AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેનમાં સંઘર્ષ વધવાને કારણે રશિયાના 23 સૌથી ધનિકોને મોટો ફટકો, 2.38 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

સંપત્તિ ગુમાવનારા રશિયન અબજોપતિઓની યાદીમાં Gennady Timchenko મોખરે છે. આ વર્ષે તેમની સંપત્તિમાં ત્રીજા ભાગનો ઘટાડો થયો છે.

યુક્રેનમાં સંઘર્ષ વધવાને કારણે રશિયાના 23 સૌથી ધનિકોને મોટો ફટકો, 2.38 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
Britain on Monday banned Russian billionaire Timoshenko.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:47 PM
Share

યુક્રેન સાથે વધતા સંઘર્ષને કારણ રશિયાના (Russia Ukraine Conflict) અબજોપતિઓને મોટો ફટકો પડ્યો છે.  બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (Bloomberg Billionaires Index) અનુસાર, રશિયાના સૌથી ધનિકોની સંપત્તિમાં 2,38,531 કરોડ રૂપિયા ( 3200 કરોડ ડોલર)નો ઘટાડો થયો છે. યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષથી ધનિકોને વધુ નુકસાન થઈ શકે છે. યુએસ પ્રમુખ જો બાઈડેને મંગળવારે રશિયન સોવરેન ડેટ તેમજ રશિયાના પ્રતિષ્ઠિત પરિવારો અને વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. આ સિવાય બ્રિટને 5 મુખ્ય રશિયન બેંકો અને ત્રણ રશિયન અમીરો પર પ્રતિબંધ મૂક્યો છે. એ જ રીતે જર્મનીએ રશિયાથી જર્મનીને ગેસ સપ્લાય માટે બનેલા નોર્ડ-2 પાઈપલાઈન પ્રોજેક્ટ બંધ કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે યુક્રેન પર રશિયાના નિર્ણયને કારણે પશ્ચિમી દેશો સાથે તેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. રશિયાએ પૂર્વ યુક્રેનના ડોનેટ્સક અને લુહાન્સ્ક શહેરોને સ્વતંત્ર પ્રદેશ તરીકે જાહેર કર્યા છે. આ બંને જગ્યાઓ રશિયન સમર્થિત અલગતાવાદીઓના નિયંત્રણમાં છે. રશિયાના આ પગલાનો તમામ દેશોએ વિરોધ કર્યો છે. થોડા સમય પછી અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની અને જાપાન સહિત ઘણા દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવી દીધા.

આ અબજોપતિને સૌથી મોટો ફટકો પડ્યો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ વિશ્વના 500 સૌથી ધનિક લોકોનું લીસ્ટ છે. સંપત્તિ ગુમાવનારા રશિયન અબજોપતિઓની યાદીમાં Gennady Timchenko મોખરે છે. આ વર્ષે તેમને સૌથી વધુ નુકસાન થયું છે. આ વર્ષે તેમની સંપત્તિમાં ત્રીજા ભાગનો ઘટાડો થયો છે. 69 વર્ષીય Timchenko, સોવિયત લશ્કરી અધિકારીના પુત્ર છે, જેમણે 1990 ના દાયકાની શરૂઆતમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી અને મિત્રતા કરી. તેમની પાસે હવે લગભગ 16 બિલિયન ડોલરની નેટવર્થ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં સૌથી વધુ 6.47 અબજ ડોલરનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની સંપત્તિનો મોટો હિસ્સો રશિયન ગેસ ઉત્પાદક નોવાટેકના હિસ્સામાંથી આવે છે.

વધુમાં, નોવાટેકના શેરહોલ્ડર Leonid Mikhelson ની સંપત્તિમાં આ વર્ષે 6.2 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જ્યારે લુકોઇલના ચેરમેન Vagit Alekperov ની નેટવર્થ સમાન સમયગાળામાં લગભગ 3.5 અબજ ડોલર ઘટી છે. કારણ કે એનર્જી કંપનીનો સ્ટોક લગભગ 17 ટકા ઘટ્યો છે.

રશિયન સુપર રિચના ડૂબ્યા 2300 કરોડ ડોલર

સંપત્તિની યાદી અનુસાર, દેશના 23 અબજોપતિઓ પાસે હાલમાં 343 અબજ ડોલરની નેટવર્થ છે, જે વર્ષના અંતે 375 અબજ ડોલર હતી. આ ઉપરાંત યુકેની પ્રતિબંધોની યાદીમાં 65 વર્ષીય Boris Rotenberg અને તેમનો 48 વર્ષીય ભત્રીજા Igor પણ છે. જેમના પરિવારોએ ગેસ-પાઈપલાઈન કન્સ્ટ્રક્શન ફર્મ Stroygazmontazh દ્વારા સંપત્તિ બનાવી છે. ઇગોરના પિતા Arkady પુતિનના પૂર્વ જુડો સ્પેરિંગ ભાગીદારોમાંના એક છે. તેમણે 2019માં પાઈપલાઈન કંપનીને લગભગ 1.3 અબજ ડોલરમાં વેચી દીધી.

આ પણ વાંચો :  Closing Bell : છેલ્લા કલાકમાં લપસ્યું શેરબજાર, સતત છઠ્ઠા સત્રમાં નુકસાન સાથે થયુ બંધ

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">