Russia-Ukraine યુદ્ધના કારણે પટકાયેલા કારોબાર વચ્ચે પણ Rakesh Jhunjhunwala ના પોર્ટફોલિયોનો આ શેર Multibagger બન્યો

નબળા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજારો મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ લગભગ 400 પોઈન્ટ નીચે છે. દરમિયાન, નિફ્ટી પણ 175 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે.

Russia-Ukraine યુદ્ધના કારણે પટકાયેલા કારોબાર વચ્ચે પણ Rakesh Jhunjhunwala ના પોર્ટફોલિયોનો આ શેર Multibagger બન્યો
National Aluminium Company Limited
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 2:52 PM

રશિયા-યુક્રેન યુદ્ધે (Russia-Ukraine War) વિશ્વભરના શેરબજારોમાં હલચલ મચાવી દીધી છે. પરંતુ ભારતના શેરબજાર(Share Market)માં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા(Big Bull Rakesh Jhunjhunwala)ના પોર્ટફોલિયોનો સ્ટોક સારું રિટર્ન આપી રહ્યો છે અને રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક Multibagger Stock સાબિત થઈ રહ્યો છે. વાસ્તવમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં એલ્યુમિનિયમના ભાવમાં ઉછાળો આવ્યો છે અને તેની અસર નેશનલ એલ્યુમિનિયમ કંપની (NALCO Share Price Today)ના શેર પર પડી છે. એકલું રશિયા વિશ્વના લગભગ 6% એલ્યુમિનિયમનું ઉત્પાદન કરે છે અને તે તેના મુખ્ય નિકાસકારોમાંનું એક છે.

નાલ્કોનો શેર 110% વધ્યો

છેલ્લા એક વર્ષમાં નાલ્કોના શેરની કિંમત 110% થી વધુ વધી છે. વર્ષની શરૂઆતમાં કંપનીના શેરનો ભાવ BSE પર રૂ. 61.25 હતો જે ગુરુવારે રૂ. 128.90 પર બંધ થયો હતો. જ્યારે ગુરુવારે દિવસના કારોબાર દરમિયાન તે રૂ. 130.60ના સ્તરને સ્પર્શ્યો હતો. આ 52 સપ્તાહમાં સ્ટોકનું સર્વોચ્ચ સ્તર (52 સપ્તાહનું ઊંચું) સ્તર હતું. આજે શેરે 132 .70 ની નવી સપાટી નોંધાવી છે.

બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, 2022ના પ્રથમ બે મહિનામાં જ શેરમાં 18%નો વધારો થયો છે. નવા ભાવે, કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન (NALCO Mcap)રૂ. 23,000 કરોડ છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
Mkt cap 22.67TCr
P/E ratio 7.95
Div yield 4.87%
52-wk high 132.7
52-wk low 50.7

હજુ નાલ્કોના શેરની કિંમતમાં વધારો થશે

ICICI સિક્યોરિટીઝનો અંદાજ છે કે NALCOનો સ્ટોક વધુ વધી શકે છે. તે રૂ. 134 સુધીના લક્ષ્યાંકને હિટ કરી શકે છે. કંપનીના ફંડામેન્ટલ્સ કોઈપણ રીતે ઠીક છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો ત્રણ ગણો વધીને રૂ. 830.67 કરોડ થયો છે. જ્યારે 2020 ના સમાન ક્વાર્ટરમાં તેનો નફો 239.71 કરોડ રૂપિયા હતો.

સપ્તાહના છેલ્લા સ્તરમાં કારોબાર લાલ નિશાન નીચે

નબળા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજારો મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ લગભગ 400 પોઈન્ટ નીચે છે. દરમિયાન, નિફ્ટી પણ 175 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે. બેન્ક નિફ્ટીમાં પણ 450 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધના 9મા દિવસે યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. તેની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. એશિયન બજારોમાં પણ ભારે નબળાઈ જોવા મળી રહી છે. તે જ સમયે, ડાઉ ફ્યુચર નબળા છે. ક્રૂડ ઓઇલ 113 ડૉલરની આસપાસ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

આ પણ વાંચો : જો તમે Mutual Fundમાં રોકાણ કરો છો, તો જાણો ડિવિડન્ડ ફંડ અને ગ્રોથ ફંડમાં ક્યુ રોકાણ લાભદાયક છે

g clip-path="url(#clip0_868_265)">