AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો TRAI આ નવું પગલું લેશે તો ટી.વી ચેનલ મફ્તમાં જોઈ શકાશે નહી?

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) હવે એ એપ્લિકેશનો પર પણ તેનું નિયંત્રણ કરશે જે ટીવી ચેનલોનું લાઈવ સ્ટ્રિમિંગ કરે છે. આ એપ્લિકેશનોને પણ દેશમાં ચલાવવા માટે કંપનીઓને ટ્રાઈ તરફથી લાઈસન્સ લેવું પડશે. મોબાઈલ એપ્લિકેશન જેવી કે હોટસ્ટાર, એરટેલ ટીવી, જિયો ટીવી, સોની લીવ, MX પ્લેયર, વગેરે ઘણી ચેનલોનું લાઈવ સ્ટ્રિમિંગ કરે છે. તેમને પણ હવે […]

જો TRAI આ નવું પગલું લેશે તો ટી.વી ચેનલ મફ્તમાં જોઈ શકાશે નહી?
| Updated on: May 18, 2019 | 9:02 AM
Share

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) હવે એ એપ્લિકેશનો પર પણ તેનું નિયંત્રણ કરશે જે ટીવી ચેનલોનું લાઈવ સ્ટ્રિમિંગ કરે છે. આ એપ્લિકેશનોને પણ દેશમાં ચલાવવા માટે કંપનીઓને ટ્રાઈ તરફથી લાઈસન્સ લેવું પડશે.

મોબાઈલ એપ્લિકેશન જેવી કે હોટસ્ટાર, એરટેલ ટીવી, જિયો ટીવી, સોની લીવ, MX પ્લેયર, વગેરે ઘણી ચેનલોનું લાઈવ સ્ટ્રિમિંગ કરે છે. તેમને પણ હવે લાઈસન્સ લેવુ પડશે જેવી રીતે બ્રોડકાસ્ટિંગ કંપનીઓએ લીધુ છે.

હાલમાં આ મોબાઈલ એપ્લિકેશન પર ટીવી ચેનલોનું સ્ટ્રિમિંગ ફ્રીમાં થાય છે. આ એપ્લિકેશન પર ટ્રાઈનું નિયંત્રણ પણ નથી. ટ્રાઈનું કહેવું છે કે તેમને બ્રોડકાસ્ટિંગ કંપનીઓને લાઈસન્સ આપ્યું છે કે તે તેમનું કન્ટેન્ટ કેબલ ઓપરેટર કે પછી DTH કંપનીઓને આપે પણ મોબાઈલ એપ્લિકેશન જેવી થર્ડ પાર્ટી જો ચેનલોને મફ્તમાં બતાવે છે તો પછી તે ખોટુ છે. તેથી હવે આ મોબાઈલ એપ્લિકેશનોને પણ લાઈસન્સ લેવું પડશે.

ટ્રાઈ જુલાઈ-ઓગસ્ટની વચ્ચે એક ડ્રાફ્ટ લઈને આવશે, જેની પર લોકોની સલાહ લેવામાં આવશે. મોબાઈલ એપ્લિકેશન ચલાવતી કંપનીઓનું કહેવું છે કે ટ્રાઈને આવું કરવાનો કોઈ અધિકાર નથી. આવી એપ્લિકેશન IT એક્ટની અંદર આવે છે. તેનાથી આ કંપનીઓ પર ખુબ નકારાત્મક અસર પડશે.

આ પણ વાંચો: સુરતમાં ટોળા વચ્ચે મારામારીના દૃશ્યો થયા CCTVમાં કેદ, જુઓ આ VIDEO

જો ટ્રાઈ આ મોબાઈલ એપ્લિકેશનને પણ લાઈસન્સ લેવા માટેની પ્રક્રિયામાં લાવશે તો પછી મફ્તમાં કોઈ પણ ચેનલ જોઈ શકાશે નહી. પ્રત્યેક એપ્લિકેશન માટે તમારે પૈસા ચૂક્વવા પડશે, જે ખુબ મોંઘુ બનશે. ટ્રાઈ દ્વારા પહેલા ટીવી જોવુ પણ મોંઘુ કરી દીધું છે. ટ્રાઈના આ નવા પગલાંથી લોકો મોબાઈલ પર ટીવી જોવાનું બંધ કરી દેશે. અત્યારે મોટા શહેરોમાં લોકો તેમના પસંદગીના કાર્યક્રમોને મોબાઈલ એપ્લિકેશન પર જોવાનું પસંદ કરે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
g clip-path="url(#clip0_868_265)">