AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓછા રિસ્કમાં છપ્પરફાડ રિટર્ન… SBIની આ ખાસ સ્કીમે 1 લાખના બનાવી દીધા 15 લાખ, રોકાણકારો થયા ‘માલામાલ’

શેરબજારમાં તાજેતરમાં જ ધમાકેદાર એન્ટ્રી કરનાર SBI ફંડ મેનેજમેન્ટ હાલ રોકાણકારો માટે હોટ ફેવરિટ બન્યું છે. મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે લીડર ગણાતા આ ફંડ હાઉસની એક એવી ઈક્વિટી સ્કીમ છે કે, જેણે 15 વર્ષમાં 1 લાખના રોકાણને સીધા 15 લાખથી વધુ બનાવી દીધા છે.

ઓછા રિસ્કમાં છપ્પરફાડ રિટર્ન... SBIની આ ખાસ સ્કીમે 1 લાખના બનાવી દીધા 15 લાખ, રોકાણકારો થયા 'માલામાલ'
Image Credit source: AI Generated
| Updated on: Jul 25, 2026 | 12:55 PM
Share

SBI ફંડ મેનેજમેન્ટના સ્ટોકની તાજેતરમાં જ શેરબજારમાં એન્ટ્રી થઈ છે અને તે આ વર્ષનો સૌથી ટ્રેન્ડિંગ આઈપીઓ (IPO) રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં મહેનત અને સફળ પ્રદર્શનના કારણે રોકાણકારોમાં તેનો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો. SBI મ્યુચ્યુઅલ ફંડ માત્ર એસેટ્સના મામલે જ નંબર 1 નથી પરંતુ ફંડ હાઉસની તમામ સ્કીમ્સ પોતાના પીયર્સ (સાથી ફંડ્સ) ની સરખામણીએ પર્ફોર્મન્સ ચાર્ટ પર પણ આગળ છે.

એવામાં તમે પણ એ જાણવા માંગતા હશો કે, લાંબાગાળે SBI મ્યુચ્યુઅલ ફંડની શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ઈક્વિટી સ્કીમ કઈ છે. જો 10 વર્ષ અને 15 વર્ષ બંને સમયગાળો જોઈએ તો, SBI સ્મોલ કેપ ફંડ રિટર્ન આપવામાં સૌથી આગળ છે. તેણે જ્યાં 10 વર્ષમાં 18.10% વાર્ષિક તો 15 વર્ષમાં 19.95% વાર્ષિક રિટર્ન આપ્યું છે. ખાસ વાત એ છે કે, સ્મોલ કેપ કેટેગરીનું હોવા છતાં તેણે જોખમ (રિસ્ક) ને ખૂબ હદ સુધી કંટ્રોલ કરી રાખ્યું છે.

ફંડ સાથે જોડાયેલા ખાસ ડેટા

  • ફંડ ઈન્સેપ્શન ડેટ (શરૂઆતની તારીખ): 9 સપ્ટેમ્બર, 2009
  • લોન્ચ પછીનું રિટર્ન: 18.73% વાર્ષિક
  • કુલ AUM: રૂ. 40,165.16 કરોડ (30 જૂન, 2026)
  • એક્સપેન્સ રેશિયો રેગ્યુલર: 1.58% (30 જૂન, 2026)
  • એક્સપેન્સ રેશિયો (ડાયરેક્ટ): 0.79% (30 જૂન, 2026)
  • લેટેસ્ટ NAV: રૂ. 178.1508
  • શાર્પ રેશિયો: 0.50%
  • સ્ટેન્ડર્ડ ડેવિયેશન: 17.31%
  • બીટા: 0.76%

ફંડ પર્ફોર્મન્સ : લમ્પ સમ (% વાર્ષિક)

  1. 15 વર્ષનું રિટર્ન: 19.95%
  2. 15 વર્ષ પહેલાં રોકાણ: રૂ. 1,00,000
  3. હવે રોકાણની વેલ્યુ: રૂ. 15,31,100
  4. લોન્ચ પછીનું રિટર્ન: 18.73%
  5. લોન્ચ વખતે રોકાણ: રૂ. 1,00,000

હવે રોકાણની વેલ્યુ: રૂ. 17,93,540

  • 1 વર્ષનું રિટર્ન: 2.42%
  • 3 વર્ષનું રિટર્ન: 13.39%
  • 5 વર્ષનું રિટર્ન: 14.32%
  • 10 વર્ષનું રિટર્ન: 18.10%

ફંડ પર્ફોર્મન્સ : SIP રિટર્ન

  1. 15 વર્ષનું SIP રિટર્ન: 20.21% વાર્ષિક
  2. અપફ્રન્ટ ઈન્વેસ્ટમેન્ટ (શરૂઆતી રોકાણ): રૂ. 1,00,000
  3. મંથલી SIP એમાઉન્ટ: રૂ. 10,000
  4. 15 વર્ષમાં કુલ રોકાણ: રૂ. 19,00,000
  5. 15 વર્ષ પછી રોકાણની વેલ્યુ: રૂ. 1,13,06,033

ફંડમાં રિસ્ક કેટલું છે?

સ્મોલ કેપ ફંડ માટે 17.31% નું સ્ટેન્ડર્ડ ડેવિયેશન બહુ વધારે નહીં પરંતુ મોડરેટ (મધ્યમ) ગણી શકાય. આમ જોવા જઈએ તો, ફંડે જોખમને અમુક હદ સુધી કંટ્રોલમાં રાખ્યું છે. બીટા 0.76 છે, તેનો 1 થી ઓછો હોવાનો અર્થ એ છે કે ફંડની કિંમત બજારની સરખામણીમાં ઓછી વધ-ઘટ (ઉતાર-ચઢાવ) દર્શાવે છે. સ્મોલ કેપ ફંડ માટે 0.76 નો બીટા એક પોઝિટિવ સંકેત છે. તે દર્શાવે છે કે, બજાર તૂટવા પર ફંડમાં સરખામણીએ ઓછો ઘટાડો આવી શકે છે. જો કે, આની કોઈ ગેરંટી હોતી નથી.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

બ્રોકરેજ રિપોર્ટમાં મોટા સંકેત… એક્સપર્ટે આ 5 શેરમાં આપ્યું ‘Buy’ રેટિંગ, તમે ખરીદી કરશો કે હજુ રાહ જોશો?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">