AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટની બેંકોને ફટકાર, કોઈપણ એકાઉન્ટ ડિફોલ્ટ જાહેર કરતા પહેલા જણાવવું જરૂરી

બેંકોને ફટકાર લગાવતા કોર્ટે કહ્યું કે, લોન લેનારાઓનો પણ પક્ષ સાંભળવો જરૂરી છે. પક્ષની વાત સાંભળ્યા વિના કોઈને ડિફોલ્ટર કહેવું યોગ્ય નહીં ગણાય. બેંકને ઠપકો આપતા કોર્ટે કહ્યું તમારે તમારા ગ્રાહકને જણાવવુ જરૂરી.

સુપ્રીમ કોર્ટની બેંકોને ફટકાર, કોઈપણ એકાઉન્ટ ડિફોલ્ટ જાહેર કરતા પહેલા જણાવવું જરૂરી
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 7:31 PM
Share

સુપ્રીમ કોર્ટે સોમવારે બેંકોને ઝટકો આપ્યો છે. બેંક લોન કેસમાં સુપ્રીમ કોર્ટે બેંકોને ફટકાર લગાવતા કહ્યું કે લોન લેનારાઓની પણ વાત સાંભળવી જરૂરી છે. તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી. ઉપરાંત, જ્યાં સુધી લોન લેનારાનો પક્ષ સાંભળવામાં ન આવે ત્યાં સુધી તેનું એકાઉન્ટ ડિફોલ્ટ તરીકે જાહેર કરવું જોઈએ નહીં.

આ પણ વાચો: અમેરિકા અને યુરોપમાં બેંકિંગ કટોકટી, ભારતમાં કેમ ઘટી રહ્યા છે રિલાયન્સ-TCS જેવી મોટી કંપનીઓના શેર?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોન લેનારાઓના ખાતાને તેમનો પક્ષ સાંભળ્યા વિના અથવા સુનાવણી વગર છેતરપિંડીની શ્રેણીમાં એકાઉન્ટને મૂકવાના ગંભીર પરિણામો આવી શકે છે. આમ કરવાથી તેમનું એકાઉન્ટ બ્લેકલિસ્ટ થઈ જશે. તેથી બેંકોએ ‘ઓડી અલ્ટેમ પાર્ટમ’ એટલે કે છેતરપિંડી અંગેના મુખ્ય નિર્દેશો વાંચવા જોઈએ અને ઋણ લેનારાઓને સાંભળવાની તક આપવી જોઈએ.

ડિફોલ્ટર જાહેર કરતા પહેલા નોટિફિકેશન વાંચે બેંક: કોર્ટ

આગળની સુનાવણીમાં કોર્ટે કહ્યું કે, ઓડી અલ્ટેમ પાર્ટમ’ની માર્ગદર્શિકા ભારતીય રિઝર્વ બેંક દ્વારા વાંચવી આવશ્યક છે, જેથી બેંક ખાતાઓની શ્રેણી છેતરપિંડી અથવા ડિફોલ્ટર એકાઉન્ટ તરીકે શોધી શકાય. કારણ કે ડિફોલ્ટર જાહેર કરવા માટે બેંકોએ મજબૂત કારણો આપવા પડશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની અધ્યક્ષતાવાળી બેન્ચે આજે ડિસેમ્બર 2020માં તેલંગાણા હાઈકોર્ટે આપેલા નિર્ણય પર સુનાવણી કરી છે.

કોઈપણ પક્ષને સુનાવણીની તક આપવી જોઈએ: કોર્ટ

આ સાથે જસ્ટિસ ચંદ્રચુડની બેન્ચે તેના વિરુદ્ધના નિર્ણયને પણ ફગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે તેલંગાણા હાઈકોર્ટે કહ્યું હતું કે ઓડી અલ્ટેમ પાર્ટેમના નિયમ અનુસાર કોઈપણ પક્ષને સુનાવણીની તક આપવી જોઈએ. કેસ ગમે તેટલો નાનો હોય, કોઈપણ પક્ષને ડિફોલ્ટર જાહેર કરતા પહેલા તેનો પક્ષ સાંભળવો જોઈએ.

‘ઓડી અલ્ટરમ પાર્ટમ’ શું છે?

Audi alterm partemએ ન્યાયનો એક પ્રકાર છે. જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કે લોન લેનારને સુનાવણી વિના ડિફોલ્ટર જાહેર કરી શકાશે નહીં. દરેકને સાંભળવાની તક મળવી જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">