Opening Bell : સતત બીજા દિવસે કારોબારમાં તેજી યથાવત રહી, Sensex અને નિફ્ટી અડધા ટકા વધારા સાથે ખુલ્યા
સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 701.67 પોઈન્ટ અથવા 1.23% વધીને 57,521.06 પર અને નિફ્ટી 206.65 (1.21%) પોઈન્ટ ઉછળીને 17,245.05 પર બંધ થયો હતો.
Share Market : સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Stock Market)માં કારોબારની શરૂઆત (Opening Bell)તેજી સાથે થઇ છે. સારા વૈશ્વિક સંકેતોથી ભારતીય શેરબજારમાં પણ તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે. આજે સેન્સેક્સ(Sensex Today) 296.45 અંક અથવા 0.52% ઉપર 57,817.51 ની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ નિફટી(Nifty Today)એ પણ ગઈકાલની બંધ સપાટીથી 84.20 અંક મુજબ 0.49% વધારા સાથે 17,329.25 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો છે. ગુરુવારે વૈશ્વિક તેજી સાથે સેન્સેક્સ 701.67 પોઈન્ટ અથવા 1.23% વધીને 57,521.06 પર અને નિફ્ટી 206.65 (1.21%) પોઈન્ટ ઉછળીને 17,245.05 પર બંધ થયો હતો.
વૈશ્વિક સંકેત સારા મળ્યા
વૈશ્વિક બજારોમાંથી સારા સંકેતો જોવા મળી રહ્યા છે. આજે જાપાનમાં બજારો બંધ રહેશે. બીજી તરફ અમેરિકી બજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ 600 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેકમાં 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. પરિણામો પછી મેટાના શેરમાં 18 ટકાનો ઉછાળો આવ્યો છે અને બાકીના IT દિગ્ગજોમાં 3 થી 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. યુરોપના બજારોમાં પણ 1-1.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ તેજીનો માહોલ છે. SGX નિફ્ટી 65 પોઈન્ટના વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
FII-DII ડેટા
28 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 743.22 કરોડનું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 780.94 કરોડનું રોકાણ કર્યું હતું.
કોમોડિટી પર અપડેટસ
- ક્રૂડ ઓઇલ રિબાઉન્ડ બ્રેન્ટ 107 ડોલર પરટ્રેડ થયું
- જર્મની તરફથી રશિયન તેલ પર પ્રતિબંધોના સમાચારથી તેલમાં તેજી આવી
- વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના પુરવઠાને લઈને ચિંતા વધી
- સોનું 1900 ડોલરની નજીક 2 મહિનાની નીચી સપાટીથી દેખાયું
- ચાંદી અને બેઝ મેટલ્સમાં નબળાઈ
છેલ્લા સત્રનો કારોબાર
સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 701.67 પોઈન્ટ અથવા 1.23% વધીને 57,521.06 પર અને નિફ્ટી 206.65 (1.21%) પોઈન્ટ ઉછળીને 17,245.05 પર બંધ થયો હતો. સેન્સેક્સમાં હિંદુસ્તાન યુનિલિવર, એશિયન પેઇન્ટ્સ, રિલાયન્સ અને ડૉ. રેડ્ડીઝ ટોપ ગેઇનર હતા. બજારમાં ઉછાળાનું કારણ એપ્રિલ સિરીઝના F&O કોન્ટ્રાક્ટની સમાપ્તિ, યુએસ-યુરોપિયન માર્કેટમાં વધારો અને સેન્સેક્સ, નિફ્ટીના મોટા શેર્સમાં સારી ખરીદી હતી. સેન્સેક્સ 477 પોઈન્ટના વધારા સાથે 57,296 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 151 પોઈન્ટના ઉછાળા સાથે 17,189 પર ખુલ્યો હતો. સૌથી વધુ ફાયદો બેંક અને એફએમસીજીના શેરમાં થયો હતો.
આ પણ વાંચો : Axis Bankનો Q4 નફો 54 ટકા વધ્યો, પ્રોવિઝનમાં ઘટાડાની અસર પરિણામોમાં દેખાઈ
આ પણ વાંચો : LIC IPO : LIC નો શેર ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો પોલિસીધારકોને કેટલું ડિસ્કાઉન્ટ મળશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો