Multibagger Stocks: 35 પૈસાના આ શેરે કર્યો કમાલ, 6 મહીનામાં 1 હજાર રૂપિયાના 8 લાખ થયા
સેલ મેન્યુફેક્ચરિંગ કંપનીનો સ્ટોક 6 મહિનામાં 35 પૈસાથી વધીને 281 રૂપિયા થયો છે. આ મલ્ટિબેગર સ્ટોક 27 ઓક્ટોબર 2021ના રોજ NSE પર માત્ર 35 પૈસાનો હતો, જે હવે વધીને 281 રૂપિયા થયો છે.
કોરોના મહામારીએ (Corona pandemic) શેરબજારમાં (Stock Market) સૌથી વધુ અસ્થિરતા સર્જી છે, જેના કારણે રોકાણકારોને ઘણા મલ્ટીબેગર શેરો દ્વારા જંગી વળતર મળ્યું છે. આ સમયગાળા દરમિયાન, મોટાભાગના પેની સ્ટોક્સ મલ્ટિબેગર સ્ટોક્સની યાદીમાં સામેલ થયા છે. આ શેરોમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો છે. આજે અમે તમને એવા જ એક મલ્ટીબેગર શેર વિશે જણાવી રહ્યા છીએ જેણે માત્ર 6 મહિનામાં તેના રોકાણકારોને 80,000% નું જબરદસ્ત વળતર આપ્યું છે. આ સ્ટોકનું નામ છે – સેલ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. આ સ્ટોક મલ્ટિબેગર રિટર્ન આપી રહ્યો છે.
6 મહિનામાં 35 પૈસાથી 281 રૂપિયા પર પહોંચી ગયો શેર
આ મલ્ટિબેગર સ્ટોક 27 ઓક્ટોબર 2021ના રોજ NSE પર 35 પૈસાના સ્તરે બંધ થયો હતો. છ મહિના પછી હવે શેરની કિંમત 281 રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, આ શેરે તેના રોકાણકારોને 80,185.71 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. આ વર્ષ 2022 માં, આ સ્ટોક 44.40 રૂપિયા (3 જાન્યુઆરી, 2022) થી વધીને 281 થયો છે.
આ સમયગાળા દરમિયાન શેરે 532.88% નું વળતર આપ્યું છે. આ શેરે એક મહિનામાં 177.81 ટકાનું વળતર આપ્યું છે. 27 જાન્યુઆરી 2022ના રોજ શેરની કિંમત 101.15 રૂપિયા હતી. તે જ સમયે, આ સ્ટોક છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 21.49% ઉપર ચાલી રહ્યો છે.
રોકાણકારોના 1 લાખ 8 કરોડ થઈ ગયા
જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની રકમ 8 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. તે જ સમયે, જો આ વર્ષે કોઈ રોકાણકારે 44.40 રૂપિયા પ્રતિ શેરના દરે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે આ રકમ 6.32 લાખ રૂપિયા થઈ ગઈ હોત.
જો કોઈએ એક મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે આ રકમ 2.77 લાખ રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે માત્ર એક મહિનામાં જ બમણો નફો થયો હોત. કોઈ પણ રોકાણકારે 6 મહિના પહેલા વિચાર્યું પણ નહી હોય કે આ સ્ટોક થોડા મહિનામાં રોકાણકારોને રાજા બનાવી દેશે.
આ પણ વાંચો : સેવામાં કોઈ સમસ્યા થવા પર મોબાઈલ ફોન યુઝર્સ કરી શકે છે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ, સુપ્રીમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો : રશિયાને SWIFT નેટવર્કમાંથી બહાર કરવાના પ્રયાસો વધુ તેજ, જાણો શું છે આ સિસ્ટમ અને શું થશે નિર્ણયની અસર