Bharuch : વેલસ્પન કંપનીના કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું, 70 ગામના સરપંચોએ સમર્થન આપ્યું
વેલસ્પન કંપનીએ એક સાથે 400 જેટલા કર્મચારીઓની બદલી કરી નાખતાં આ કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ભરૂચમાં કંપનીના પરિસરની બહાર આ કર્મચારીઓ એકઠા થયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે.
ભરૂચમાં વેલસ્પન કંપનીના કર્મચારીઓએ તેમનું આંદોલન ઉગ્ર બનાવી દીધું છે. કંપનીએ એક સાથે 400 જેટલા કર્મચારીઓની બદલી કરી નાખતાં આ કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. તેમના આ આંદોલનને 70 ગામના સરપંચોએ પણ સમર્થન આપ્યું છે.
આ પૂર્વે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ પણ વેલસ્પનના કર્મચારીઓને ટેકો આપવાનું જાહેર કરી ચૂક્યા છે. ભરૂચમાં કંપનીના પરિસરની બહાર આ કર્મચારીઓ એકઠા થયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે.
ભરૂચમાં દહેજની વેલસ્પન કંપનીમાં 400 કર્મચારીઓનો બદલીનો મુદ્દો ધીરે ધીરે આક્રમક બની રહ્યો છે. જેમાં સામૂહિક બદલી બાદ
સતત કર્મચારીઓના પરિવારનું વિરોધ પ્રદર્શન ચાલુ જ છે. છેલ્લા 12 દિવસથી લોકો કંપની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. તેમજ કંપની બદલીના નામે કર્મચારીઓને છૂટા કરવા માગતી હોવાનો આક્ષેપ તેમના પરિવારજનો કરી રહ્યાં છે.
કંપનીએ સામુહિક બદલી કરી કામદારોની પરોક્ષરીતે છટણી કરી નાખી હોવાના કર્મચારીઓ દ્વારા આક્ષેપ થઇ રહ્યા છે. બદલીના આદેશો બાદ કર્મચારીઓ નોકરી બચાવવા અનેક દિવસોથી વલખા મારી રહ્યા છે પરંતુ તેમની વાત સાંભળવા કંપનીમાં મેનેજમેન્ટનું કોઈ વ્યક્તિ કે અધિકારી હાજર રહેતું નથી.
કર્મચારીના પત્ની લક્ષ્મી ગોહિલએ કહ્યું હતું કે કોરોનાકાળમાં ૧૦૦ ટકા હાજરી સાથે કંપનીએ કામ લીધું હતું હવે બંધ કરવા માંગે છે . તેમના પતિ વર્ષોથી કંપનીમાં કામ કરે છે. કર્મચારીઓનો એટલો પગાર નથી કે બીજે સ્થાયી થઇ શકે. સ્થાનિક કંપની શરૂ કરવી જોઈએ.
આ પણ વાંચો : Rajkot : જિલ્લાના 92 ગામોમાં 100 ટકા વૅક્સીનેશન, જેતપુરના સર્વાધિક 22 ગામોમાં રસીકરણ પૂરૂ
આ પણ વાંચો : Junagadh : ગિરનાર રોપ-વે સેવા બંધ, ભારે પવનને કારણે રોપ-વે સેવા બંધ