુ ગામ
મહુવા, રાજુલા, જાફરાબાદમાં મેઘાનું રૌદ્ર રૂપ, અનેક ગામોમાં ઘોડાપૂર
મહુવા, રાજુલા, જાફરાબાદમાં મેઘાનું રૌદ્ર રૂપ, અનેક ગામોમાં ઘોડાપૂર
ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં દીવાલ ધરાશાયી
ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં દીવાલ ધરાશાયી
નાગપુરમાં એક ઘરમાંથી 1...2... નહીં પરંતુ 40 કોબ્રા સાપ નીકળ્યા
નાગપુરમાં એક ઘરમાંથી 1...2... નહીં પરંતુ 40 કોબ્રા સાપ નીકળ્યા
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: સાંજે 7 થી 9 વચ્ચે તૂટી પડશે આફત
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: સાંજે 7 થી 9 વચ્ચે તૂટી પડશે આફત
બે નદીઓના પાણી ફરી વળતા ઉનાનું ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video
બે નદીઓના પાણી ફરી વળતા ઉનાનું ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video
હુવાની ડોંગી નદીમાં રમકડાંની જેમ કાર તણાઈ, જુઓ Video
હુવાની ડોંગી નદીમાં રમકડાંની જેમ કાર તણાઈ, જુઓ Video
ધાતરવડી ડેમ-2ના દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામો એલર્ટ
ધાતરવડી ડેમ-2ના દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામો એલર્ટ
છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં મેધમહેર, જુઓ વીડિયો
છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં મેધમહેર, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">