Russia-Ukraine crisis : યુક્રેન સંકટથી ભારતની આયાત પર થશે અસર, ઘણા ક્ષેત્રોમાં થશે ભારે નુકસાન

કોમોડિટીમાં વધારાને કારણે સ્ટીલ અને એલ્યુમિનિયમ સેક્ટરને ફાયદો થશે. જોકે, બાંધકામ, રિયલ એસ્ટેટ અને ઓટોમોબાઈલ પર તેની ખરાબ અસર પડશે.

Russia-Ukraine crisis : યુક્રેન સંકટથી ભારતની આયાત પર થશે અસર, ઘણા ક્ષેત્રોમાં થશે ભારે નુકસાન
Import Export Crisis (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 12:34 PM

યુક્રેન વિરુદ્ધ લશ્કરી અભિયાન (Russia-Ukraine crisis) પછી રશિયા પર યુએસ અને યુરોપિયન દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો ભારતની આયાત ક્ષમતાને અસર કરી શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદન ખર્ચમાં ભારતીય કંપનીઓ પર તેની સીધી અસર પડી શકે છે. એક અહેવાલમાં જણાવા મળ્યુ કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતની રશિયામાં નિકાસ 2.55 અબજ ડોલર રહી છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાના 1.87 અબજ ડોલરના નિકાસ કરતા 36.1 ટકા વધારે છે. આ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિનામાં ભારતથી યુક્રેનમાં 37.2 કરોડ ડોલર (0.2 ટકા)ની નિકાસ કરવામાં આવી હતી. જો કે, આ જ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા કેટલાક ક્ષેત્રોને પણ વધતી કિંમતોથી ફાયદો થઈ શકે છે.

આ રિપોર્ટ અનુસાર જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 97 ડોલર પ્રતિબેરલ હતી. હવે તે 125 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયૂં છે. જોકે આ સમયગાળા દરમિયાન રિટેલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના કારણે છેલ્લા ચાર મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ હેમખેમ છે. જેના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે.

કેમિકલ અને પેઈન્ટ ઈન્ડસ્ટ્રીને પણ અસર થઈ છે

વધતા ભાવની અસર કેમિકલ અને પેઇન્ટ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. આ બે ઉદ્યોગોમાં ક્રૂડ ઓઈલ ડેરિવેટિવ્ઝનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં આ બંને ક્ષેત્રની કંપનીઓના માર્જિન પર અસર થશે. આ કંપનીઓના માર્જિન પર અસર જૂન ક્વાર્ટર સુધીમાં જોવા મળશે. આ કંપનીઓની ઈન્વેન્ટરી ઝડપથી ઘટી રહી છે. કોમોડિટી ફુગાવામાં વધારાની પણ અસર પડશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગને ફાયદો

કોમોડિટીમાં વધારાને કારણે સ્ટીલ અને એલ્યુમિનિયમ સેક્ટરને ફાયદો થશે. જોકે, બાંધકામ, રિયલ એસ્ટેટ અને ઓટોમોબાઈલ પર તેની ખરાબ અસર પડશે. ક્રૂડ ઓઈલમાં વધારાની અસર નેચરલ ગેસના ભાવ પર પણ પડશે. કુદરતી ગેસના ભાવની અસર ખાતર ક્ષેત્ર પર પડશે. જો કે, કંપનીઓ સરળતાથી તેનો દર વધારી શકે છે, જેના કારણે કંપનીઓની આવક પર વધુ અસર નહીં થાય. જો લડાઈ લાંબો સમય ચાલશે તો દેશમાં યુરિયા સહિત અન્ય ખાતરોની અછત સર્જાઈ શકે છે. ભારત તેની યુરિયા જરૂરિયાતના 8 ટકા રશિયા અને યુક્રેનમાંથી આયાત કરે છે.

આ પણ વાંચો : ખેડૂતે એવી રીતે મનાવ્યો પોતાના બળદનો જન્મદિવસ, લોકોએ કર્યા ખુબ વખાણ

આ પણ વાંચો :Photos: નફરત ભરેલા વાતાવરણમાં ખીલ્યા ‘પ્રેમના ગુલાબ’, યુદ્ધ વચ્ચે યુક્રેનમાં કેટલાક લોકો માટે આનંદનો માહોલ

g clip-path="url(#clip0_868_265)">