UPIને કારણે ખતરામાં પડ્યું ટોફીનું માર્કેટ! જાણો શું છે કારણ, જુઓ Video

સૌને ખ્યાલ છે કે એક સમય હતો જ્યારે તમે કોઈ મોલ કે દુકાનમાં જાઓ અથવા તો કોઈ મેડિકલની દુકાનમા દવા લેવા જાઓ ત્યારે જો તમારે દુકાનદરને 49 રૂપિયા આપવાના છે અને તમે 50 ની નોટ આપો છો તે દરમ્યાન દુકાનદાર તમને 1 રૂપિયાની જગ્યાએ 1 ટોફી આપતો હતો. જ્યારે હવે UPIને કારણે 49 ની ચુકવણી સામે તમે 49 જ આપશે જેથી ટોફીની કોઈ વાત જ રહેતી નથી.

UPIને કારણે ખતરામાં પડ્યું ટોફીનું માર્કેટ! જાણો શું છે કારણ, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 6:25 PM

હાલમાં ધીરે ધીરે સમગ્ર વિશ્વ ડિજિટલ યુગ તરફ જઈ રહ્યો છે. મહત્વનું છે કે આ ડિજિટલ યુગના કેટલા ફાયદાઓ પણ છે. પરંતુ હાલના સમયનો ડિજિટલ યુગમાં થઈ રહેલો ફેરફાર કેટલીક નાની નાની વસ્તુઓને પણ અસર કરે છે. એ પછી એક રૂપિયાથી લઈને લાખ રૂપિયા સુધીની વસ્તુઓ પણ કેમ ન હોય.

એક સમય હતો જ્યારે કોઈપણ દુકાનમાં કે મોલમાં તમે જાઓ ત્યારે તમને ઘણી વેરાઈટીની ટોફી જોવા મળતી હતી. પરંતુ હવે આ દ્રશ્યો લગભગ દુકાનોમાં ઓછા દેખાય છે. તેનું કારણ ફક્ત એક જ છે UPI. UPIને કારણે ટોફીનું માર્કેટ ખતરામાં છે.

પહેલા કોઈપણ વ્યક્તિ મોલ દુકાન કે અન્ય જગ્યાએ ખરીદી કરવા માટે જતો હતો ત્યારે જો રાઉન્ડ ફિગર પેમેન્ટમાં એક, બે, કે પાંચ રૂપિયા ઓછા હોય તો દુકાનદાર કે મોલ ધારક તેને ટોફી આપતો હતો. જોકે ટ્રોફીનું માર્કેટિંગ અને વેચાણ કરવાની આ શ્રેષ્ઠ રીત માનવામાં આવતી હતી.

આ પણ વાંચો : શ્વાન અને કપિ વચ્ચે થઈ ખતરનાક લડાઈ, જુઓ કોની થઈ જીત? -Watch Video

ભારત જ્યારથી ડિજિટલ યુગ તરફ આગળ વધ્યું છે. ત્યારથી આ ટોફીનું માર્કેટ જાણે તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. હવે કોઈ વ્યક્તિ મોલ કે દુકાનમાં જાય છે, ત્યારે UPI દ્વારા કે કાર્ડ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરતો થયો છે. જેને લઈને છુટાની સમસ્યા તો રહેતી જ નથી, અને જો છુટા લેવાના જ નથી, ત્યારે આ ટોફી આપવાનો રિવાજ રહેતો જ નથી. જેને લઈને ધીરે ધીરે આ ટોફીને યુપીઆઈને કારણે ખતરો હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.  પહેલા જે દુકાનોમાં અલગ અલગ પ્રકારની ટોફી આવતી હતી. જે હવે પ્રોડક્શન પણ ખૂબ ઓછું થયું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

મહત્વની વાત છે કે ભારતમાં ટોફીનું વેચાણ તાજેતરના વર્ષોમાં ઘટ્યું હતું. જે 1990ના દાયકા સુધી ટર્નઓવરના 7 ટકાથી ઘટીને 2000ના દાયકાના મધ્ય સુધીમાં માત્ર 3 ટકાની આસપાસ રહી ગયું હતું. પરંતુ, ચૂકવણી UPI આવ્યા બાદ આ ટોફીના વેચાણમાં મહતમ ઘટાડો થયો છે. 

ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પાવાગઢમાં દુકાનોનુ દબાણ દૂર કરાતા યાત્રિકોને હાલાકી, પાણી વિના રઝળ્યા
પાવાગઢમાં દુકાનોનુ દબાણ દૂર કરાતા યાત્રિકોને હાલાકી, પાણી વિના રઝળ્યા
ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ