Opening Bell: શેરબજારમાં પ્રારંભિક તેજી બાદ ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 58310 ઉપર ખુલ્યો

વિદેશી બજારોના સકારાત્મક સંકેતોની મદદથી મંગળવારે શેરબજારે(Share Market) સોમવારના નુકસાનની ભરપાઈ(Stock Market today) કરી હતી.

Opening Bell: શેરબજારમાં પ્રારંભિક તેજી બાદ ઉતાર - ચઢાવની સ્થિતિ, Sensex 58310 ઉપર ખુલ્યો
Bombay Stock Exchange - BSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 9:41 AM

Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Indian Share Market)માં આજે પણ પ્રારંભિક(Opening Bell) તેજી દેખાઈ રહી છેજોકે તે યથાવત ન રહી ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. બને મુખ્ય ઇન્ડેક્સ આજે બુધવારના કારોબાર દરમ્યાન લીલા નિશાન ઉપર ખુલ્યા હતા. મંગળવારે કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 1736 પોઈન્ટ વધીને 58,142 પર બંધ થયો હતો જયારે નિફ્ટી(Nifty) 507 પોઈન્ટના વધારા સાથે 17352 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. આજે વધારાને આગળ વધારતા શેરબજાર(Stock Market)માં  Sensex  58,310.68 ઉપર જયારે Nifty 17,408.45 ઉપર ખુલ્યા હતા.

શેરબજારની સ્થિતિ (9.17 AM)

SENSEX  58,396.38 +254.33 (0.44%)
NIFTY 17,418.15 +65.70 (0.38%)

વૈશ્વિક સંકેત મજબૂત

યુક્રેન-રશિયા વિવાદ પર તાજેતરના અપડેટને પગલે વૈશ્વિક બજારો મજબૂત થવાના સંકેતો દર્શાવે છે. યુએસ બજારો મંગળવારે સારી ઊંચાઈએ બંધ થયા હતા જોકે સોમવારે તેમાં વેચવાલી જોવા મળી હતી. મંગળવારે યુએસ બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ 1.22 ટકાના વધારા સાથે 34988 પર બંધ થયો હતો. આ દરમિયાન Nasdaq લગભગ 350 પોઈન્ટ વધીને 2.53 ટકા વધીને 14,139 પર બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી પણ તેજી પકડી રહ્યો છે. આ ઇન્ડેક્સની શરૂઆત સપાટ હતી પરંતુ તે બાદમાં લીલા નિશાન પર ટ્રેડ દેખાયો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આજે બજારમા આ મુદ્દાઓ ઉપર ધ્યાન રાખજો

  • વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન રશિયા યુદ્ધ નથી ઈચ્છતું
  • ડાઉ 422 પોઈન્ટ અને નાસ્ડેક 348 પોઈન્ટ ઉછળ્યો હતો
  • બ્રેન્ટ 7 વર્ષની ટોચ પરથી સરક્યું તો સોનું અને ચાંદી પણ તૂટ્યા
  • વેદાંત ફેશન્સનું આજે લિસ્ટિંગ ઈશ્યુની પ્રાઇસ 866 રૂપિયા

FII અને DII ડેટા

15 ફેબ્રુઆરીના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FII એ 2298.76 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 4411.06 કરોડનું રોકાણ કર્યું હતું.

મંગળવારે બજારે જોરદાર રિકવરી કરી

વિદેશી બજારોના સકારાત્મક સંકેતોની મદદથી મંગળવારે શેરબજારે(Share Market) સોમવારના નુકસાનની ભરપાઈ(Stock Market today) કરી હતી. મંગળવારના જબરદસ્ત ઉછાળા સાથે બજાર ફરી એકવાર 11 ફેબ્રુઆરીના સ્તર નજીક આવી ગયું છે. યુક્રેન તણાવના કારણે સંકટગ્રસ્ત બજારમાં સોમવારે 3 ટકાના ઘટાડા મંગળવારે કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 1736 પોઈન્ટ વધીને 58,142 પર બંધ થયો હતો. નિફ્ટી(Nifty) 507 પોઈન્ટના વધારા સાથે 17352 પર બંધ રહ્યો હતો.

આ પણ વાંચો : Share Market : મંગળવારે રોકાણકારોની સંપત્તિમાં 6.4 લાખ કરોડનો વધારો થયો, શું રહ્યા તેજીના કારણ?

આ પણ વાંચો : વર્ષ 2021માં IT સેક્ટરની આવક 200 અબજ ડોલરથી વધુ છતાં નોકરી છોડવાનો દર ઓલ ટાઈમ હાઈ

g clip-path="url(#clip0_868_265)">