MONEY9: પર્સનલ લોન કેમ હોય છે મોંઘી? સમજો ગણિત આ વીડિયોમાં
તમને ક્યારેક ટૂંકા સમયગાળામાં મોટો લાભ દેખાતો હોય અને તમને રૂપિયાની જરૂર હોય, તો તમે પર્સનલ લોન લેવા ચોક્કસ લલચાશો. પરંતુ સાહેબ, તમને આ પર્સનલ લોન સસ્તામાં નથી મળતી. પર્સનલ લોન અંગેની આંટીઘૂંટી જુઓ આ વીડિયોમાં.
રાજુ એક ભૂલ કરીને મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયો. શેરબજારની તેજીમાં નફો રળવા તેણે પર્સનલ લોન (PERSONAL LOAN) લઇ લીધી. ફટાફટ નફો કમાવવાની લહાયમાં તેણે વાયદા બજાર (MARKET)માં 4 લાખ રૂપિયાનું દેવું માથે કર્યું. બજાર અપેક્ષા મુજબ ના ચાલ્યું અને અડધી મૂડી ઉડી ગઈ. રાજુ એકલો જ નહીં, એવા અનેક લોકો છે જે બિનજરૂરી કામ માટે પર્સનલ લોન લઈ લે છે અને પછી પસ્તાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ટૂંકા ગાળે નફો કમાવવા માટે ક્યારેય દેવું કરીને સ્ટોક માર્કેટમાં રોકાણ ન કરવું જોઈએ. પર્સનલ લોન એક અનસિક્યોર્ડ લોન (UNSECURED LOAN) છે, માટે તે સૌથી મોંઘી લોન છે. ઘણા કિસ્સામાં પર્સનલ લોનનો વ્યાજ દર 20 ટકાથી પણ વધુ હોય છે.
આ પણ જુઓ: MONEY9: એક ચાના ખર્ચમાં સુરક્ષિત કરો તમારા ઘરને, કેવી રીતે ? જુઓ આ વીડિયો
આ પણ જુઓ: MONEY9: તમારા વીમાના કાગળો સાચવીને રાખજો, નહીં તો પસ્તાશો, કેવી રીતે ? જુઓ આ વીડિયો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
