AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Welspun India Q4 Result : વેલસ્પન 195 કરોડના શેર બાયબેક કરશે, શેરધારકોને 120 રૂપિયા અપાશે

Welspun India Q4 Result : ગુરુવારે શેર 86.75 ની સપાટીએ બંધ થયો હતો. Welspun India ના શેરની 52 સપ્તાહની નીચલી સપાટી 62 રૂપિયા છે જયારે ગુરુવારે શેર 89 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીનું Mkt cap 8.53TCr, P/E ratio 68.13 અને Div yield 0.17% છે. 

Welspun India Q4 Result : વેલસ્પન 195 કરોડના શેર બાયબેક કરશે, શેરધારકોને 120 રૂપિયા અપાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 7:50 AM
Share

Welspun India Q4 Result: ટેક્સટાઇલ સેક્ટરની કંપની વેલસ્પન ઇન્ડિયાએ 27 એપ્રિલે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. 31 માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં, કંપનીનો નફો વાર્ષિક ધોરણે 140 ટકા વધ્યો હતો જ્યારે આવકમાં 3.3 ટકાનો ઘટાડો થયો હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 140 ટકા વધીને રૂ. 125.4 કરોડ થયો હતો જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 52.2 કરોડ હતો. ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 3.3 ટકા ઘટીને રૂ. 2,154 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 2,227 કરોડ હતી.

વાર્ષિક ધોરણે ચોથા ક્વાર્ટરમાં કંપનીનો Ebitda 24.7 ટકા વધીને રૂ. 278.5 કરોડ થયો છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 223.3 કરોડ હતો. તે જ સમયે Ebitda માર્જિન અગાઉના ક્વાર્ટરમાં 10 ટકાથી વધીને 12.9 ટકા થઈ ગયું છે.

આ પણ વાંચો :PF Interest Rate: ઘરે બેઠા તમે ચેક કરી શકો છો પીએફ બેલેન્સ, આ ચાર પદ્ધતિઓનો કરો ઉપયોગ

શેર દીઠ રૂપિયા 120ના ભાવે બાયબેક કરશે

કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 120ના દરે બાયબેકને પણ મંજૂરી આપી છે. કંપની બાયબેક માટે કુલ રૂ. 195 કરોડનો ખર્ચ કરશે અને તે ટેન્ડર રૂટ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. કંપનીએ એક્સચેન્જોને જણાવ્યું કે બોર્ડે 1.62 કરોડ શેરના બાયબેકને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે વેલસ્પન ઈન્ડિયા એશિયામાં ટેરી ટુવાલની સૌથી મોટી ઉત્પાદક અને વિશ્વની બીજી સૌથી મોટી કંપની છે. વેલસ્પન ઈન્ડિયા લગભગ 94 ટકા ઘરેલું કાપડની નિકાસ કરે છે. 27 એપ્રિલે NSE પર વેલસ્પન ઇન્ડિયાની સ્ક્રીપ રૂ. 1.00 અથવા 1.16 ટકા વધીને રૂ. 87.05 પર બંધ થઈ હતી. શેરની દિવસની ઊંચી સપાટી રૂ. 89.00 હતી જ્યારે દિવસની નીચી સપાટી રૂ. 84.05 હતી. કંપનીનું માર્કેટ કેપ રૂ. 8,601 કરોડ છે.

શેર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

ગુરુવારે શેર 86.75 ની સપાટીએ બંધ થયો હતો. Welspun India ના શેરની 52 સપ્તાહની નીચલી સપાટી 62 રૂપિયા છે જયારે ગુરુવારે શેર 89 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીનું Mkt cap 8.53TCr, P/E ratio 68.13 અને Div yield 0.17% છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">