AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સફળતા પાછળનું રહસ્ય! ગ્લોબલ બ્રાન્ડ્સની વચ્ચે પતંજલિનું બિઝનેસ મોડલ કેવી રીતે સુપરહિટ બન્યું?

ગૃહ મંત્રી અમિત શાહે આજે પતંજલિની અનૂઠે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, જ્યાં આયુર્વેદ અને આધુનિક ચિકિત્સાનો સંગમ થશે. વિદેશી બ્રાન્ડ્સના વર્ચસ્વ વચ્ચે બાબા રામદેવના 'સ્વદેશી મોડલે' બાજી મારી લીધી છે.

સફળતા પાછળનું રહસ્ય! ગ્લોબલ બ્રાન્ડ્સની વચ્ચે પતંજલિનું બિઝનેસ મોડલ કેવી રીતે સુપરહિટ બન્યું?
| Updated on: Jan 24, 2026 | 4:05 PM
Share

ગૃહ મંત્રી અમિત શાહે આજે પતંજલિની અનૂઠે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, જ્યાં આયુર્વેદ અને આધુનિક ચિકિત્સાનો સંગમ થશે. વિદેશી બ્રાન્ડ્સના વર્ચસ્વ વચ્ચે બાબા રામદેવના ‘સ્વદેશી મોડલે’ બાજી મારી લીધી છે. સ્થાનિક ખેડૂતોને જોડીને અને ભારતીય પરંપરાને આધુનિક સ્વરૂપ આપીને પતંજલિએ માત્ર મલ્ટીનેશનલ કંપનીઓને જ પાછળ નથી છોડી પરંતુ આત્મનિર્ભરતાનું નવું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.

ભારતીય બજારની દિશા બદલી

ભારતમાં જ્યારે પણ કોઈ મોટી બ્રાન્ડ કે કંપનીની વાત થાય છે, ત્યારે અવારનવાર આપણું ધ્યાન વિદેશી બહુરાષ્ટ્રીય (MNC) કંપનીઓ તરફ જાય છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ‘પતંજલિ’નું નામ ઉભરી આવ્યું છે, જેણે માત્ર ગ્લોબલ બ્રાન્ડ્સના વર્ચસ્વને પડકાર જ નથી આપ્યો પરંતુ ભારતીય બજારની દિશા પણ બદલી નાખી છે.

દેશના ગૃહ મંત્રી અમિત શાહે પતંજલિ યોગપીઠ દ્વારા સંચાલિત ‘ઇમરજન્સી એન્ડ ક્રિટિકલ કેર હોસ્પિટલ’નું ઉદ્ઘાટન કર્યું છે. આ માત્ર એક હોસ્પિટલ નથી પરંતુ વિશ્વનું પ્રથમ એવું કેન્દ્ર છે કે, જ્યાં યોગ, આયુર્વેદ અને આધુનિક ચિકિત્સા (મોડર્ન મેડિસિન)નો અનોખો સંગમ જોવા મળશે.

આ અવસર માત્ર એક સ્વાસ્થ્ય કેન્દ્રના ઉદ્ઘાટન પૂરતો સીમિત નથી પરંતુ તે એ વિચારની જીત છે, જે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ વર્ષો પહેલા જોયો હતો. એક નાનકડી શરૂઆત આજે એક આર્થિક અને સાંસ્કૃતિક આંદોલન બની ચૂકી છે.

પતંજલિની સફળતાનું રહસ્ય શું?

આજના સમયમાં બજાર પશ્ચિમી રીત-રિવાજો અને ઉત્પાદનોથી ભરાયેલું છે. ‘રિસર્ચ ગેટ’ (ResearchGate) માં પ્રકાશિત થયેલ એક અભ્યાસ જણાવે છે કે, પતંજલિની સફળતાનું રહસ્ય તેની અનોખી વ્યૂહરચનામાં છુપાયેલું છે. મોટી-મોટી વિદેશી કંપનીઓ માત્ર નફા અને બજારના ટ્રેન્ડને જુએ છે પરંતુ પતંજલિએ ભારતીય ગ્રાહકોની નસ પકડી રાખી છે.

તેમણે એ સમજ્યું કે, ભારતીય મન આજે પણ પોતાની પરંપરાઓ પર ભરોસો કરે છે. પતંજલિએ હર્બલ ટૂથપેસ્ટ, ઘી અને સ્કીનકેર જેવી પ્રોડક્ટ્સ દ્વારા પ્રાચીન જ્ઞાનને આધુનિક પેકેજિંગમાં રજૂ કર્યું. આનાથી માત્ર જૂની પેઢી જ નહીં પરંતુ નવી પેઢી પણ તેમના તરફ આકર્ષિત થઈ. આ મોડેલ દર્શાવે છે કે, આધુનિકતા અને પરંપરા એકબીજાના વિરોધી નથી પરંતુ પૂરક હોઈ શકે છે.

આખું માળખું સ્વદેશીના સિદ્ધાંત પર

અવારનવાર આપણે ‘આત્મનિર્ભર ભારત’ની વાતો સાંભળીએ છીએ પરંતુ પતંજલિએ તેને પોતાના બિઝનેસ મોડલનો પાયો બનાવ્યો છે. ‘ઇન્ટરનેશનલ જર્નલ ઓફ મલ્ટિડિસિપ્લિનરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ’ના એક કેસ સ્ટડી મુજબ, પતંજલિનું આખું માળખું સ્વદેશીના સિદ્ધાંત પર ટકેલું છે. આ કંપની પોતાના ઉત્પાદન માટે કાચો માલ વિદેશથી નથી મંગાવતી પરંતુ સ્થાનિક ખેડૂતો પાસેથી ખરીદે છે.

પતંજલિના ઉત્પાદનો અન્ય મલ્ટીનેશનલ બ્રાન્ડ્સની સરખામણીમાં સસ્તા અને પરવડે તેવા હોય છે. આનાથી માત્ર વિદેશી આયાત પર આપણી નિર્ભરતા જ ઓછી નથી થઈ પરંતુ ગ્રામીણ અર્થતંત્રને પણ એક નવી સંજીવની મળી છે. રોજગારીની તકો વધી છે અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહ્યા છે.

પતંજલિએ ઈનોવેશનનો ઉપયોગ કર્યો

પતંજલિએ સપ્લાય ચેઈનથી લઈને માર્કેટિંગ સુધી દરેક જગ્યાએ ઈનોવેશનનો ઉપયોગ કર્યો છે. ફૂડ પ્રોસેસિંગ હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય કે હવે આ નવી વર્લ્ડ-ક્લાસ હોસ્પિટલ, દરેક જગ્યાએ એક વ્યાપક દ્રષ્ટિકોણ જોવા મળે છે.

તાજેતરમાં ‘રિસર્ચ કોમન્સ’માં પ્રકાશિત થયેલ એક અહેવાલ આ વાતની પુષ્ટિ કરે છે કે, જ્યારે કોઈ બિઝનેસ પોતાની સાંસ્કૃતિક ઓળખ અને રાષ્ટ્રીય ભાવના સાથે જોડાય છે, ત્યારે તે વધુ ટકાઉ (Sustain) બને છે. પતંજલિ ઇમરજન્સી એન્ડ ક્રિટિકલ કેર હોસ્પિટલનું ખુલવું એ આ દિશામાં એક મોટું પગલું છે.

આ પણ વાંચો: શું છે પતંજલિની દિવ્ય યોવનામૃત વટી? જાણો તેનો ઉપયોગ અને ફાયદા

છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
g clip-path="url(#clip0_868_265)">