GANDHINAGAR : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું, “મહારાષ્ટ્રના વિકાસમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો”
Narayan Rane in Gandhinagar : નારાયણ રાણેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની પ્રગતિમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો છે. મારા ઘણા ગુજરાતીમિત્રો પાસેથી હું અવારનવાર માર્ગદર્શન મેળવતો હોઉં છું. સમગ્ર દેશને ગુજરાત માટે ગૌરવ છે.
GANDHINAGAR : ગાંધીનગર ખાતે એન્જિમેક એક્ઝિબિશન (ENGIMACH 2021)સેન્ટરની કેન્દ્રીય MSME મંત્રી નારાયણ રાણે (Narayan Rane)એ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નારાયણ રાણેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની પ્રગતિમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો છે. મારા ઘણા ગુજરાતીમિત્રો પાસેથી હું અવારનવાર માર્ગદર્શન મેળવતો હોઉં છું. સમગ્ર દેશને ગુજરાત માટે ગૌરવ છે.
નારાયણ રાણેએ કહ્યું હતું કે મને ગર્વ છે કે ભારતમાં આટલું મોટું એક્ઝિબિશન સેન્ટર ગુજરાતમાં છે. ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં ભારત પ્રગતિ કરશે એનો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને દેશ મહાસત્તા બને એવા સ્વપ્નને સાકાર થવામાં આ સેન્ટર મહત્વનું બની રહેશે. અહીં એક્ઝિબિશન સેન્ટરમાં યુવાનો પ્રદર્શન જોવા આવ્યા છે અને જાણકારી મેળવી રહ્યા છે એ ઉત્સાહપ્રેરક છે. આ સેન્ટર યુવાનોના ઉદ્યોગક્ષેત્રમાં પદાર્પણ માટે મહત્વનું સાબિત થશે.
गांधीनगर में भारत की दूसरी सबसे प्रसिद्ध इंजीनियरिंग, मशीन टूल्स और ऑटोमेशन प्रदर्शनी ENGIMACH 2021 की समीक्षा की। इस प्रदर्शनी में बड़ी संख्या में हमारे देश के युवाओं को आते और नवीनतम तकनीक से परिचित होते हुए देखकर बहुत प्रसन्नता हुई। pic.twitter.com/HxEOc0fNHw
— Narayan Rane (@MeNarayanRane) December 4, 2021
આ ઉપરાંત ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગનો ઉલ્લેખ કરીને નારાયણ રાણે કહ્યું હતું કે ઈલેક્ટ્રિક અને હાઈડ્રોજન વાહનોના આવવાથી દેશમાં આવનાર દિવસોમાં લોકોને બચત પણ થશે. પત્રકારોને સંબોધતા નારાયણ રાણેએ કહ્યું હતું કે ભવિષ્યમાં સરકાર તરફથી યોજાનારા એક્ઝિબિશનનું આયોજન અહીં જ થશે એવો વિશ્વાસ છે. MSME ગુજરાતમાં વધારે છે અને તેને ધ્યાનમાં રાખીને કાઉન્સિલ સેન્ટરમાં વધારો કરવા વિચારણા કરાશે.
इसके अलावा, मुझे यहां पहली बार इलेक्ट्रिक वाहनों और क्रांतिकारी हाइड्रोजन फ़्यूल सेल टेक्नोलॉजी को देखकर खुशी हुई है। निकट भविष्य में भारत को न केवल ऊर्जा स्वतंत्र बल्कि ऊर्जा निर्यातक देश बनाने में ये तकनीक महत्वपूर्ण होगी। pic.twitter.com/1pYaxAcOAh
— Narayan Rane (@MeNarayanRane) December 4, 2021