Gold Demand Reduced : સોનાના ભાવ આસમાને પહોંચતા માંગમાં ઘટાડો થયો, જાણો સોનાના લેટેસ્ટ રેટ
WGCના અહેવાલમાં જણાવાયું છે કે માર્ચ ક્વાર્ટરમાં સોનાની વૈશ્વિક માંગ 34 ટકા વધીને 1,234 ટન થઈ છે. ભૌગોલિક રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા હતા.
ભારતમાં સોનાની માંગમાં ઘટાડો(Gold Demand Reduced in India) થયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) અનુસાર વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં સોનાની માંગ 18 ટકા ઘટીને 135.5 ટન થઈ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું કે ભાવમાં વધારાને કારણે માંગમાં ઘટાડો થયો છે. વર્ષ 2021ના પ્રથમ ત્રણ મહિનામાં સોનાની માંગ 165.8 ટન રહી હતી. સોનાની માંગ ઘટતા ભાવમાં પણ ઘટાડો થયો છે. સોનાની માંગ પર WGC દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કિંમતના સંદર્ભમાં જાન્યુઆરી-માર્ચમાં સોનાની માંગ 12 ટકા ઘટીને રૂ. 61,550 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો રૂ. 69,720 કરોડ હતો.
જાન્યુઆરી 2022થી કિંમતો વધવા લાગી હતી
WGC પ્રાદેશિક CEO (ભારત) સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે સોનાના ભાવ જાન્યુઆરીમાં વધવા લાગ્યા હતા અને આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કિંમતી ધાતુ આઠ ટકા વધીને રૂ. 45,434 પ્રતિ 10 ગ્રામ (ટેક્સ વિના) પર પહોંચી હતી. રિપોર્ટ અનુસાર સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન દેશમાં જ્વેલરીની એકંદર માંગ 26 ટકા ઘટીને 94.2 ટન થઈ છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 126.5 ટન હતી. આ સમયગાળા દરમિયાન મૂલ્યની દ્રષ્ટિએ જ્વેલરીની માંગમાં 20 ટકાનો ઘટાડો થયો હતો.
WGCના અહેવાલમાં જણાવાયું છે કે માર્ચ ક્વાર્ટરમાં સોનાની વૈશ્વિક માંગ 34 ટકા વધીને 1,234 ટન થઈ છે. ભૌગોલિક રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા હતા. વર્ષ 2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન વૈશ્વિક સોનાની માંગ 919.1 ટન હતી.
એક નજર આજના સોનાના ભાવ ઉપર | |
MCX GOLD : 51601.00 +339.00 (0.66%) – 09:38 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 53570 |
Rajkot | 53590 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 52890 |
Mumbai | 52370 |
Delhi | 52370 |
Kolkata | 52370 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 47305 |
USA | 46542 |
Australia | 46400 |
China | 46434 |
(Source : goldpriceindia) |
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.
આ પણ વાંચો : Opening Bell : સતત બીજા દિવસે કારોબારમાં તેજી યથાવત રહી, Sensex અને નિફ્ટી અડધા ટકા વધારા સાથે ખુલ્યા
આ પણ વાંચો : વર્ષ 2023 સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડિજિટલ કરન્સી બજારમાં આવી શકે છે : નાણાં મંત્રી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો