AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં વ્યક્તિ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. લઘુત્તમ રોકાણ એક ગ્રામ હોવું જોઈએ. બીજી બાજુ ટ્રસ્ટ અથવા તેના જેવી સંસ્થાઓ 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે.

Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે
Sovereign Gold Bond
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 2:04 PM
Share

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ(Sovereign Gold Bond) હેઠળ સસ્તું સોનું (Gold)ખરીદવાની આજે છેલ્લી તક છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની દસમી સિરીઝ (Sovereign Gold Bond Scheme 2021-22 – Series- X) માટેનું સબસ્ક્રિપ્શન ગયા ફેબ્રુઆરી 28ના રોજ ખુલ્યું હતું અને આજે પાંચમા દિવસે બંધ થશે. માત્ર 5109 રૂપિયા પ્રતિ ગ્રામ રોકાણ કરી સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો લાભ મેળવી શકાય છે. સરકારે નવેમ્બર 2015માં સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી. આરબીઆઈ સરકાર વતી આ બોન્ડ જારી કરે છે. આ શ્રેણીમાં સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની દસમી શ્રેણી વેચાઈ રહી છે. આ યોજના માત્ર પાંચ દિવસ (28 ફેબ્રુઆરીથી 4 માર્ચ) માટે ખુલ્લી છે.

મહત્તમ ચાર કિલોગ્રામની કિંમત સુધી બોન્ડ ખરીદીની મર્યાદા

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં વ્યક્તિ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. લઘુત્તમ રોકાણ એક ગ્રામ હોવું જોઈએ. બીજી બાજુ ટ્રસ્ટ અથવા તેના જેવી સંસ્થાઓ 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે. અરજીઓ ઓછામાં ઓછા 1 ગ્રામ અને તેના ગુણાંકમાં જારી કરવામાં આવે છે.

વ્યાજનો લાભ મળે છે

સોવેરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond)સ્કીમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ વર્ષમાં બે વખત તમારા એકાઉન્ટમાં આવે છે.

ઓનલાઇન ખરીદી પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ

સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. કોઈ પણ વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા ચૂકવણી કરવાનું પસંદ કરી શકે છે.

નાણાકીય વર્ષ 2022 ના પ્રથમ 10 મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં 6.5% વધારો

ઇન્ડસ્ટ્રી બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે GJEPC અનુસાર વર્તમાન નાણાકીય વર્ષ 2021-22 (FY22) ના પ્રથમ 10 મહિના (એપ્રિલ-જાન્યુઆરી) દરમિયાન દેશની જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 6.5 ટકા વધીને 32.37 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. અગાઉના નાણાકીય વર્ષ (FY21)ના પ્રથમ 10 મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 30.40 અબજ ડોલર રહી હતી.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD :   51845.00 +75.00 (0.14%) –  13:56 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 53230
Rajkot 53250
(Source : aaravbullion)

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.

Follow Us
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
g clip-path="url(#clip0_868_265)">