આ બે ગુરુઓથી Mukesh Ambani ખુબ પ્રભાવિત છે? જાણો કોણ છે આ ગુરુ અને તેમનું શું છે યોગદાન
મુકેશ અંબાણીએ જે બે ગુરુઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં પ્રથમ ડૉ. રઘુનાથ અનંત માશેલકર(Dr. Raghunath Anant Mashelkar) અને બીજું નામ ડૉ. વિજય કેલકર(Dr Vijay Kelkar)નું છે.

બુધવારે રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી(Mukseh Ambani)એ એશિયા ઇકોનોમિક ડાયલોગ 2022(Asia Economic Dialogue 2022)ને સંબોધિત કર્યું અને અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમના મંતવ્યો રજુ કર્યા હતા . અંબાણીએ ગ્રીન એનર્જી(Green Energy)થી લઈને ભારતીય અર્થવ્યવસ્થા(Indian Economy) સુધીની દરેક બાબતો વિશે ઘણી વાતો કરી હતી. કાર્યક્રમમાં તેમણે પુણે ઈન્ટરનેશનલ સેન્ટર(Pune International Centre)ના બે ગુરુઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા પ્રતિષ્ઠાની નવી ઊંચાઈઓ પર પહોંચશે.
મુકેશ અંબાણીએ જે બે ગુરુઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં પ્રથમ ડૉ. રઘુનાથ અનંત માશેલકર(Dr. Raghunath Anant Mashelkar) અને બીજું નામ ડૉ. વિજય કેલકર(Dr Vijay Kelkar)નું છે. રિલાયન્સના ચેરમેન(RIL Chairman) મુકેશ અંબાણી(Mukseh Ambani)એ કહ્યું કે આ બે ગુરુ એ જે દૃષ્ટિકોણ અને અસરકારકતા સાથે સંચાલન કર્યું છે તે જોતા બંનેનું સન્માન અને પ્રશંસા અનિવાર્ય છે. શું તમે જાણો છો કે આ બે ગુરુ કોણ છે અને મુકેશ અંબાણીએ શા માટે તેમના વખાણ કરી રહ્યા છે?
ડો. રઘુનાથ અનંત માશેલકર(Dr. Raghunath Anant Mashelkar)
રઘુનાથ અનંત માશેલકર એ રમેશ માશેલકર(Ramesh Mashelkar) તરીકે પણ ઓળખાય છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી, 1943ના રોજ ગોવાના માશેલ ગામમાં થયો હતો. અભ્યાસ બાદ તેઓ એક મહાન કેમિકલ એન્જિનિયર તરીકે ઓળખાઈ રહ્યં છે. તેઓ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના ડાયરેક્ટર જનરલ રહી ચૂક્યા છે. તેઓ 2004-2006 સુધી નેશનલ ઈન્ડિયન સાયન્સ એકેડમીના પ્રમુખ રહી ચૂક્યા છે. આ સંસ્થાઓ ઉપરાંત ડૉ. માશેલકર ઇન્સ્ટિટ્યુશન ઑફ કેમિકલ એન્જિનિયરિંગ (2007)ના પ્રમુખ અને 2007 થી 2018 સુધી ગ્લોબલ રિસર્ચ એલાયન્સના પ્રમુખ પણ રહી ચુક્યા છે.
ડૉ. માશેલકર એકેડેમી ઑફ સાયન્ટિફિક એન્ડ ઈનોવેટિવ રિસર્ચ (AcSIR) ના પ્રથમ પ્રમુખ હતા. વિજ્ઞાન અને કેમિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
ડૉ. માશેલકર વડાપ્રધાનની વૈજ્ઞાનિક સલાહકાર પરિષદના સભ્ય અને એક પછી એક સરકારો દ્વારા રચાયેલી કેબિનેટના વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય પણ હતા. તેમણે રાષ્ટ્રીય ઓટો ફ્યુઅલ પોલિસીથી લઈને ભારતીય દવા નિયમનકારી પ્રણાલીમાં સુધારો કરવા અને નકલી દવાઓના જોખમને પહોંચી વળવા સુધીના વિવિધ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે 12 ઉચ્ચ સ્તરીય સમિતિઓની અધ્યક્ષતા કરી છે. ભોપાલ ગેસ દુર્ઘટના (1985-86)ની તપાસ માટેના એક-સદસ્યના કમિશનના નિર્ણાયક તરીકે અને મહારાષ્ટ્ર ગેસ ક્રેકર કોમ્પ્લેક્સ અકસ્માત (1990-91)ની તપાસ માટેની સમિતિના અધ્યક્ષ તરીકે સરકાર દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી હતી.
ડો. વિજય કેલકર(Dr Vijay Kelkar)
ડૉ. વિજય કેલકરનો જન્મ 15 મે 1942ના રોજ થયો હતો. તેઓ એક પ્રખ્યાત ભારતીય અર્થશાસ્ત્રી છે. હાલમાં તેઓ ફોરમ ઓફ ફેડરેશન, ઓટાવા અને ઈન્ડિયા ડેવલપમેન્ટ ફાઉન્ડેશન નવી દિલ્હીના અધ્યક્ષ અને જનવાણી પ્રમુખ છે. જનવાણી પુણેમાં મહારત્તા ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર (MCCIA) ની સામાજિક પહેલ કરી છે. તેમને 4 જાન્યુઆરી, 2014 ના રોજ શ્રી સત્ય સાઈ સેન્ટ્રલ ટ્રસ્ટ (પુટ્ટપર્થી, આંધ્રપ્રદેશ) ના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેઓ જાન્યુઆરી 2010 સુધી નાણાં પંચના અધ્યક્ષ પણ હતા. આ પહેલા તેઓ 2002-2004 સુધી નાણામંત્રીના સલાહકાર હતા. ભારતમાં થયેલા આર્થિક સુધારાઓમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. તે પહેલા, તેઓ 1998-1999 સુધી ભારત સરકારના નાણા સચિવ હતા, અને 1999 માં તેઓ ભારત, બાંગ્લાદેશ, ભૂતાન અને શ્રીલંકાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના બોર્ડમાં નિયુક્ત થયા હતા.
આ પણ વાંચો : યુક્રેનમાં સંઘર્ષ વધવાને કારણે રશિયાના 23 સૌથી ધનિકોને મોટો ફટકો, 2.38 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
આ પણ વાંચો : MONEY9: પર્સનલ લોન કેમ હોય છે મોંઘી? સમજો ગણિત આ વીડિયોમાં