Petrol Diesel Price Today : ઈન્ડિયન ઓઈલ રશિયા પાસેથી તેલ નહીં ખરીદે! શું ફરી મોંઘુ થશે ઇંધણ, જાણો લેટેસ્ટ રેટ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ઈન્ડિયન ઓઈલ રશિયા પાસેથી તેલ નહીં ખરીદે! શું ફરી મોંઘુ થશે ઇંધણ, જાણો લેટેસ્ટ રેટ
Petrol diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 6:27 AM

આજે સતત 18માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. મોંઘવારીથી પીડિત દેશના સામાન્ય માણસ માટે આ રાહતના સમાચાર છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 106 ડોલર પ્રતિ બેરલની નજીક છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 105.41 રૂપિયા અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. તમને જણાવી દઈએ કે લગભગ સાડા ચાર મહિનાના લાંબા સમય પછી દેશના મોટા શહેરોમાં તેલના ભાવ 22 માર્ચથી વધવા લાગ્યા અને 6 એપ્રિલ સુધી સતત વધ્યા હતા. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં ઇંધણ 10 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

ઈન્ડિયન ઓઈલે રશિયન ઓઈલને કરારમાંથી દૂર કરી

રોઇટર્સના અહેવાલ મુજબ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તેના લેટેસ્ટ ટેન્ડરમાંથી ઉચ્ચ સલ્ફર વાળા રશિયન ઓઇલને દૂર કર્યું છે. રિપોર્ટ અનુસાર ભારતના રિફાઇનર ઇન્ડિયન ઓઇલે નવા ટેન્ડરમાં ડાસ, થંડર હોર્સ, યુરલ અને યુજેન આઇસલેન્ડને બાસ્કેટમાંથી બાકાત રાખ્યા છે. ઈન્ડિયન ઓઈલ પોતાના માટે તેલની આયાત કરે છે અને ચેન્નાઈ પેટ્રોલિયમ તેની પેટાકંપની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બિડનએ ભારતને રશિયા પાસેથી તેલ આયાત ન કરવા કહ્યું હતું.

બ્રાઝિલ સાથેની આયાતમાં વધારો કરવામાં આવશે

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે તેઓ બ્રાઝિલ સાથે તેલની આયાત વધારશે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર અને ગ્રાહક છે. હાલમાં ભારત બ્રાઝિલ પાસેથી બહુ ઓછું તેલ આયાત કરે છે. પુરીએ કહ્યું કે આવનારા સમયમાં અમે બ્રાઝિલથી તેલની આયાત ઘણી રીતે વધારીશું. જાહેર ક્ષેત્રની કંપનીઓ ભારત પેટ્રોલિયમ, ઓઈલ અને નેચરલ ગેસ કોર્પોરેશને બ્રાઝિલમાં જંગી રોકાણ કર્યું છે. આ રોકાણ ત્યાં તેલ અને ગેસની શક્યતાઓ પર કરવામાં આવ્યું છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : ફ્યુચર-રિલાયન્સની ડીલ અટકી, ફ્યુચર રિટેલના સિક્યોર્ડ ક્રેડિટર્સે રિલાયન્સ સાથેની ડીલ નકારી

આ પણ વાંચો : નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે આપ્યું રાજીનામું, અર્થશાસ્ત્રી સુમન બેરી આગામી ઉપાધ્યક્ષ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">